Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પહેલા મુરઘી આવી કે ઈંડું, પ્રશ્નનો જબાવ ન આપતા 15 વખત ચપ્પુના ઘા ઝીંક્યા!

મિત્ર પર આશરે 15 વખત ચપ્પુ વડે હુમલો કર્યો આ ઘટનામાં કાદિર માર્કસની હત્યા કરવામાં આવી 18 વર્ષની જેલી સજા ફટકારવામાં આવશે Viral News: દુનિયામાં અનેક એવા પ્રશ્નો છે જેના જવાબ આજે પણ અકબંધ છે. તે સવાલો અને રહસ્યોને...
08:48 PM Aug 02, 2024 IST | Aviraj Bagda
Man stabbed to death in debate over whether chicken or egg came first

Viral News: દુનિયામાં અનેક એવા પ્રશ્નો છે જેના જવાબ આજે પણ અકબંધ છે. તે સવાલો અને રહસ્યોને ઉજાગર કરવા માટે અનેક પ્રયોગો અને શંસોધન વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવે છે. ત્યારે આ સવાલોમાં એક સવાલ એવો પણ છે કે, આ ધરતી પર પહેલા ઈંડું આવ્યું કે, પહેલા મુરઘી આવી. આ સવાલને લઈ અનેક લોકો મુંઝવણમાં મૂકાયેલા છે. આ સવાલનો જવાબ ન આપતા એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે.

મિત્ર પર આશરે 15 વખત ચપ્પુ વડે હુમલો કર્યો

આ ઘટના ઈન્ડોનેશિયામાં બની હતી. આ ઘટના અંતર્ગત ઈન્ડોનેશિયાના એક બારમાં મિત્રો દારૂની મહેફિલ માણી રહ્યા હતાં. ત્યારે વાર્તાલાપની અંદર વૈજ્ઞાનિક રહસ્યો અંગે મતભેદ શરુ થઈ ગયા હતાં. ત્યારે એક મિત્રને પહેલા મરઘી આવી કે પહેલા તેના ઈંડુંનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. પરંતુ વ્યક્તિ આ જબાવનો ઉત્તર આપવામાં અસક્ષમ સાબિત થયો હતો. ત્યારે તેના મિત્ર દ્વારા જ તેને ચપ્પુ વડે અનેક ઘા ઝીંકીને મોતને હવાલે કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: નશાની હાલતમાં 3 યુવકોએ વગડામાં ગર્ભવતી બકરીને લઈ જઈ.....

આ ઘટનામાં કાદિર માર્કસની હત્યા કરવામાં આવી

ત્યારે મિત્રએ જ પોતાના મિત્ર પર આશરે 15 વખત ચપ્પુ વડે હુમલો કર્યો હતો. તો આ ઘટનામાં કાદિર માર્કસની હત્યા કરવામાં આવી છે. જે પોતે પણ શરબના નશામાં હતો. તો ઈન્ડોનેશિયાના સ્થાનિક અહેવાલ અનુસાર કાદિર માર્કસને શરાબ આપવામાં આવી હતી. જે બાદ તેને એક પછી એક રહસ્યો અંગે સવાલ પૂછવામાં આવ્યા હતાં. અને અંતે આ મરઘીવાળા પ્રશ્વનો જવાબ ન આપતા તેની પર જીવલેણ હુમલો કરાયો હતો.

18 વર્ષની જેલી સજા ફટકારવામાં આવશે

જોકે સ્થાનિક પોલીસે આરોપીને પકડી પાડ્યો છે. તે ઉપરાંત તેણે ઉપયોગ કરેલા ચપ્પુને પણ પોલીસે શોધી કાઢ્યું છે. તો કાદિર માર્કસના ખુનથી લથપથ થયેલા આરોપીના કપડા પણ પોલીસના હાથે આવ્યા છે. ત્યારે જો આ વ્યક્તિ દોષી સાબિત થશે, તો તેને આશરે 18 વર્ષની જેલી સજા ફટકારવામાં આવશે.

આ પણ વાંચો: wayanad landslide માં દટાયા,જંગલી હાથીઓએ બચાવ્યો જીવ, ચમત્કાર જોઇને અધિકારીઓ પણ આશ્ચર્યચકિત

Tags :
CHickenchicken and eggChicken and-egg questionCrime NewsDrunk Man Killed His FriendEggGujarat FirstIndonesiainternalKadir MarkusMuna Regency indonesiaMurderSulawesiViral News
Next Article