દિલ્હીમાં પાણીની મોટર ચોરી કરતી 3 છોકરીઓની ગેંગ સીસીટીવીમાં ઝડપાઈ
યુવતીઓએ લોખંડની જાળીને ઉખાડીને ફેંકી
યુવતીઓ પાણીની મોટર લઈને ઘટનાસ્થળ પરથી ફરાર
આ ઘટના દિલ્હીના પાંડવનગરમાં બની હતી
Girls Viral Video: તાજેતરમાં સોશિયલ મીડિયા પર ચોરીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં 3 યુવતીઓ ચોરી કરતી જોવા મળી રહી છે. તો જે ઘરમાં આ યુવતીઓ ચોરી કરી રહી છે, તે સોસાયટીમાં આવેલા સીસીટીવીમાં આ સંપૂર્ણ ઘટના કેદ થઈ છે. જોકે આ વીડિયોમાં ત્રણેય યુવતીઓના ચહેરા એક કપડા વડે ઢાંકવામાં આવેલા છે.
યુવતીઓએ લોખંડની જાળીને ઉખાડીને ફેંકી
શરૂઆતમાં આ ત્રણેય યુવતીઓ જે ઘરને નિશાન બનાવ્યું છે. તે ઘરના પાછળના ભાગમાંથી ઘરની અંદર પ્રવેશ કરવાનું વિચારે છે. પરંતુ દરવાજા વડે પ્રવેશ શક્ય નથી. તેના કારણે આ ત્રણેય યુવતીઓ ઘરની બહાર જે દિવાલ આવેલી છે, તેમાં મૂકવામાં આવેલી લોખંડની જાળીને જડમૂળમાંથી ઉખાડીને ફેંકી દે છે. પછી તેમાંથી તેઓ ઘરની અંદર પ્રવેશ કરવા માટે વિચાર કરે છે.
આ પણ વાંચો: અતિથિ દેવો ભવ: ની પરંપરાને દિલ્હીમાં કલંક લગાવતા રિક્ષાચાલકો, જુઓ વીડિયો
યુવતીઓ પાણીની મોટર લઈને ઘટનાસ્થળ પરથી ફરાર
ત્યારે યુવતીઓ જે લોખંડની જાળીને ઉખાડી ફેંકી છે, તે ભાગમાંથી એક યુવતી અંદર પ્રવેશે છે. અને પાણીની મોટરનું કનેક્શન તોડીને બહાર આવે છે. ત્યારે બાદ ફરી એકવાર તમામ યુવતીઓ ઘરની પાછળના ભાગમાં જાય છે. અને ફરી એકવાર ઘરના આગળના ભાગમાં આવીને પાણીની મોટર લઈને ઘટનાસ્થળ પરથી ફરાર થઈ જાય છે. જોકે સંપૂર્ણ ઘટના સોસાયટીના સીસીટીવીમાં કેદ થઈ હતી. ત્યારે આ ઘટનાનો સંપૂર્ણ વીડિયો એક સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે.
આ ઘટના દિલ્હીના પાંડવનગરમાં બની હતી
જોકે આ વીડિયો એક વકીલ દ્વારા શેર કરવામાં આવ્યો છે. તેમણે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે આ ઘટના દિલ્હીના પાંડવ નગર પોલીસ સ્ટેશનમાં મયુર વિહાર ફેઝ II ના ફ્લેટ નંબર 528 પોકેટમાં બની હતી. આ ઘટના 24 જુલાઈના રોજ બની હતી. જ્યાં અનેક પાણીની મોટરની ચોરી થઈ હતી. તેણે વધુમાં કહ્યું કે એવું લાગે છે કે આ છોકરીઓ બાંગ્લાદેશી અથવા રોહિંગ્યાની છે, જે ચોરીને અંજામ આપવામાં નિષ્ણાત છે.
આ પણ વાંચો: Olympic 2024: ભારતીયોને મળશે મફત Visa , જો નીરજ ચોપરા જીતશે Gold