Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BJP નેતાએ ASI ને કહ્યું વર્દી ઉતારી નાખીશ, પછી ASI બન્યો સિંઘમ અને....

બીજેપી નેતા અને ASI Vinod mishra વચ્ચે ઉગ્ર બોલાચાલી ASI Vinod mishra ના મામલાને લઈ કાર્યવાહી હાથ ધરી આ સંપૂર્ણ ઘટના આશરે 7 મહિના પહેલાની છે ASI Vinod mishra Viral Video : મધ્ય પ્રદેશના સિંગરૌલી જિલ્લામાં એક Police Station...
bjp નેતાએ asi ને કહ્યું વર્દી ઉતારી નાખીશ  પછી asi બન્યો સિંઘમ અને
  • બીજેપી નેતા અને ASI Vinod mishra વચ્ચે ઉગ્ર બોલાચાલી
  • ASI Vinod mishra ના મામલાને લઈ કાર્યવાહી હાથ ધરી
  • આ સંપૂર્ણ ઘટના આશરે 7 મહિના પહેલાની છે

ASI Vinod mishra Viral Video : મધ્ય પ્રદેશના સિંગરૌલી જિલ્લામાં એક Police Station માંથી એક કથિત વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિય સહિત દરેક મીડિયા સંસ્થાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી રહ્યો છે. આ વીડિયમાં Police Station ની અંદર એક પોલીસ અધિકારી અને મ્યુનિસિપલ કાઉન્સિલ વચ્ચે મામલો ગરમ જોવા મળી રહ્યો છે. તે ઉપરાંત Police Station ની અંદર પોલીસ અધિકારીને ધમકી પણ મ્યુનિસિપલ કાઉન્સિલ દ્વારા આપવામાં આવે છે. ત્યારે ચલો જાણીએ કે આખરે સંપૂર્ણ મામલો શું હતો?

Advertisement

બીજેપી નેતા અને ASI Vinod mishra વચ્ચે ઉગ્ર બોલાચાલી

આશરે 7 મહિના પહેલા સિંગરૌલી જિલ્લામાં આવેલા કોતવાલી Police Station માં ગટર બનાવવા અંગે કોતવાલી Police Station ના ASI વિનોદ મિશ્રા અને સ્થાનિકો વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. ત્યારે આ વિવાદ અંતર્ગત સ્થાનિક લોકોના આગેવાનો સાથે ASI Vinod mishra અને મ્યુનિસિપલ કાઉન્સિલ સહિત બીજેપી નેતા કોતવાલી Police Station માં ભેગા થયા હતાં. ત્યારે કોતવાલી Police Station માં ગટરના મામલાનું નિરાકણ લાવવા પણ વાતચીત ચાલી રહી હતી. ત્યારે બીજેપી નેતા પાર્ષદ પતિ અર્જુના ગુપ્તા અને ASI Vinod mishra વચ્ચે બોલાચાલી થઈ હતી.

આ પણ વાંચો: Girlfriend ની બેવફાઈ ઝડપાઈ, Boyfriend અન્ય સાથે ફોટા જોઈને થયો સ્તબ્ધ

Advertisement

ASI Vinod mishra ના મામલાને લઈ કાર્યવાહી હાથ ધરી

Police Station માં ASI Vinod mishra સાથે ઉગ્ર બોલાચાલી થતાની સાથી બીજેપી નેતા પાર્ષદ પતિ અર્જુના ગુપ્તાએ ASI Vinod mishra ને કીધું કે, તમારી વર્દી ઉતારી નાખીશ. ત્યારે બાદ ASI Vinod mishra એ પોતાના પરથી કાબૂ ગુમાવ્યું હતું અને બધાની સામે પોતાની વર્દી ઉતારી નાખી હતી. ત્યારે આ સંપૂર્ણ ઘટના Police Station ના સ્થાનિક કેમેરામાં કેદ થઈ હતી. ત્યારે કોતવાલી Police Station ના એસપી નિવેદિતા ગુપ્તાએ ASI Vinod mishra ના મામલાને લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

આ સંપૂર્ણ ઘટના આશરે 7 મહિના પહેલાની છે

7 મહિના બાદ ફરી એકવાર આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અને આ વીડિયોને લઈ રાજકીય વાતાવરણ ગરમાયું છે. તો આ વીડિયો વિવિધ રાજનૈતિક પક્ષે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર પણ કર્યો છે. તો બીજી તરફ કોતવાલી Police Station નો આ વીડિયો કોના દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે. તે અંગે તજવીજ હાથ ધરવામાં આવી છે. જોકે આ સંપૂર્ણ ઘટના આશરે 7 મહિના પહેલાની છે. જે ફરી એકવાર વિવાદનો વેગ પકડી રહી છે.

આ પણ વાંચો: Kadambari Jethwani કોણ છે? જેને 3 IPS એ મળી 40 દિવસ માટે કેદ કરી!

Tags :
Advertisement

.