દુલ્હને જાનૈયાઓ માટે પ્રશ્નપત્ર તૈયાર કરાવ્યું, સાચો જવાબ આપનારને....
લગ્ન કંકોત્રી તરીકે મહેમાનો માટે પ્રશ્નપત્ર તૈયાર કરાયું
પશ્નપત્રમાં લગ્નને સંલગ્ન અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે
દુલ્હનના નામની સાચી જોડણીનો વિકલ્પ પસંદ કરવાનો
Wedding Invitation Card: આજના સમયગાળામાં યુગલો વિવિધ પ્રકારે લગ્નની તૈયારીઓ અને Wedding કરતા હોય છે. તેના અંતર્ગત યુગલ કોઈ ખાસ સ્થળ પર પોતાના પરિવાર સાથે Wedding કરે છે. તો કોઈ યુગલ હિમાલયના બરફીલા વિસ્તારમાં, તો કોઈ યુગલ સાગરની અંદર પાણીમાં લગ્ન કરે છે. તો આપણે એવા પણ કિસ્સાઓ સાંભળ્યા છે કે, જેમાં યુગલ વિમાનમાં જાનૈયા અને માંડવિયા એક વિમાનમાં ભેગા થઈને યુવક-યુવતીના Wedding કરાવે છે. પરંતુ આ વખતે એક અલદ કિસ્સો સામે આવ્યો છે.
લગ્ન કંકોત્રી તરીકે મહેમાનો માટે પ્રશ્નપત્ર તૈયાર કરાયું
આ લગ્નનો કિસ્સો Andhra Pradesh માંથી બહાર આવ્યો છે. Andhra Pradesh માં લગ્ન કરવા જઈ રહેલા એક યુગલે અનોખી રીતે Wedding માં સામેલ થવા માટે મહેમાનોને આમંત્રણ આપ્યું છે. આ અનોખી કરામત તેમણે મહેમાનોને આપવામાં આવતા આમંત્રણ પત્રમાં કરી છે. જોકે આમંત્રણ Wedding માં દુલ્હન તરફથી મહેમાનોને આપવામાં આવ્યું છે. ત્યારે આ મહિલા Andhra Pradesh માં આવેલા Penumantra Mandal જિલ્લાના Marteeru ગામમાં રહે છે.
આ પણ વાંચો: શૌચક્રિયા દરમિયાન પુરુષને ગુદા માર્ગે કરડ્યો સાપ, જુઓ Video
શ્નપત્રમાં લગ્નને સંલગ્ન અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે
આ મહિલાનું નામ Pratyusha છે. Pratyusha એ વ્યવસાયિક ધોરણે એક શિક્ષક છે. ત્યારે Pratyusha એ એક પ્રશ્નપત્ર તૈયાર કર્યું છે. તેને લગ્ન કંકોત્રી તરીકે બનાવવામાં આવ્યું છે. જેમાં અમુક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. તો આ લગ્ન કંકોત્રીનું નામ Narkedamilli's Wedding Invitation રાખવામાં આવ્યું છે. ત્યારે આ પ્રશ્નપત્રમાં Wedding ને સંલગ્ન અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. તો પ્રશ્નપત્રમાં નાના પ્રશ્નો, મોટા પ્રશ્નો, ખરા-ખોડા, જોડકાં જેવા વિવિધ પ્રકારના પ્રશ્નો તૈયાર કરવામાં આવ્યા છે.
દુલ્હનના નામની સાચી જોડણીનો વિકલ્પ પસંદ કરવાનો
ઉદાહરણ તરીકે Narkedamilli's Wedding Invitation ના પ્રશ્નપત્રમાં એક એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, જેમાં દુલ્હનના નામની સાચી જોડણીનો વિકલ્પ પસંદ કરવાનો છે. તે ઉપરાંત Narkedamilli's Wedding Invitation માં લગ્નનો સમય, વાર, તિથિ, સ્થળ, ભોજનનો સમય અને ભેટ જેવા પ્રશ્નોને પૂછવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ભરણપોષણ માટે લાખો માંગતા ન્યાયાધીશે અરજદાર અને વકીલને લગાવી ફટકાર