Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મેઘ કહેરમાં ભૂખ્યાને ભોજન પહોંચાડતા અમદાવાદી યુવાનો, જુઓ વીડિયો

વિસ્તારમાં આવેલા વાહનો સંપૂર્ણ પણે પાણીમાં ડૂબી ગયા છે કપરી સ્થિતિમાં Ahmedabad ના યુવાનની Food Delivery આ સરહાનીય કામ બદલ પુરસ્કાર એનાયત કરાશે Ahmedabad Zomato Viral Video : હાલમાં, દેશભરમાં ઈન્દ્ર દેવના પ્રકોપનો સામનો નાગરિકો કરી રહ્યા છે. દેશમાં...
મેઘ કહેરમાં ભૂખ્યાને ભોજન પહોંચાડતા અમદાવાદી યુવાનો  જુઓ વીડિયો
  • વિસ્તારમાં આવેલા વાહનો સંપૂર્ણ પણે પાણીમાં ડૂબી ગયા છે

  • કપરી સ્થિતિમાં Ahmedabad ના યુવાનની Food Delivery

  • આ સરહાનીય કામ બદલ પુરસ્કાર એનાયત કરાશે

Ahmedabad Zomato Viral Video : હાલમાં, દેશભરમાં ઈન્દ્ર દેવના પ્રકોપનો સામનો નાગરિકો કરી રહ્યા છે. દેશમાં મોટાભાગના વિસ્તારોમાં અનરાધાર વરસાદને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. દેશના અનેક રાજ્યો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તે ઉપરાંત આવા રાજ્યોમાં નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો અમુક પરિવારજનોના સ્વજનો પણ આ પૂરમાં લાપતા થયા છે. ત્યારે આ પરિસ્થિતિના પ્રતિબિંબ દેશાના બે મહત્વના રાજ્યો રહ્યા છે. તેમાં વાયનાડ અને Gujarat નો સમાવેશ થયા છે. Gujarat ના નાગરિકો પર મેઘરાજાનો કહેર વરસી રહ્યો છે.

Advertisement

વિસ્તારમાં આવેલા વાહનો સંપૂર્ણ પણે પાણીમાં ડૂબી ગયા છે

તો વરસાદ જેવી સ્થિતિમાં સામાન્ય નાગરિકો ઘર બહાર કામ વિના નીકળાવાનું ટાળે છે. ત્યારે તેઓ ઘરે બેઠા ખાવાનું મગાવવાનો ઉદ્દેશ રાખે છે. તે ઉપરાંત આ પ્રકારની સુવિધા Zomato અને Swiggy જેવી કંપનીઓ આપે છે. પરંતુ વિચારવા જેવી એ બબાત છે કે, પૂર જેવી ભયાવહ સ્થિતિમાં પણ લોકો આ પ્રકારની સુવિધા આપવા માટે કાર્યરત છે. તેમાં પણ Gujarat માં કામ કરતા યુવાનો આ મુહિમમાં પણ એકલવ્ય છે. Gujarat ના યુવાનો દરેક તોફાનમાં પોતાની ફરજ નિ:સંકોચ નિભાવે છે. તો Gujarat ના યુવાની બહાદુરી અને કર્મનિષ્ઠા ઉજાગર કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: Taxi Driver ને નજીવી ટક્કર બાબતે ગંભીર માર માર્યો, જુઓ વીડિયો

Advertisement

કપરી સ્થિતિમાં Ahmedabad ના યુવાનની Food Delivery

ત્યારે આ વીડિયો Ahmedabad ના એક વિસ્તારમાંથી વાયરલ કરવામાં આવ્યો છે. આ વીડિયો આશરે 16 સેકન્ડનો છે. આ વીડિયોમાં Ahmedabad માં ગોઠણ સમા પાણી ભરાયા હોવા છતાં, એક Ahmedabad ના યુવાન જે Zomato માં કામ કરે છે. તે નાગરિકોને Food Delivery કરી રહ્યો છે. તે ઉપરાંત જે વિસ્તારમાં Food Delivery માટે યુવાન આવેલો છે, તેની ભયાનક સ્થિતિ વીડિયોમાં જોઈ શકાય છે. આ વિસ્તારમાં આવેલા વાહનો સંપૂર્ણ પણે પાણીમાં ડૂબી ગયા છે. તેમ છતાં નીડરતાથી Ahmedabad ના યુવાન Food Delivery માટે આ વિસ્તારમાં રહેતા નાગરિક માટે આવે છે.

Advertisement

આ સરહાનીય કામ બદલ પુરસ્કાર એનાયત કરાશે

તો આ વીડિયો Vikunj Shah નામના વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે. તેણે પોતાના કેપ્શનમાં Food Delivery માટે આવેલા યુવાનને Zomato તરફથી પુરસ્કાર આપવા માટે અપીલ કરવામાં આવી છે. ત્યારે આવીડિયોનો પ્રત્યુત્તર આપતા Zomato ના સત્તાવાર અકાઉન્ટે પણ Vikunj Shah ને સૂચન કર્યું છે કે, તેઓ આ યુવાનનું નામ શોધીને તેની ID સત્તાવાર Zomato સુધી પહોંચાડે. તેને આ સરહાનીય કામ બદલ પુરસ્કાર એનાયત કરાશે.

આ પણ વાંચો: Kidnapper નીકળ્યો બાળકનો પિતા, જુઓ પિતા-બાળકનો ભાવૂક વીડિયો

Tags :
Advertisement

.