Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM Modi એ Aavati Kalay ગીતના ગાયકની કરી પ્રશંસા, જાણો તેના વિશે

Navdurga Utsav 2024 માં ભક્તિ અને ગ્લેમરને જોડે છે Purva Mantri ને તેના ચાહકોએ ધ શાહકલા ગર્લનું બિરુદ આપ્યું WOW એવોર્ડ્સમાં બેસ્ટ સિંગર અને પરફોર્મર એવોર્ડ મળ્યો Aavati Kalay Singer Purva Mantri : PM Narendra Modi એ સ્વતંત્ર ગાયક...
pm modi એ aavati kalay ગીતના ગાયકની કરી પ્રશંસા  જાણો તેના વિશે
  • Navdurga Utsav 2024 માં ભક્તિ અને ગ્લેમરને જોડે છે
  • Purva Mantri ને તેના ચાહકોએ ધ શાહકલા ગર્લનું બિરુદ આપ્યું
  • WOW એવોર્ડ્સમાં બેસ્ટ સિંગર અને પરફોર્મર એવોર્ડ મળ્યો

Aavati Kalay Singer Purva Mantri : PM Narendra Modi એ સ્વતંત્ર ગાયક અને પ્લેબેક સિંગર Purva Mantri નો આવતી કાલાયા નામનું ગરબા ગીત ગાવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. PM Modi એ Purva Mantri ને પ્રતિભાશાળી ઉભરતી Singer તરીકે ઓળખાવી અને કહ્યું કે તેમણે Navdurga Utsav 2024 ની વચ્ચે ખૂબ જ મધુરતાથી ગીત રજૂ કર્યું છે. તે ઉપરાંત PM Narendra Modi એ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર પણ આ ગીતને શેર કરી Singer ની પ્રશંસા વ્યક્ત કરી હતી.

Advertisement

Navdurga Utsav 2024 માં ભક્તિ અને ગ્લેમરને જોડે છે

ગુજરાતમાં ગુજરાતીઓ અને ગરબા વચ્ચે એક ખાસ સંબંધ રહેલો છે. જેના કારણે ગુજરાત અને ગરબાએ અવિભાજ્ય બની ગયા છે. જોકે PM Modi એ પોતે એક ગરબા ગીત લખ્યું હતું, જે Navdurga Utsav 2024 માં ભક્તિ અને ગ્લેમરને જોડે છે. Navdurga Utsav 2024 દરમિયાન ભારતભરના લોકો આવતી કલાયા અને અન્ય ગરબા ગીતો પર નૃત્ય કરતા હોવાથી Purva Mantriએ ગીત રજૂ કર્યું છે. Purva Mantri મુંબઈ સ્થિત ઈન્દોરમાં જન્મેલા પ્લેબેક સિંગર અને સ્વતંત્ર કલાકાર છે.

આ પણ વાંચો: Prabhas ની 500 કરોડ બજેટવાળી ફિલ્મમાં આ દિગ્ગજ અભિનેતાઓ રહેશે!

Advertisement

Purva Mantri ને તેના ચાહકોએ ધ શાહકલા ગર્લનું બિરુદ આપ્યું

તેણે અભ્યાસ માટે સુરતમાં પણ સમય પસાર કર્યો હતો. Purva Mantri એ સુરતમાં છેલ્લી Navdurga માં 25 કિલો વજનના પુનેરી ઢોલ સાથે તેના સ્ટેજ પરફોર્મન્સને એક નવા સ્તરે લઈ જવામાં આવ્યું હતું. તેણે અમેરિકામાં પણ પુનેરી ઢોલનું પ્રદર્શન કર્યું છે. Purva Mantri એ તેની સંગીત કારકિર્દીમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. તેણે કાલા શાહ કાલા, રાંઝણ વે, યારા વે, દિલરુબા, ચન્ના વે, બાંકે પટોળા અને ધ પાપા ગીત જેવા હિટ ગીતોથી પ્રેક્ષકોના દિલ જીતી લીધા છે. આ લોકપ્રિય ગીતો ઉપરાંત Purva Mantri એ તેના પોતાના મૂળ ગીતો પણ રજૂ કર્યા છે. જે તેની બહુમુખી પ્રતિભા દર્શાવે છે.

Advertisement

WOW એવોર્ડ્સમાં બેસ્ટ સિંગર અને પરફોર્મર એવોર્ડ મળ્યો

તાજેતરમાં Purva Mantri એ પ્રખ્યાત સંગીત નિર્દેશક જોડી સાજિદ-વાજિદ સાથે ડીજે બીન બજાડે પર સહયોગ કર્યો હતો. Purva Mantri એ પોતાની કારકિર્દીની શરુઆત ઈન્ડિયન પ્રો મ્યુઝિક લીગથી કરી હતી. તેણે મુંબઈ વોરિયર્સનું પ્રતિનિધિત્વ કરતી વખતે કેપ્ટન કૈલાશ ખેર અને શિલ્પા રાવ સાથે અદ્ભુત પ્રદર્શન કર્યું. Purva Mantri ને તેના ચાહકોએ ધ શાહકલા ગર્લનું બિરુદ આપ્યું છે. ઓગસ્ટ 2022 માં Purva Mantri ને WOW એવોર્ડ્સમાં બેસ્ટ સિંગર અને પરફોર્મર એવોર્ડ મળ્યો હતો. તેણે બપ્પી લાહિરી, સોનુ નિગમ, વિશાલ-શેખર, રાહત ફતેહ અલી ખાન અને મીટ બ્રધર્સ જેવા પ્રખ્યાત ગાયકો સાથે સ્ટેજ શેર કર્યો છે.

આ પણ વાંચો: Singham Again Trailer : 'બાજીરાવ'ની સીતાનું થયું હરણ, લેડી સિંઘમ બની ધૂમ મચાવશે દીપિકા પાદુકોણ

Tags :
Advertisement

.