Pakistan: એક વિદેશી મહેમાનને પાકિસ્તાનમાં ટ્રાન્સજેન્ડરનો સામનો થતાં કોમિક મોમેન્ટ ક્રિયેટ થઈ, વીડિયો થયો વાયરલ
- પાકિસ્તાન પ્રવાસ દરમિયાન વિદેશી નાગરિકને રમુજી અનુભવ થયો
- વિદેશી નાગરિક અને ટ્રાન્સજેન્ડર સાથેની મુલાકાતનો વીડિયો થયો વાયરલ
- બંને વચ્ચે થતી વાતચીતમાં કોમિંક ટાઈમિંગ કમાલના જોવા મળ્યા
પાકિસ્તાનઃ એક વિદેશી નાગરિક પાકિસ્તાનની ટૂર પર નીકળ્યો હતો. આ ટૂરિસ્ટ પાકિસ્તાનમાં રોડ પર ઘુમતો હતો ત્યારે તેણે ટ્રાન્સજેન્ડરનો ભેટો થઈ ગયો. બંને વચ્ચે થયેલ વાતચીતમાં કોમિક ટાઈમિંગ જોવા મળે છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. નેટિઝન્સ આ વીડિયો જોઈને રંગ બે રંગી કોમેન્ટ્સનો મારો પણ ચલાવી રહ્યા છે.
View this post on Instagram
ટ્રાન્સજેન્ડરે 500 રૂપિયા માંગ્યા
પાકિસ્તાનની ટૂર પર નીકળેલા વિદેશી નાગરિક પાસેથી ટ્રાન્સજેન્ડરે 500 રૂપિયાની માંગણી કરી હતી. આ ઘટના દરમિયાન બંને વચ્ચે રમુજી સંવાદ થાય છે. આ આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં વિદેશી નાગરિક પાસેથી ટ્રાન્સજેન્ડરે 500 રુપિયાની માંગણી કરી ત્યારે વિદેશી પર્યટકે રુપિયા આપવાની ના પાડી દીધી હતી.
આ પણ વાંચોઃ Viral Video : રેતીના ભયંકર તોફાનમાં ફસાયું જહાજ, વીડિયો જોઈ લોકોએ કહ્યું- આ છે કયામતનો દિવસ
100 રુપિયા આપવાની ઓફર
વિદેશી પર્યટક ટ્રાન્સજેન્ડરે 500 રૂપિયાની માંગણી કરતા ચોંકી ગયો હતો. તેણે કહ્યું કે હું તને 100 રુપિયા આપવાનો હતો પરંતુ તારી 500 રુપિયાની માંગણીથી હું ચોંકી ગયો છું હવે હું તને એક પણ રુપિયો આપીશ નહીં કારણ કે 500 રુપિયા બહુ વધારે છે. જો કે ત્યારે બાદ વિદેશી પર્યટકે પુછ્યુ કે, શું તું મસાજ પણ કરે છે? જેના જવાબમાં ટ્રાન્સજેન્ડરે ના કહ્યું. ત્યાર બાદ વિદેશી પર્યટકે ટ્રાન્સજેન્ડરનો હાથ પકડી લીધો હતો.
નેટિઝન્સની રંગબેરંગી કોમેન્ટ્સ
વિદેશી પર્યટક અને ટ્રાન્સજેન્ડર વચ્ચે પાકિસ્તાનમાં થયેલ રમુજી તકરારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયો પર નેટિઝન્સ રંગ બે રંગી કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, વિદેશી પર્યટકે ટ્રાન્સજેન્ડરનો હાથ સખત ગ્રીપથી પકડી લીધો છે. બીજા યુઝરે લખ્યું કે, પૈસા આપતી વખતે વીડિયો બનાવવાનો શું મતલબ હોઈ શકે છે? ત્રીજા એક યુઝરે તો વિદેશ પર્યટકને ઈજિપ્ત જવાની જ સલાહ આપી દીધી હતી. અન્ય એક યુઝરે ફની વેમાં લખ્યું કે, કંઈ પણ કહો પણ આ બંદો ક્યૂટ છે.
આ પણ વાંચોઃ Shocking News : ક્રિકેટના ઈતિહાસનો ચોંકાવનારો રેકોર્ડ! 1 બોલ પર બન્યા હતા 286 રન