Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Delhi Vada Pav Girl: ફેમસ વડાપાવ ગર્લ અને દિલ્હી પોલીસ વચ્ચે સરા-જાહેર ઘમાસાન!

Delhi Vada Pav Girl: સોશિયલ મીડિયા (Social Media) પર વડાપાવ ગર્લ (Vada Pav Girl) તરીકે પ્રખ્યાત મહિલા ચંદ્રિકા ગેરા દીક્ષિત ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. તાજેતરમાં તેના સાથે ઘટલે એક ઘટનાનો વીડિયો (Viral Video) સામે આવ્યો છે. ચાલો જાણીએ...
delhi vada pav girl  ફેમસ વડાપાવ ગર્લ અને દિલ્હી પોલીસ વચ્ચે સરા જાહેર ઘમાસાન

Delhi Vada Pav Girl: સોશિયલ મીડિયા (Social Media) પર વડાપાવ ગર્લ (Vada Pav Girl) તરીકે પ્રખ્યાત મહિલા ચંદ્રિકા ગેરા દીક્ષિત ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. તાજેતરમાં તેના સાથે ઘટલે એક ઘટનાનો વીડિયો (Viral Video) સામે આવ્યો છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો આગળ અહેવાલમાં.....

Advertisement

  • દિલ્હી પોલીસ અને વડા પાવ ગર્લ વચ્ચે સંઘર્ષ

  • ટ્રાફિકની સ્થિતિ, કાયદો અને વ્યવસ્થા બગડે છે

  • ચંદ્રિકાની ગાડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી

તાજેતરમાં સોશિયલ મીડિયા (Social Media) પર વડાપાવ ગર્લ (Vada Pav Girl) તરીકે ફેમસ મહિલા ચંદ્રિકા ગેરા દીક્ષિતનો એક વીડિયો સામે (Viral Video) આવ્યો છે. હાલમાં, દિલ્હી પોલીસે (Delhi Police) વડાપાવ ગર્લ (Vada Pav Girl) ચંદ્રિકાની ધરપકડ કરી છે. ચંદ્રિકા ગેરા દીક્ષિત ઉર્ફે 'વડાપાવ ગર્લ' (Vada Pav Girl) છેલ્લા કેટલાક મહિનાઓથી આઉટર દિલ્હીના મંગોલપુરી વિસ્તારમાં પોતાનો વડાપાવ (Vada Pav Girl)નો સ્ટોલ લગાવી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી તે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય છે.

આ પણ વાંચો: દુષ્કર્મ કેસના આરોપમાં Revanna ની પોલીસે કરી અટકાયત

Advertisement

ટ્રાફિકની સ્થિતિ, કાયદો અને વ્યવસ્થા બગડે છે

દિલ્હી પોલીસે આ સમાચારને બિલકુલ ખોટા કહ્યા છે. વડાપાવ ગર્લ (Vada Pav Girl) ચંદ્રિકાની ધરપકડ કરવામાં આવી નથી. વાયરલ વીડિયો (Viral Video) માં કેટલાક લેડી કોન્સ્ટેબલ ચંદ્રિકાને ઉપાડી જતા જોવા મળે છે. આ વીડિયો (Viral Video) થોડા દિવસ જૂનો હોવાનું કહેવાય છે. ચંદ્રિકા MCD ની પરવાનગી વગર પોતાનો સ્ટોલ લગાવે છે. કેટલાક ફૂડ બ્લોગર્સ અને યુટ્યુબર્સ તેને સપોર્ટ કરે છે અને તે ઈન્સ્ટાગ્રામ પર 'વડા પાવ ગર્લ' (Vada Pav Girl)નામથી વાયરલ થઈ છે. તેથી તેની દુકાન પર ઘણી ભીડ જોવા મળે છે. તેને કારણે ટ્રાફિકની સ્થિતિ, કાયદો અને વ્યવસ્થા બગડે છે. 

Advertisement

આ પણ વાંચો: Jammu & Kashmir : પુંછમાં એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, અનેક સૈનિકો ઘાયલ થવાની આશંકા

ચંદ્રિકાની ગાડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી

થોડા દિવસો પહેલા MCDની પરવાનગી વિના (Vada Pav Girl) રોડ પર ભંડારાનું આયોજન કર્યું હતું. જેના કારણે રસ્તા પર ભારે ટ્રાફિક જામ થયો હતો. લોકોએ આ અંગે MCD ને ફરિયાદ કરી હતી. જ્યારે MCD ના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે તેમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી. જોકે ફરિયાદના આધારે ચંદ્રિકાની ગાડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. વાયરલ વીડિયો તે સમયનો હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો: “અલ્લાહ કે બંદે હસદે, જો ભી હો મોદી આયેગા” BJP એ કોંગ્રેસ પર હુમલો કરતાં બનાવ્યું સોંગ

Tags :
Advertisement

.