ભારત-પાકિસ્તાન મેચમાં કોની જીતની સંભાવના છે વધારે, જાણીને ચોંકી જશો
T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 202) ટૂર્નામેન્ટ માટે હવે 12 ટીમો ફાઈનલ થઇ ગઇ છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, T20 વર્લ્ડ કપ બે વખત જીતનારી વેસ્ટ ઈન્ડિઝની ટીમ ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાઇ પણ ન થઇ શકી. જોકે, ક્રિકેટ ફેન્સ હવે આવતીકાલે (રવિવાર) થનારી ભારત અને પાકિસ્તાન (IND vs PAK) ની મેચની રાહ જોઇ રહ્યા છે. વરસાદની સંભાવનાભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચે 23 ઓક્ટોબરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) પર મેચ રમાવાની છે.
04:26 AM Oct 22, 2022 IST
|
Vipul Pandya
T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 202) ટૂર્નામેન્ટ માટે હવે 12 ટીમો ફાઈનલ થઇ ગઇ છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, T20 વર્લ્ડ કપ બે વખત જીતનારી વેસ્ટ ઈન્ડિઝની ટીમ ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાઇ પણ ન થઇ શકી. જોકે, ક્રિકેટ ફેન્સ હવે આવતીકાલે (રવિવાર) થનારી ભારત અને પાકિસ્તાન (IND vs PAK) ની મેચની રાહ જોઇ રહ્યા છે.
વરસાદની સંભાવના
ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચે 23 ઓક્ટોબરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) પર મેચ રમાવાની છે. એવી ધારણા છે કે વરસાદના કારણે મેચમાં વિક્ષેપ પડી શકે છે. વળી આ મેચ અંગે ક્રિકેટ ફેન્સથી લઇને સત્તાબજારમાં ટીમ ઈન્ડિયાની જીત થશે તેની પૂરી સંભાવનાઓ છે. પરંતુ એક બીજી સંભાવના પણ છે. તમે વિચારતા હશો કે બીજી સંભાવના કઇ હોઇ શકે. તો અમે તમને જણાવી દઇએ કે, આ મેચમાં વરસાદ પડવાની પૂરી સંભાવનાઓ વર્તાઇ રહી છે.
આ મેચમાં ભારત કે પાકિસ્તાનની ટીમ નહીં પણ વરસાદની જીત થાય તેવી સંભાવના છે. વિશ્વભરના પ્રશંસકોની બ્લોકબસ્ટર મેચને જોવાની મજામાં ભંગ પડી શકે છે, કારણ કે આ મેચમાં વરસાદની પૂરી સંભાવના છે. મળી રહેલી માહિતી અનુસાર, મેચના દિવસે તાપમાન દિવસ દરમિયાન 18ºC અને રાત્રે 13ºC રહેશે. વરસાદની સંભાવના 80-100% છે. ભેજ 82-87% ની વચ્ચે રહેશે. પવન 15 થી 25 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલશે.
એક આ સંભાવના પણ છે
એક રિપોર્ટ અનુસાર 22 ઓક્ટોબરે એટલે કે આજે મેલબોર્નમાં તડકો છે અને 23 ઓક્ટોબરે યોજાનારી મેચ પર વરસાદની અસર ઓછી થઈ છે. ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવામાન હજુ પણ વાદળછાયું છે, પરંતુ વરસાદની શક્યતાઓ ઘણી હદે ઘટી ગઈ છે. મળી રહેલી માહિતી અનુસાર હજુ પણ 65 ટકા વરસાદની સંભાવના છે, જે અગાઉ 90 ટકા હતી.
આજે AUS vs NZ ની રમાશે મેચ
T20 વર્લ્ડ કપ (T20 World Cup)ના સુપર 12 રાઉન્ડની મેચો આજથી એટલે કે શનિવારથી શરૂ થવા જઈ રહી છે. પ્રથમ મેચમાં યજમાન ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ (AUS vs NZ) વચ્ચે મેચ રમાશે. આ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. એવા અહેવાલો હતા કે વરસાદને કારણે મેચમાં વિક્ષેપ પડી શકે છે. પરંતુ હાલમાં મળી રહેલી માહિતી અનુસાર, સિડનીમાં હવામાન સાફ છે અને વરસાદની સંભાવના ઘણી ઓછી છે.
ભારત-પાકિસ્તાન મેચને લઇને સટ્ટા બજારમાં ગરમાવો
23 ઓક્ટોમ્બરના રોજ ભારત-પાકિસ્તાન (IND vs PAK) વચ્ચે T20 મુલાબલો થવાનો છે. ત્યારે સટ્ટા બજારમાં ગરમાવો આવી ગયો છે. સટ્ટા બજારમાં ભારતની ટીમ પાકિસ્તાન કરતા હોટ ફેવરિટ છે. જોકે, બુકી બજારમાં ભારતનો 76 પૈસા, પાકિસ્તાનનો 1.60 ભાવ બોલાઈ રહ્યો છે. મહત્વનું છે કે સૌરાષ્ટ્રમાં 150 કરોડનો સટ્ટો બુકીઓ દ્વારા રમાય એવો અંદાજ લાગી રહ્યો છે અને સમગ્ર ગુજરાતમાં જોવા જઈએ તો અંદાજે 500થી 600 કરોડનો સટ્ટો બુકીઓ દ્વારા રમાય તેવું લાગી રહ્યું છે
સટ્ટા બજારમાં ભારતની ટીમ પાકિસ્તાન કરતા હોટ ફેવરિટ
જાણકારો અનુસાર બુકીઓ દ્વારા દર વખતે ભારત-પાકિસ્તાન (IND vs PAK) વચ્ચેના મેચમાં અન્ય મેચો કરતા વધુ સટ્ટો રમાય છે. આ મેચમાં પણ ધુમ સટ્ટો રમાશે. એકલા સૌરાષ્ટ્રમાં 150 કરોડનો સટ્ટો બુકીઓ દ્વારા રમાય એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. જેમાં આ મેચમાં મોટા ભાગના સટોરિયાઓ ભારતની ટીમ ઉપર દાવ લગાડશે. જો ખેલાડીઓની વાત કરી તો ભારતના વિરાટ કોહલી અને રોહિત શર્મા પર સૌથી વધુ સટ્ટો લાગી શકે છે. આ બંને ખેલાડીઓ કેટલા રન કરે તેની ઉપર સટોરિયાઓ દાવ લગાડી શકે તેવો પણ એક અંદાજ છે. જયારે પાકિસ્તાનની ટીમના ખેલાડીઓ બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન પર સૌથી વધુ સટ્ટો રમાશે.
5 ઓવરની મેચ માટે ઓછામાં ઓછો એક કલાક જરૂરી છે
પૂર્વ ક્રિકેટર પંકજ સિંહના જણાવ્યા અનુસાર, વરસાદની સ્થિતિમાં જો ટોસ બાદ મેચમાં 45 મિનિટથી એક કલાક બાકી હોય તો 5 ઓવરની મેચ થઈ શકે છે. બંને ટીમોને 10 ઓવર માટે ઓછામાં ઓછા 40 થી 45 મિનિટની જરૂર છે. વિરામ માટે જરૂરી ન્યૂનતમ ચેન્જઓવર સમય 10 મિનિટ છે, તેથી ટોસ પછી, 5-5 ઓવરની મેચ કરવા માટે કુલ 1 કલાકની જરૂર હોય છે.
પિચ કેવી છે?
મેલબોર્નમાં રમાયેલી 15 T20 મેચોમાં યજમાન ઓસ્ટ્રેલિયાએ 9મા જીત મેળવી છે અને 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. એક મેચનું પરિણામ આવ્યું ન હતું. ભારતે MCG ખાતે 4 T20 મેચ રમી છે જેમાંથી 2 જીતી છે અને 1 હારી છે. પાકિસ્તાને MCGમા 1 મેચ રમી છે અને તે હાર્યું છે. મેલબોર્નની પિચ ઘણી વખત બેટ અને બોલ વચ્ચે સારું સંતુલન આપે છે. ઝડપી બોલરો અહીં શરૂઆતના તબક્કામાં સારો ઉછાળો મેળવી શકે છે, પરંતુ સ્પિનરો આ મેદાન પર ઓછી ભૂમિકા ભજવી શકે છે. ઑક્ટોબર-નવેમ્બરમાં મેલબોર્નનું હવામાન જાન્યુઆરી કરતાં ઠંડું હોય છે, તાપમાનનું સ્તર 9 થી 19 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે હોય છે અને હવાનું સ્તર સારું હોય છે.
2021મા ચૂક્યા, 2022મા સપનું થશે પૂરું
વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઈન્ડયા 2021ના વર્લ્ડ કપની સેમીફાઈનલમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી હતી. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પોતાની શરૂઆતની બે મેચો ગુમાવી દીધી હતી. ત્યારબાદ વાપસી કરવું મુશ્કેલ બની ગયું હતું. આવું પહેલીવાર બન્યું હતું કે જ્યારે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામે વર્લ્ડ કપમાં કોઈ મેચ હાર્યું હોય. જોકે, હવે વિરાટ કોહલી કેપ્ટનશીપ પદેથી રાજીનામું આપી ચૂક્યો છે અને T20, વનડે ફોર્મેટમાં ભારતીય ટીમની કમાન રોહિત શર્માના હાથમાં છે. આવામાં રોહિત શર્મા ઉપર જ ICC T20 વર્લ્ડ કપ 2022મા ભારતીય ટીમની નૈયા પાર લગાવવાની જવાબદારી છે.
Next Article