Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કુસ્તીબાજોનું આંદોલન પૂર્ણ, WFI ચીફ સામે આરોપોની થશે તપાસ

દિલ્હીના જંતર-મંતર પર કુસ્તીબાજો (Wrestlers)નું ચાલી રહેલું પ્રદર્શન સમાપ્ત થઈ ગયું છે. મોડી રાત સુધી રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર (Anurag Thakur) અને કુસ્તીબાજો વચ્ચે બેઠક ચાલી હતી. જે બાદ કુસ્તીબાજોએ તેમનું પ્રદર્શન સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. આ સાથે એક કમિટીની જાહેરાત કરવામાં આવી છે જે 4 અઠવાડિયામાં પોતાનો રિપોર્ટ આપશે. જ્યાં સુધી તપાસ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી કુસ્તી સંઘનું કામ પણ સમિતિ દà«
કુસ્તીબાજોનું આંદોલન પૂર્ણ  wfi ચીફ સામે આરોપોની થશે તપાસ
દિલ્હીના જંતર-મંતર પર કુસ્તીબાજો (Wrestlers)નું ચાલી રહેલું પ્રદર્શન સમાપ્ત થઈ ગયું છે. મોડી રાત સુધી રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર (Anurag Thakur) અને કુસ્તીબાજો વચ્ચે બેઠક ચાલી હતી. જે બાદ કુસ્તીબાજોએ તેમનું પ્રદર્શન સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. આ સાથે એક કમિટીની જાહેરાત કરવામાં આવી છે જે 4 અઠવાડિયામાં પોતાનો રિપોર્ટ આપશે. જ્યાં સુધી તપાસ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી કુસ્તી સંઘનું કામ પણ સમિતિ દ્વારા જોવામાં આવશે. રેસલિંગ એસોસિએશનના વર્તમાન પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી એસોસિએશનના કામથી દૂર રહેશે અને તપાસમાં સહકાર આપશે.
બીજા રાઉન્ડમાં મડાગાંઠ ઉકેલાઈ ગયા પછી હડતાલ સમાપ્ત કરવાનો નિર્ણય
કુસ્તીબાજોની ફરિયાદોના નિરાકરણ માટેના પ્રથમ પગલામાં રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહને અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા છે. વિનેશ ફોગાટ, બંજરાગ પુનિયા, સાક્ષી મલિક અને રવિ દહિયા સહિતના અન્ય કુસ્તીબાજોએ કેન્દ્રીય રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુર સાથેની વાતચીતના બીજા રાઉન્ડમાં મડાગાંઠ ઉકેલાઈ ગયા પછી તેમની હડતાલ સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો.  ઉલ્લેખનિય છે કે કુસ્તીબાજોએ ભારતીય રેસલિંગ ફેડરેશન અને તેના પ્રમુખ પર યૌન ઉત્પીડન અને ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો.

મોનિટરિંગ કમિટીના સભ્યોની આજે જાહેરાત કરવામાં આવશે
કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે મેરેથોન બેઠક બાદ કહ્યું, “એક મોનિટરિંગ કમિટી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેના નામની જાહેરાત આજે જ કરવામાં આવશે. આ સમિતિ ચાર અઠવાડિયામાં તપાસ પૂરી કરશે. આ સમિતિ WFI અને તેના પ્રમુખ સામેના નાણાકીય અથવા જાતીય સતામણીના તમામ આરોપોની ગંભીરતાથી તપાસ કરશે.
બ્રિજ ભૂષણ તપાસ સુધી અધ્યક્ષ પદથી દૂર રહેશે
અનુરાગ ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે, "તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી, તેઓ (સિંઘ) પ્રમુખ પદની જવાબદારીઓથી દૂર રહેશે અને તપાસમાં સહકાર આપશે, જ્યારે દેખરેખ સમિતિ  WFI ના રોજિંદા કામની દેખરેખ કરશે. ."
રમત મંત્રીએ અમારી માંગણીઓ સાંભળી, વિરોધ પાછો ખેંચ્યો - પુનિયા
 કેન્દ્રીય રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુર સાથે મોડી રાત્રે મેરેથોન બેઠક પછી, કુસ્તીબાજ બજરંગ પુનિયાએ કહ્યું, “રમત પ્રધાને અમારી માંગણીઓ સાંભળી અને યોગ્ય તપાસનું આશ્વાસન આપ્યું. હું તેમનો આભાર માનું છું અને અમે આશા રાખીએ છીએ કે આ મામલામાં નિષ્પક્ષ તપાસ થશે, તેથી હાલ માટે અમે વિરોધ પાછો ખેંચી રહ્યા છીએ.
ભારતીય ઓલિમ્પિક સંઘે પણ એક સમિતિની રચના કરી હતી
આ પહેલા શુક્રવારે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન દ્વારા ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ પર લાગેલા યૌન શોષણના આરોપોની તપાસ માટે સાત સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિના સભ્યોમાં મેરી કોમ, યોગેશ્વર દત્ત, ડોલા બેનર્જી, અલકનંદા અશોક, સહદેવ યાદવ અને બે વકીલોનો સમાવેશ થાય છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડા
Advertisement
Tags :
Advertisement

.