Surat માં વરાછાની ડાયમંડ કંપનીમાં કર્મચારીઓનો હોબાળો
સુરતમાં વરાછાની ડાયમંડ કંપનીમાં કર્મચારીઓએ જોરદાર હોબાળો મચાવ્યો હતો. સેલેરી અને બોનસને લઈને કર્મચારીઓ દ્વારા ઊગ્ર વિરોધ નોંઘાવવામાં આવ્યો હતો. દિવાળીનાં લાભ આપવાની ના પાડતા કર્મચારીઓએ આ વિરોધ દાખવ્યો હતો. વિરોધ ઉગ્ર બનતા કંપનીએ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. સિક્યુરિટી જવાને બંધક બનાવ્યાનો રત્ન કલાકારનો આરોપ લગાવ્યો છે.