નરોડામાં બંધ મકાનમાંથી મહિલાની લાશ મળી, પીએમ રિપોર્ટમાં હત્યાનો ખુલાસો
અમદાવાદના નરોડા વિસ્તારમાં રહસ્યમય હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ અંગે પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે મહિલાના મૃત્યુના બે અઠવાડિયા બાદ તેની જાણ થવા પામી છે. જો મકાન માલિક ના આવ્યા હોત, તો હજુ પણ મહિલાના મોત અંગે કોઇને જાણ ના થાત. નરોડા વિસ્તારમાં ફ્લેટ ધરાવતા અને અમરેલીમાં રહેતા મકાન માલિક જ્યારે અમદાવાદ પોતાના ફ્લેટ પર આવ્યા ત્યારે આ à
12:08 PM Mar 01, 2022 IST
|
Vipul Pandya
અમદાવાદના નરોડા વિસ્તારમાં રહસ્યમય હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ અંગે પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે મહિલાના મૃત્યુના બે અઠવાડિયા બાદ તેની જાણ થવા પામી છે. જો મકાન માલિક ના આવ્યા હોત, તો હજુ પણ મહિલાના મોત અંગે કોઇને જાણ ના થાત. નરોડા વિસ્તારમાં ફ્લેટ ધરાવતા અને અમરેલીમાં રહેતા મકાન માલિક જ્યારે અમદાવાદ પોતાના ફ્લેટ પર આવ્યા ત્યારે આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. મકાનમાંથી તેમને મહિલા ભાડુાતની લાશ મળી હતી. ત્યારબાદ આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
નરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ એસ. એમ. ઠાકોરે આ અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે નરોડા વિસ્તારમાં દેવનન્દન સંકલ્પ સીટીના એક ફેલ્ટમાંથી મહિલાની લાશ મળી આવી છે. પોલીસને એક ફોન વડે આ ઘટનાની જાણ કરવામાં આઆવી હતી. જે વ્યક્તિએ પોલીસને ફોન કર્યો તેણે જણાવ્યું હતું કે તેના મિત્રના ફ્લેટમાંથી એક મહિલાની લાશ મળી આવી છે. જેથી પોલીસે તે ફ્લેટના મકાન માલિક મહેશ જોશીની પૂછપરછ કરી હતી.
મકાન માલિકે જણાવ્યું કે તેમણે બે વર્ષ પહેલા દેવાનન્દ સંકલ્પ સિટીમાં ફ્લેટ ખરીદ્યો હતો. આ મકાન તેમણે મૂળ ખેડાના વતની કૈલાશબેન ચૌહાણને ભાડેથી આપ્યું હતું. જો કે છેલ્લા 16 દિવસથી તેઓ ભાડુઆત કૈલાસબેનને ફોન કરતા હતા, પરંતુ ફોન બંધ આવતો હતો. જેથી તેમને લાગ્યું કે તેઓ મકાન ખાલી કરીને જતા રહ્યા હશે. જેથી તેઓ અમરેલીથી અમદાવાદ આવ્યા અને પોતાના ફ્લેટ પર પહોંચ્યા તો ત્યાં બહારથી તાળુ મારેલું હતું. બાદમાં તેઓ તાળુ તોડીને અંદર ગયા તો બેડ પર ફુલેલી હાલતમાં મહિલા ભાડુઆતની લાશ પડી હતી. જેથી તેમણે પોલીસને જાણ કરી હતી.
લાશ ફુલી ગઇ હતી અને હાથ પગની ચામડી પણ ફાટી ગઇ હતી. ઉપરાંત ચહેરો પણ છુંદાયેલી હાલતમાં હતો. પોલીસે આવીને આ લાશને પોસ્ટમાર્ટમ માટે મોકલી હતી. જેમાં એવો ખુલાસો થયો છે કે અનેક વખત મહિલાને ઇજા પહોંચાડતા તેને હેમરેજ થયું હતું. જેના કારણે તેનું મોત નિપજ્યું છે. નરોડા પોલીસે આ અંગે મહિલાના પરિવારજનોને જાણ કરી હતી. જો કે પરિવારજનોએ મહિલા સાથે કોઇ સંબંધ ના હોવાના કારણે ફરિયાદ કરવાનો તથા નિવેદન આપવાનો ઇનકાર કર્યો હતો. જેથી નરોડા પોલીસે જાતે ફરયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
Next Article