કેન્દ્રિય બજેટમાં હીરા ઉદ્યોગ સાથે જોડાયેલી આ જાહેરાતથી, હીરા ઉદ્યોગનો ઉત્સાહ સાતમા આસમાને
કેન્દ્રીય બજેટમાં હીરા ઉદ્યોગને પ્રોત્સાહન આપતી જાહેરાતથી ઉદ્યોગકારોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. લેબગ્રોન ડાયમંડ પર ડ્યુટી ઘટાડવામાં આવતાં સુરતના હીરા ઉદ્યોગકારોમાં ઉત્સાહ વ્યાપી ગયો છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટમાં હીરા ઉદ્યોગ માટે મોટી જાહેરાત કરવામાં આવતાં હીરા ઉદ્યોગકારોનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચી ગયો હોàª
09:04 AM Feb 02, 2023 IST
|
Vipul Pandya
કેન્દ્રીય બજેટમાં હીરા ઉદ્યોગને પ્રોત્સાહન આપતી જાહેરાતથી ઉદ્યોગકારોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. લેબગ્રોન ડાયમંડ પર ડ્યુટી ઘટાડવામાં આવતાં સુરતના હીરા ઉદ્યોગકારોમાં ઉત્સાહ વ્યાપી ગયો છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટમાં હીરા ઉદ્યોગ માટે મોટી જાહેરાત કરવામાં આવતાં હીરા ઉદ્યોગકારોનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચી ગયો હોવાનું હીરા ઉદ્યોગકારો જણાવી રહ્યા છે.
લેબગ્રોન ડાયમંડ પર ડ્યુટી ઘટાડવાની બજેટમાં થઇ છે જાહેરાત
હીરા ઉદ્યોગ માટે આર્શિવાદ રૂપ લેબગ્રોન ડાયમંડ પર ડ્યુટી ઘટાડવામાં આવતાં સુરતના હીરા ઉદ્યોગકારોએ આ જાહેરાતને વધાવી લીધી છે.બીજી તરફ સુરતને ડાયમંડ હબ તરીકે દેશને પ્રસ્થાપિત કરવાના ઉદેશ્ય સાથે જ કેન્દ્રીય બજેટમાં આ અંગે વધુ રિસર્ચ માટે ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વિશેષજ્ઞોની નિમણૂંક કરવા અંગેનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.
હીરા ઉદ્યોગકારોએ બજેટને વધાવી લીધુ
ગઈ કાલે સુરતમાં કેન્દ્રીય બજેટનું વિશ્લેષણ કરવા માટે એકઠા થયેલા ઉદ્યોગકારોએ કેન્દ્રીય બજેટને વધાવી લીધું .તેમણે કહ્યું હતું કે આ બજેટ ઉદ્યો લક્ષી બજેટ છે.ખેડૂતલક્ષી બજેટ છે સામાન્ય માણસ ને રોજી રોટીમાં વધારો કરવાનું બજેટ જાહેર થયું છે.આવનારા દિવસોમાં હીરા ઉદ્યોગ વિશ્વભરમાં સુરતને ઊંચાઈએ લઈ જશે.વેપારને વેગ મળશે, નાનામાં નાના વેપારી ને રોજી રોટી મળી રહેશે.જેના માટે સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ..
લેબગ્રોન ડાયમંડનું કુલ એક્સપોર્ટ ૪૧૩૬ કરોડને પાર
જો કે કોરોના મહામારી દરમ્યાન સુરતનું ડાયમંડ ઉદ્યોગ ચિંતામાં મુકાયું હતું,એક્સપોર્ટ કરવાના તમામ રસ્તા બંધ થઈ ગયા હતા તે સમયે કોઈ વિચાયું પણ ન હતું એ રીતેલેબગ્રોન ડાયમંડ આર્શિવાદ રૂપ સાબિત થયો,અને ત્યાર બાદ ફરી થી હીરા ઉદ્યોગે વેગ પક્ડયો હતો જે સિલસિલો હજુ પણ યથાવત છે..હાલ ની વાત કરીએ તો લંબગોન ડાયમંડ ઉદ્યોગ દિવસે ને દિવસે નવી ઊંચાઈ એ પહોંચી રહ્યો છે. ત્યારે કેન્દ્રીય બજેટમાં લેબગ્રોન ડાયમંડ સંદર્ભે વધુ રિસર્ચ માટે આઈઆઈટી સંસ્થાની નિમણૂક કરવા અંગે જાહેરાત કરવામાં આવી અને છેલ્લા ચાર વર્ષમાં લેબગ્રોન ડાયમંડના વિકાસ પર ધ્યાન આપવાનું નકકી કરાયું . એક તબક્કે ૨૦૧૭- ૧૮માં લેબગ્રોન ડાયમંડનું કુલ એક્સપોર્ટ માત્ર ૧૪૦૪ કરોડ રૂપિયા હતું જે આજે વધીને ૪૧૩૬ કરોડને આંબી ગયું છે. હાલ સુરત શહેરમાં ૨૫૦૦ જેટલા લેબગ્રોન ડાયમંડ નો વેપાર થાય છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article