Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બેંકમાં લોકરને લઇને નવા નિયમોથી, લોકર માલિકો મુશ્કેલીમાં

1 જાન્યુઆરીથી બેન્ક લોકર સંબંધિત નિયમો બદલાયા છે. દરેક લોકરધારક પાસેથી રૂ.300ના સ્ટેમ્પ પેપર ઉપર એગ્રીમેન્ટ અથવા બેંક દ્વારા નક્કી કરાયેલા એક ફોર્મ પર રૂ.300નું ફ્રેન્કિંગ કરવાનું ફરજિયાત બનાવાયું હોવાથી લોકરધારકો પર એક નવો બોજો આવી પડ્યો છે.. વાત કરીએ કચ્છની તો.. કચ્છમાં 25 હજાર લોકરધારકોને આ નવા નિયમની અસર થશે. કચ્છમાં 25 હજાર લોકરધારકો છે વર્ષોથી બેંકને પોતાના તમામ આધાર પૂરાવા આપીàª
બેંકમાં  લોકરને લઇને નવા નિયમોથી  લોકર માલિકો મુશ્કેલીમાં
1 જાન્યુઆરીથી બેન્ક લોકર સંબંધિત નિયમો બદલાયા છે. દરેક લોકરધારક પાસેથી રૂ.300ના સ્ટેમ્પ પેપર ઉપર એગ્રીમેન્ટ અથવા બેંક દ્વારા નક્કી કરાયેલા એક ફોર્મ પર રૂ.300નું ફ્રેન્કિંગ કરવાનું ફરજિયાત બનાવાયું હોવાથી લોકરધારકો પર એક નવો બોજો આવી પડ્યો છે.. વાત કરીએ કચ્છની તો.. કચ્છમાં 25 હજાર લોકરધારકોને આ નવા નિયમની અસર થશે. 
કચ્છમાં 25 હજાર લોકરધારકો છે 
વર્ષોથી બેંકને પોતાના તમામ આધાર પૂરાવા આપીને ખાતું ખોલાવ્યા બાદ બેંક દ્વારા લોકરની સાઇઝ પ્રમાણે દર વર્ષે ભાડું વસૂલવામાં આવે છે, છતાં આ પ્રકારના નવા કરારખત માટે રૂ. 300નો ખર્ચ અને એટલું ઓછુ હોય તેમ હાલાકી ભોગવવાનો વારો આવશે. કેટલાક ગ્રાહકોએ  જણાવ્યું હતું કે, આ 25 હજાર ગ્રાહકમાંથી મોટા ભાગના વરિષ્ઠ નાગરિકો છે, કેમ કે પોતાના ઘરે જોખમ રાખી નથી શકતા એટલે લોકરને સલામત માને છે. જાણકાર ગ્રાહકોએ તો હિસાબ આપતા જણાવ્યું હતું કે, કચ્છમાં 25 હજાર ગ્રાહક છે જો પ્રત્યેક પાસેથી રૂા. 300 ખંખેરવાથી રૂા. 75 લાખ રૂપિયા કચ્છીઓના ખર્ચાઇ જશે. 
આ સંજોગોમાં બેંકો લોકર ખોલી શકશે 
RBIના નવા નિર્દેશ મુજબ બેંકોને નિર્દેશ આપવામાં આવ્યો છે કે જો લાંબા સમયથી લોકર ખોલવામાં આવ્યું નથી તો બેંકો તેને ખોલી શકે છે. જો ગ્રાહક નિયમિતપણે લોકરને ચૂકવતો હોય તો પણ જો લોકર લાંબા સમયથી ખોલવામાં ન આવ્યું હોય તો તેને બેંક દ્વારા ખોલી શકાય છે.
પારદર્શિતા સુનિશ્ચિત કરવા નિર્દેશ 
આરબીઆઈએ બેન્કોને લોકર ફાળવણીમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. નવા નિયમ મુજબ બેન્કોની શાખા મુજબ લોકર ફાળવણીની માહિતી અને બેન્કોની વેઇટિંગ લિસ્ટ કોર બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવામાં આવશે. માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે બેન્કોએ લોકર ફાળવણીની તમામ અરજીઓ માટે સ્વીકૃતિ આપવી પડશે. જો લોકર ફાળવણી માટે ઉપલબ્ધ ન હોય તો બેંકોએ ગ્રાહકોને વેઈટિંગ લિસ્ટ નંબર આપવો પડશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.