Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દક્ષિણ આફ્રિકાની હાર સાથે જ પોઈન્ટ ટેબલમાં થયો ફેરફાર, પાકિસ્તાનની સેમીફાઈનલની આશા જીવંત

પાકિસ્તાને ગુરુવારે T20 વર્લ્ડ કપ (T20 World Cup) માં દક્ષિણ આફ્રિકા (South Africa) સામે 33 રને શાનદાર જીત નોંધાવી હતી. વરસાદના કારણે મેચમાં વિક્ષેપ પડ્યો અને લક્ષ્યાંક 14 ઓવરમાં 142 રન થઈ ગયો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમ 9 વિકેટે 108 રન જ બનાવી શકી અને 33 રનથી મેચ હારી ગઈ. આ સાથે જ ગ્રુપ 2ના પોઈન્ટ ટેબલમાં ફેરફાર થયો છે. દક્ષિણ આફ્રિકાની ટૂર્નામેન્ટમાં પ્રથમ હારT20 વર્લ્ડ કપની 36મી મેચમાં પાકિસ્
03:53 AM Nov 04, 2022 IST | Vipul Pandya
પાકિસ્તાને ગુરુવારે T20 વર્લ્ડ કપ (T20 World Cup) માં દક્ષિણ આફ્રિકા (South Africa) સામે 33 રને શાનદાર જીત નોંધાવી હતી. વરસાદના કારણે મેચમાં વિક્ષેપ પડ્યો અને લક્ષ્યાંક 14 ઓવરમાં 142 રન થઈ ગયો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમ 9 વિકેટે 108 રન જ બનાવી શકી અને 33 રનથી મેચ હારી ગઈ. આ સાથે જ ગ્રુપ 2ના પોઈન્ટ ટેબલમાં ફેરફાર થયો છે.

દક્ષિણ આફ્રિકાની ટૂર્નામેન્ટમાં પ્રથમ હાર
T20 વર્લ્ડ કપની 36મી મેચમાં પાકિસ્તાને દક્ષિણ આફ્રિકા (PAK vs SA) ને 33 રનથી હરાવ્યું છે. આ સાથે પાકિસ્તાન સેમીફાઈનલની રેસમાં હજુ પણ બની રહી છે. જ્યારે દક્ષિણ આફ્રિકાએ પોતાની આગામી મેચ કોઈપણ સંજોગોમાં જીતવી પડશે, તો જ તે સેમીફાઈનલમાં પહોંચી શકશે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG)માં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 20 ઓવરમાં 185 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ વરસાદના કારણે 14 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 108 રન જ બનાવી શકી હતી. જણાવી દઈએ કે ટૂર્નામેન્ટમાં આફ્રિકન ટીમની આ પહેલી હાર છે. આ મેચમાં ઓલરાઉન્ડર શાદાબ ખાનના શાનદાર પ્રદર્શનની મદદથી પાકિસ્તાને ગુરુવારે ગ્રુપ સ્ટેજની મેચમાં દક્ષિણ આફ્રિકાને 33 રને હરાવ્યું હતું. વરસાદના કારણે છ ઓવર કપાઈ હતી અને દક્ષિણ આફ્રિકાને 14 ઓવરમાં 142 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. પરંતુ દક્ષિણ આફ્રિકાની ટીમ લક્ષ્ય સુધી પહોંચી શકી ન હતી. આ જીતે પાકિસ્તાનને હાલ પૂરતું ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાતા બચાવી લીધું છે.

પાકિસ્તાન પાસે સેમીફાઈનલમાં પહોંચવાની છે તક
આ જીત બાદ બાબર આઝમની ગ્રીન આર્મી ચાર પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયા છ પોઈન્ટ સાથે નંબર વન પર છે. દક્ષિણ આફ્રિકા પાંચ પોઈન્ટ સાથે બીજા નંબર પર યથાવત છે. આ ગ્રૂપમાંથી ટોચની બે ટીમો સેમીફાઇનલ માટે ક્વોલિફાઇ થશે. ભારત, પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકાએ હજુ એક-એક મેચ રમવાની છે. પાકિસ્તાને અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે.

ભારતની આગામી મેચ ઝિમ્બાબ્વે સામે
ભારતની આગામી મેચ 6 નવેમ્બરે ઝિમ્બાબ્વે સામે રમાશે. સાથે જ પાકિસ્તાને પણ 6 નવેમ્બરે બાંગ્લાદેશ સામે મેચ રમવાની છે. 6 નવેમ્બરે નેધરલેન્ડ સામે દક્ષિણ આફ્રિકાની મેચ રમાશે. હવે જો પાકિસ્તાન બાંગ્લાદેશને હરાવશે અને દક્ષિણ આફ્રિકા નેધરલેન્ડ સામે હારી જશે તો પાકિસ્તાન સેમીફાઇનલમાં પ્રવેશી શકે છે. જોકે, નેધરલેન્ડ દક્ષિણ આફ્રિકાને હરાવશે તેવી શક્યતા ઓછી છે.
આ પણ વાંચો - Virat Kohli અને Cristiano Ronaldo ના Instagram મા ઘટ્યા ફોલોઅર્સ, જાણો શું છે કારણ
Tags :
CricketGroup2GujaratFirstPakistanPAKvsSAPointTableSportst20worldcupt20worldcup2022TeamIndia
Next Article