Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દુષ્કર્મના કેસના કેન્દ્ર અને રાજ્યના આંકડામાં તફાવત કેમ ? કયા એન્જિનના આંકડા સાચા ? કોંગ્રેસના સવાલ

ગુજરાત રાજ્યમાં દુષ્કર્મ અને સામુહિક દુષ્કર્મની ઘટનાઓ મામલે ગુજરાત વિધાનસભામાં અને લોકસભામાં રજૂ થયેલા આંકડાઓ અલગ અલગ હોવાનો કોંગ્રેસ આક્ષેપ કર્યો છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે સરકારે દુષ્કર્મના આંકડાઓ યોગ્ય રીતે રજૂ કર્યા નથી. શું છે કોંગ્રેસનો આક્ષેપ ?કોંગ્રેસનો આક્ષેપ છે કે  ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ગુજરાત વિધાનસભા રજૂ થયેલા આંકડા મુજબ 3796 દુષ્કર્મની ઘટના અને લોકસભામાà
દુષ્કર્મના કેસના કેન્દ્ર અને રાજ્યના આંકડામાં તફાવત કેમ   કયા એન્જિનના આંકડા સાચા   કોંગ્રેસના સવાલ
ગુજરાત રાજ્યમાં દુષ્કર્મ અને સામુહિક દુષ્કર્મની ઘટનાઓ મામલે ગુજરાત વિધાનસભામાં અને લોકસભામાં રજૂ થયેલા આંકડાઓ અલગ અલગ હોવાનો કોંગ્રેસ આક્ષેપ કર્યો છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે સરકારે દુષ્કર્મના આંકડાઓ યોગ્ય રીતે રજૂ કર્યા નથી. 
શું છે કોંગ્રેસનો આક્ષેપ ?
કોંગ્રેસનો આક્ષેપ છે કે  ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ગુજરાત વિધાનસભા રજૂ થયેલા આંકડા મુજબ 3796 દુષ્કર્મની ઘટના અને લોકસભામાં રજૂ થયેલા આંકડા મુજબ રાજ્યમાં 1075 દુષ્કર્મના ઘટના બની છે..આમ લોકસભામાં જે આંકડા રજુ કરવામાં આવ્યા છે તે વિધાનસભામાં દર્શાવેલા આંકડા કરતા હોવાની દલીલ કરી કોંગ્રેસે ભાજપ સરકાર પર સાચો આંકડો છુપાવવાનો આક્ષેપ કર્યો છે. 
વિધાનસભા અને લોકસભાના આંકડાઓમાં કેટલો ફરક ?
કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ સિંહ કઠવાડીએ કહ્યું કે ગુજરાત  વિધાનસભામાં રજુ થયેલો બે વર્ષના દુષ્કર્મો આંકડો 3796 છે, જ્યારે વિધાનસભામાં રજુ થયેલો આંકડો માત્ર 1075 છે. જ્યારે બીજી તરફ સામુહિક દુષ્કર્મની ઘટનાનો ગુજરાત વિધાનસભામાં રજુ થયેલો આંકડો 61 છે..જ્યારે લોકસભામાં રજુ થયેલો આંકડો  35 છે. તેમણે કહ્યું કાંતો ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી આંકડા છુપાવી રહ્યા છે અથવા તો દેશના ગૃહમંત્રી આંકડા છુપાવી રહ્યા છે.
તેમણે કહ્યું કે  કુલ 2721 દુષ્કર્મની ઘટના લોકસભામાં ઓછી બતાવવામાં આવી હતી અને સામૂહિક દુષ્કર્મની 26 ઘટના ઓછી બતાવામાં આવી હતી. ડબલ એન્જિનની સરકારમાં જે એન્જિનના આંકડા ખોટા હોય તે એન્જિનની સરકારે નૈતિકતાના ધોરણે રાજીનામું આપવું જોઈએ.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.