Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નકલી ચલણી નોટોનો કાળો કારોબાર, જાણો સુરતના અમરોલીથી વાયા ચેન્નાઇ કઇ રીતે રેલો પહોંચ્યો બિહાર

અહેવાલઃ રાબિયા સાલેહ, સુરત  સુરત શહેરના અમરોલીથી શરૂ થયેલા નકલી નોટ મામલામાં પોલીસે ટીમ બનાવી એક પછી એક શખ્સને પુરાવા ઓ સાથે પકડી તેમની સામે કડક કાર્યવાહી કરી છે. ત્યારે આ કેસમાં પોલીસે આરોપીઓની કરેલી પૂછપરછ માં બિહારની કડી મળી...
નકલી ચલણી નોટોનો કાળો કારોબાર  જાણો સુરતના અમરોલીથી વાયા ચેન્નાઇ કઇ રીતે રેલો પહોંચ્યો બિહાર

અહેવાલઃ રાબિયા સાલેહ, સુરત 

Advertisement

સુરત શહેરના અમરોલીથી શરૂ થયેલા નકલી નોટ મામલામાં પોલીસે ટીમ બનાવી એક પછી એક શખ્સને પુરાવા ઓ સાથે પકડી તેમની સામે કડક કાર્યવાહી કરી છે. ત્યારે આ કેસમાં પોલીસે આરોપીઓની કરેલી પૂછપરછ માં બિહારની કડી મળી આવતા ત્યાં એક ટીમ રવાના કરી હતી,બિહારમાં ટીમ વર્ક અને મહેનત બાદ રેકી કરી પોલીસે નકલી નોટના એક મુખ્ય આરોપી ની ધરપકડ કરી છે.

અમરોલીથી શરૂ થયેલી તપાસ ચેન્નાઇ અને બિહાર સુધી પહોંચી 

Advertisement

આ અંગે સુરત પોલીસ કમિશનર અજય તોમરે આરોપીઓની મોડેસ ઓપરેન્ડી અંગે જાણકારી આપી હતી,જો કે આ કેસમાં બિહારના આરોપી ની જાણ થતાં પોલીસે પોતાની તપાસ તેજ કરી હતી,આ અંગે વધુ માહિતી આપતા ક્રાઇમ બ્રાન્ચ પી આઇ લલિત વાગડીયા એ જણાવ્યું હતું કે થોડા સમય પહેલા સુરત પોલીસને નકલી નોટ બજારમાં લાવી વાપરવાનો પ્રયાસ થયો હોવાની બાતમી મળી હતી,જેના આધારે પોલીસે એક મોટું રેકેટ પકડી નકલી નોટનું મોટું કાંડ ફેલાય તે પહેલાં જ તેને અટકાવ્યું છે.

કઇ રીતે સમગ્ર રેકેટ સામ આવ્યું ?

Advertisement

14મીએ રાત્રે સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડ નજીકના કેસરિયા હનુમાનદાદાના મંદિર પાસે ડુપ્લીકેટ નોટ લઈ આવેલા વ્યક્તિને એક જાગૃત નાગરિકે પકડી પાડયો હતો,આરોપી 500ના દરની નકલી ચલણી નોટ સાથે ઝડપાતા એક બાદ એક આંખુ પ્રકરણ પોલીસ ખોલ્યુ હતું, ડુપ્લીકેટ નોટ લઈ ને બજાર માં ચલવવા નો પ્રયાસ કરનાર કાંતિલાલ ભંવરલાલ મેવાડાની અમરોલી પોલીસે ધરપકડ કરી હતી ત્યાર બાદ નકલી નોટ નું જાણતા કાંતિલાલ ની ઊંડાણ પૂર્વક તપાસ શરૂ કરતાં તેની પાસેથી ૫૦૦ના દરની ૩૨ જેટલી નોટ મળી આવતા પોલીસે તેને કબજે લીધી હતી, એટલુજ નહિ આખે આખા કાંડ માં અન્ય કોણ સામેલ છે તેની તપાસ શરૂ કરતાં પકડાયેલા કાંતિલાલનો પિતરાઈ ભાઈ વિષ્ણુ મેવાડા સુધી તપાસ પહોંચી હતી,જેની પાસે થી પણ પોલીસ ને બનાવટી ચલણી નોટ મળી આવી હતી,

બેંગ્લોરનો માઇકલ રાઇવન ઉર્ફે રાહુલ પાસ્કલ ફર્નાન્ડિઝ વિષ્ણુ મેવાડાને નકલી નોટો પુરી પાડતો 

વિષ્ણુ મેવાડાની કડકાઈ થી પૂછપરછમાં ડુપ્લીકેટ નોટ તેને કર્ણાટકના બેંગ્લોરનો માઇકલ રાઇવન ઉર્ફે રાહુલ પાસ્કલ ફર્નાન્ડિઝ આપતો હોઇ તેવું તેણે પોલીસ સમક્ષ કબૂલ્યું હતું, જેથી પોલીસે અન્ય આરોપી ને પકડવા ગ્રાહક નો વેશ ધારણ કર્યો અને તેને વિશ્વાસ માં લઈ તેને પકડવા ટીમો કામે લગાડી, ગ્રાહક નો વેશ માં પોલીસ ઝડપાયેલા વિષ્ણુ મેવાડા ના સ્થળે રોકાઇ ગઇ હતી, અને જ્યાંથી વિષ્ણુ ડિલિવરી લેતો તે જ સ્થળે અમરોલી પોલીસ આતુરતા થી માઈકલ ની રાહ જોતી હતી,દરમિયાન માઇકલ ગ્રાહક સમજી એ સ્થળે આવ્યો જેથી એની રાહ જોતી પોલીસે તેને રંગે હાથ ઝડપી પાડયો હતો.ત્યાર બાદ તેના ઘર ની તપાસ કરતા વધુ ૪.૮૯ લાખની કિંમતની ૯૭૮ નંગ જેટલી નકલી નોટ મળી આવતા પોલીસ ચોકી ઉઠી હતી.

સુરત પોલીસ અને ચેન્નાઇ પોલીસની સંયુક્ત તપાસમાં વધુ હકીકત સામે આવી 

એક બાદ એક આરોપીઓ પકડાતા સુરત પોલીસ એલર્ટ થઈ હતી,અને પોલીસે ટીમ બનાવી એસ ઓ જી સાથે મળી તપાસ નો ધમધમાટ તેજ કર્યો હતો. આ અંગે પોલીસે કહ્યું હતું કે આ મામલો ખુબજ ગભીર છે,જેથી આરોપીની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. આરોપીને આ નકલી ચલણી નોટ ક્યાં થી લાવ્યો ?કેવી રીતે એને બનાવી ? એમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે.સાથે જ સુરતના બજારમાં આ નોટ ફરતી કરવા માટે તેને કોઈ એ મદદ કરી ,પોલીસ ની તપાસ માં તામિલનાડુ અને ચેન્નાઈ નું નામ ખુલતા પોલીસે ત્યાં ટીમ રવાના કરી જેથી ત્યાં થી નકલી નોટ માં મદદરૂપ થતો વ્યક્તિ ઝડપાઈ શકે સુરત પોલીસ ચેનાઈ પોહોચી ત્યાની સ્થાનિક પોલીસની મદદ માંગી તેમને સાથે રાખી, ગત ૨૧-૦૪-૨૦૨૩ ના રોજ વહેલી સવારે આરોપી સુર્યા સેલ્વારાજ ને ઝડપી પાડ્યો હતો. એટલુજ નહિ સુરત સહિત ચેન્નાઇની પોલીસને સૂર્યાના ઘરમાંથી તપાસ દરમિયાન બનાવટી ભારતીય ચલણી નોટો છાપવાનુ મીની કારખાનુ મળી આવ્યું હતું,જેને જોઈ ત્યાં ના સ્થાનીકો માં પણ કુતૂહલ ફેલાયું હતું,ત્યાર બાદ સુરત પોલીસે ચેનાઇ પોલીસને સાથે રાખી તેના ઘરમાંથી ૧૭ લાખની કિમતની બનાવટી ચલણી નોટ ઉપરાંત નોટ છાપવા માટે ઉપયોગમાં લીધેલ નંગ-૨૩,૦૭૦, સ્ટેમ્પ પેપર અને ત્રણ કલર પ્રિંટર સહિત કટર મશીન અને ૩ લેમીનેશન અને હિટીંગ મશીન,સાથે વોટર માર્કર, સિક્યુરીટીના ૭૦ થ્રેડ કરેલ ચાઈના ૨૦ નંગ-કાગળ કબ્જે કરી કાર્યવાહી કરી હતી,

નકલી ચલણી નોટો બનાવવાનું રો મટિરિયલ બિહારથી સપ્લાય થતું હતું 

પોલીસે મુદ્દા માલ કબજે કરી આરોપી સૂર્ય સેલ્વારાજની પૂછપરછ શરૂ કરી હતી જે તેણે બનાવટી ચલણી નોટ બનાવવા માટેનું રો મટીરીયલ કોણ સપ્લાય કરતું હતું ની જાણકારી મેળવી હતી,જેમાં તપાસનો રેલો બિહાર પહોંચ્યો હતો. બિહાર ખાતે રહેતો મુકેશ સુરેશસિંગ નામનો ઇસમ તેને મદદરૂપ થતો હોવાનું બહાર આવ્યું હતું જેથી પોલીસની એક ટીમ બિહાર ખાતે ગયી હતી અને ત્યાંથી મુકેશકુમાર સુરેશસિંગ પકડી કાયદેસર ની કાર્યવાહી કરી હતી.

આરોપી મુકેશ સુરેશસિંગને પેપર ડીશ ધંધો કરતો હોઇ કાગળ પારખવાનો અનુભવ હોઇ તેને ઓફર આપી 

સુરત પોલીસે મુકેશ સુરેશસિંગ ને ઝડપી તેની તપાસ શરૂ કરતાં જાણવા મળ્યું હતું કે આરોપી તેના વતન ગામ ખાતે પેપર ડીશ અને કપ બનાવવાનો વ્યવસાય કરતો હોય અને સાથે જ આઠેક મહિના પહેલા તે ચેન્નાઈ ફરવા માટે ગયો હતો,દરમિયાન તેને ત્યાં આરોપી સુર્યા સેલ્વારાજ ભટકાયો હતો, ત્યાર બાદ બન્ને મિત્ર બન્યા હતા, અને સુર્યા સેલ્વારાજે આરોપી મુકેશ સુરેશસિંગને પેપર ડીશ ધંધો કરતો હોય જેથી કાગળ પારખવાનો અનુભવ હોવાથી ચલણી નોટોમાં વપરાય એવા કાગળની મદદ કરી આર્થિક સ્થિતિ સુધારવાની ઑફર આપી હતી, જે બાદ આરોપી મુકેશ સુરેશસિંગે આરોપી સુર્યા સેલ્વારાજને થ્રેડવાળા અને ગાંધીજીના વોટર માર્ક વાળા પેપેર મોકલવાનું શરુ કર્યું હતું અને ત્યાર બાદ ચલણી નોટોમાં વપરાતી ઇન્ક અને કોઈલ પણ સપ્લાય કરવા સુર્યા સેલ્વરાજે તેને કહ્યું હતું,ત્યાર બાદ સુરત પોલીસે આરોપીને બિહાર સ્થાનિક કોર્ટમાં રજુ કરી તેના ટ્રાન્જીસ્ટ રિમાન્ડ મેળવી તેને સુરત લાવવામાં આવ્યો હતો, ત્યાર બાદ તેને સુરત કોર્ટમાં રજુ કરી એસઓજી પોલીસ દ્વારા તેની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.હવે આ કાંડ માં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ શું આ કાંડ અહી અટકી ગયું એવી તમામ બાબતો ની તપાસમાં સુરત પોલીસ લાગી ગઈ છે..

હજુ નવા ખુલાસાઓ સામે આવે તેવી શક્યતા 

પેપેર મૂકલવાનું શરુ કર્યું હતું અને ત્યાર બાદ ચલણી નોટોમાંવપરાતી ઇન્ક અને કોઈલ પણ સપ્લાય કરવા સુર્યા સેલ્વરાજે તેને કહ્યું હતું,ત્યાર બાદ સુરત પોલીસ દ્વારા આરોપીને બિહાર સ્થાનિક કોર્ટમાં રજુ કરી તેના ટ્રાન્જીસ્ટ રિમાન્ડ મેળવી તેને સુરત લાવવામાં આવ્યો હતો, ત્યાર બાદ તેને સુરત કોર્ટમાં રજુ કરી એસઓજી પોલીસ દ્વારા તેની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.હવે આ કાંડ માં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ શું આ કાંડ અહી અટકી ગયું એવી તમામ બાબતો ની તપાસમાં સુરત પોલીસ લાગી ગઈ છે.

Tags :
Advertisement

.