Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' પર આ શું બોલી ગયા નાના પાટેકર?

ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'એ થિયેટરોમાં દર્શકોનો ઘસારો લાવ્યો છે. તેને નિહાળનારા લોકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. બોલિવૂડના કલાકારો-અભિનેત્રીઓ પણ આ અંગે સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. અભિનેતા નાના પાટેકરે પણ આને લગતા પ્રશ્નો પર મીડિયા સાથે વાત કરી હતી. નાના પાટેકરે કહ્યું કે, તેમણે હજુ સુધી આ ફિલ્મ જોઈ નથી. તે કેવી છે, તેના પર ટિપ્પણી કરી શકશે નહીં. પરંતુ તેમણે કહ્યું, 'ફિલ્મને લ
ફિલ્મ  ધ કાશ્મીર ફાઇલ્સ  પર આ શું બોલી ગયા નાના પાટેકર
ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'એ થિયેટરોમાં દર્શકોનો ઘસારો લાવ્યો છે. તેને નિહાળનારા લોકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. બોલિવૂડના કલાકારો-અભિનેત્રીઓ પણ આ અંગે સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. 
અભિનેતા નાના પાટેકરે પણ આને લગતા પ્રશ્નો પર મીડિયા સાથે વાત કરી હતી. નાના પાટેકરે કહ્યું કે, તેમણે હજુ સુધી આ ફિલ્મ જોઈ નથી. તે કેવી છે, તેના પર ટિપ્પણી કરી શકશે નહીં. પરંતુ તેમણે કહ્યું, "ફિલ્મને લઈને વિવાદ ઊભો કરવો એ સારું નથી. આપણા દેશમાં હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના લોકો રહે છે. અહીં ભાગલા જેવી કોઈ વાત થશે નહીં." નાના પાટેકરે આજે કહ્યું હતું કે, "હિંદુ અને મુસ્લિમ બંને ભારતના છે અને સમાજમાં વિભાજન ઇચ્છનીય નથી." તેઓ એક કાર્યક્રમ દરમિયાન ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' વિશે પત્રકારોના પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા. જ્યારે 90ના દાયકામાં કાશ્મીર ખીણમાંથી કાશ્મીરી પંડિતોના હિજરતના મુદ્દાને લગતી ફિલ્મ પરની જ્વલંત ચર્ચા વિશે પૂછવામાં આવ્યું ત્યારે પાટેકરે કહ્યું, "અહીં ઘણાં હિંદુ-મુસ્લિમો છે. તેઓને સાથે રહેવાની જરૂર છે, તેમનું એક સાથે રહેવું જરૂરી જોઈએ. જો બંને વચ્ચે વિવાદ છે, તો તે ખોટું છે. આપણને કોઇ વિભાજિત કરી શકે નહીં." જો કે, પાટેકરે એમ પણ કહ્યું હતું કે તે ફિલ્મ કેવી ચાલી રહી છે તે અંગે ટિપ્પણી કરશે નહીં.
ઉલ્લેખનીય છે કે, 'ધ કાશ્મીર ફાઇલ્સ' બોક્સ ઓફિસ પર રોજેરોજ રેકોર્ડ બનાવી રહી છે. તેણે 20 કરોડના બજેટમાંથી 100 કરોડ એકત્ર કર્યા છે. છેલ્લા 7 દિવસમાં તેની કમાણી સતત વધી રહી છે. તેણે પહેલા દિવસે 35 કરોડનું કલેક્શન કર્યું હતું. તે પછી કલેક્શન સતત વધતું ગયું. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે જણાવ્યું કે, આ ફિલ્મ ભારતમાં પહેલા દિવસે 630 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. હવે તે 4,000 સ્ક્રીન પર છે.
Advertisement
Tags :
Advertisement

.