Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દ્વારકામાં વિધર્મી યુવકે કેસરી રંગનો ઝંડો સળગાવતા વિવાદ, લોકોના ટોળેટાળા ઉમટ્યા, જુઓ વિડીયો

ગુજરાત રાજ્યની શાંતિને કોઇકની નજર લાગી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે રવિવારે રામનવમીના દિવસે જ રાજ્યની સામાજિક શાંતિ ડહોળવાના પ્રયાસ થયા છે. રવિવારે હિંમતનગર અને ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારા અને ઘર્ષણની ઘટનાયો બની હતી. જેમાં આગજની અને પોલીસ પર હુમલાના બનાવો પણ સામે આવ્યા છે. હજુ તો એ આગ ઠરી નહોતી તેવામાં દ્વારાકામાં નવો વિવાદ અને ઘર્ષણની ઘટના સામે આવી છ
દ્વારકામાં વિધર્મી યુવકે કેસરી રંગનો ઝંડો સળગાવતા વિવાદ  લોકોના ટોળેટાળા ઉમટ્યા  જુઓ વિડીયો
ગુજરાત રાજ્યની શાંતિને કોઇકની નજર લાગી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે રવિવારે રામનવમીના દિવસે જ રાજ્યની સામાજિક શાંતિ ડહોળવાના પ્રયાસ થયા છે. રવિવારે હિંમતનગર અને ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારા અને ઘર્ષણની ઘટનાયો બની હતી. જેમાં આગજની અને પોલીસ પર હુમલાના બનાવો પણ સામે આવ્યા છે. હજુ તો એ આગ ઠરી નહોતી તેવામાં દ્વારાકામાં નવો વિવાદ અને ઘર્ષણની ઘટના સામે આવી છે.
Advertisement

સાંજના સમયે દ્વારકામાં કથિત રીતે એક કેસરી રંગનો ઝંડો સળાવતા વિવાદ શરુ થયો છે. મળતી માહિતિ પ્રમાણે દ્વારકામાં એક યુવક દ્વારા રામનવમીની શોભાયાત્રા નિમિત્તે જે કેસરી રંગના ઝંડા તૈયાર કરવામાં આવ્યા હતા તેમાંથી એક ઝંડો સળગાવતો વિવાદ શરુ થયો હતો. ઝંડો સળગાવાની ઘટના બનતા જ લોકોના ટોળેટોળા એકઠાં થયા હતા. જે યુવકે ઝંડ સળગાવયો હતો, તેને લોકોએ પકડી પણ લીધો હતો. આ તમામ ઘટનાન વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.

મળતી માહિતી પ્રમાણે દ્વારકાના ભઠાણ ચોકની અંદર એક વિધર્મી યુવક દ્વારા કેસરી રંગનો ઝંડો સળગાવતા લોકો ગુસ્સે ભરાયા હતા. રામનવમીનો ઝંડો સળગાાવ્યા બાદ શરુ થયેલા આ વિવાદે ઉગ્ર સ્વરુપ ધારણ કર્યુ હતું. પોલીસને આ ઘટનાની જાણ થતા કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો. લોકોના ટોળેટોળા દ્વારકા પોલીસ સટેશ પહોંચ્યા હતા. સાથે જ આરપ યુવક સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી.
પહેલા હિંમતનગર અને ખંભાતમાં પણ ઘર્ષણ
ઉલ્લેખનીય છે કે દ્વારકા રાાજ્યનું ત્રીજું શહેર છે કે જ્યાં રવિવારે એટલે કે રામનવમીના દિવસે આ પ્રકારના ઘર્ષણનો માહોલ સર્જાયો હોય. આ પહેલા હિંમતનગર અનં ખંભાતમાં આ પ્રકારની ઘટના બની છે. હિંમતનગર અને ખંભાતમાં તો પથ્થરમારો, તોડફોડ અને આગચંપનીના બનાવો પણ બન્યા છે. જ્યાં હજુ પણ સ્થિતિ તણાવપૂર્ણ છે. ખંભાતમાં તો પથ્થરમારા દરમિયાન એક વ્યક્તિનું મોત પણ થયું છે.
હર્ષ સંઘવીની હાઇ લેવલ બેઠક
રામનવમીના દિવસે રાાજ્યની શાંતિ ડહોળવા માટેના જે પ્રયાસો થયા છે તેને ધયાને રાખીને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એક હાઇ લેવલ બેઠક બોલાવી છે. આ બેઠકની અંદર રવિવારે રાજ્યમાં થયેલી ઘર્ષણની ઘટનાઓ વિશે ચર્ચા કરવામાં આવશે. જેમાં ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહેશે.
Advertisement
Tags :
Advertisement

.