Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બિહારમાં નીતીશ અને કુશવાહા વચ્ચે વાકયુદ્ધ યથાવત, કુશવાહાએ કહ્યું એમ કેમ છોડી દઇએ પાર્ટી

બિહારના રાજકારણમાં ઉપેન્દ્ર કુશવાહા અને મુખ્યમંત્રી નીતીશ કુમાર વચ્ચે છેડાયેલી શાબ્દિક જંગ ચર્ચામાં છે. નીતિશે કહ્યું છે કે જો તેઓ (ઉપેન્દ્ર કુશવાહા) પાર્ટીમાં રહેવા ઈચ્છે છે તો સારી વાત છે અને જો પાર્ટી છોડવા માંગતા હોય તો તેમની ઇચ્છા. નીતીશ કુમાર આટલું કહીને અટક્યા નહીં. ઉપેન્દ્ર કુશવાહનું નામ લીધા વિના તેમણે કહ્યું કે કોઇ મીડિયામાં વાત કરે છે, તો કોઇ ટવીટ કરીને વાત કરે છે. નીà
બિહારમાં નીતીશ અને કુશવાહા વચ્ચે વાકયુદ્ધ યથાવત  કુશવાહાએ કહ્યું એમ કેમ છોડી દઇએ પાર્ટી
બિહારના રાજકારણમાં ઉપેન્દ્ર કુશવાહા અને મુખ્યમંત્રી નીતીશ કુમાર વચ્ચે છેડાયેલી શાબ્દિક જંગ ચર્ચામાં છે. નીતિશે કહ્યું છે કે જો તેઓ (ઉપેન્દ્ર કુશવાહા) પાર્ટીમાં રહેવા ઈચ્છે છે તો સારી વાત છે અને જો પાર્ટી છોડવા માંગતા હોય તો તેમની ઇચ્છા. નીતીશ કુમાર આટલું કહીને અટક્યા નહીં. ઉપેન્દ્ર કુશવાહનું નામ લીધા વિના તેમણે કહ્યું કે કોઇ મીડિયામાં વાત કરે છે, તો કોઇ ટવીટ કરીને વાત કરે છે. નીતીશે કહ્યું કે જે પણ પાર્ટીની અંદર વાત કરે છે તે એકબીજાની સામે વાત કરે છે, અમે તેની ટવીટર  પર પ્રતિક્રિયા નહીં આપીએ. જો મીડિયામાં કોઇ વાત આવશે તો અમે તેના પર કંઇ નહીં કહીએ 
ઉપેન્દ્ર કુશવાહાએ ટ્વીટમાં શું કહ્યું?
ઉપેન્દ્ર કુશવાહાએ ટ્વીટ કરીને લખ્યું, 'બહુ સારુ બોલ્યા ભાઇ,  જ્યારે આ રીતે મોટા ભાઈના કહેવાથી નાનો ભાઈ ઘર છોડવા માંડશે, ત્યારે દરેક મોટા ભાઈ પોતાના નાનાભાઇને ઘરમાંથી ભગાડીને પિતા અને દાદાની સમગ્ર મિલકત એકલા હડપ કરી લેશે. 
'JDUના મોટા નેતાઓ ભાજપના સંપર્કમાં'
જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું હતું કે જેડીયુના મોટા નેતાઓ ભાજપના સંપર્કમાં છે. આ સિવાય કુશવાહાએ જેડીયુની નબળાઈ અંગે વાત કરી હતી. આ પછી સીએમ નીતિશ કુમારે આ વાતોનો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે જેટલું વધારે બોલે છે, તેને તેટલુજ જલદી જવું હોય છે. તેથી બોલવાનું ચાલુ રાખો અને જ્યારે તમારે જવું હોય ત્યારે છોડી દો."
નીતિશ કુમાર ગુસ્સે થયા
નીતીશ કુમારે વધુમાં કહ્યું કે, 'ભાજપના સંપર્કમાં રહેનારનું નામ જણાવો. કોઈ સંપર્ક છે નામ જણાવો. જે ખુદ સંપર્કમાં જવા માંગે છે તે જ આવું કહે છે. નીતીશ કુમારે કહ્યું અમારી પાર્ટી પહેલા કરતા વધુ મજબૂત બની છે. અગાઉની સરખામણીમાં સભ્ય સંખ્યા વધી છે. બોલવું એ લોકોનું કામ છે. બિનજરૂરી રીતે પ્રચાર કરવાની આ એક રીત છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.