નાનકડા અકસ્માત બાદ ધીંગાણું, રીક્ષાચાલક અને રીક્ષામાં સવાર લોકો પર જીવેલણ હુમલો
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં મોટરસાયકલ અને રીક્ષા વચ્ચે સામાન્ય અકસ્માતમાં બોલાચાલી બાદ હુમલાખોરોએ ટેમ્પામાં મારક હથિયારો સાથે ધસી આવી જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા ઇજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે ગંભીર પ્રકારે માર મારવામાં આવ્યો હોવા છતા હત્યાના પ્રયાસનો ગુનો દાખલ ન કરાયો હોવાના કારણે ઇજાગ્રસ્તોમાં ભા
09:56 AM Jan 04, 2023 IST
|
Vipul Pandya
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં મોટરસાયકલ અને રીક્ષા વચ્ચે સામાન્ય અકસ્માતમાં બોલાચાલી બાદ હુમલાખોરોએ ટેમ્પામાં મારક હથિયારો સાથે ધસી આવી જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા ઇજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે ગંભીર પ્રકારે માર મારવામાં આવ્યો હોવા છતા હત્યાના પ્રયાસનો ગુનો દાખલ ન કરાયો હોવાના કારણે ઇજાગ્રસ્તોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.
અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ફરિયાદી વિરેન્દ્ર પરમારે આક્ષેપ કર્યા છે કે ફરિયાદી પોતાની પત્ની તથા બાળકોની સાથે રિક્ષામાં પોતાના મોટાભાઈના ઘરેથી પરત ફરી રહ્યા હતા તે વખતે ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ના વળાંક ઉપર એક મોટર સાયકલ સવાર રોડ ઉપર પડી ગયેલો હોઇ પોતે રીક્ષા ઉભી રાખી મોટરસાયકલ સવારને મદદ કરતો હતો તે વખતે જ બાઇક સવારે આવી રીક્ષાને અડફેટે લીધી હતી..
જે અંગે બોલાચાલી થઇ જે બાદ મામલો થાળે પડ્યો હતો , પરંતુ બાદમાં બાઇક અથડાવનાર શકીલ નામનો શખ્સે ગ્રીન સીટી પાસે ફરીયાદી વિરેન્દ્ર પરમારની રીક્ષા રોકી તેના પર અને રીક્ષામાં સવાર લોકો પર માથાના ભાગે માર મારી જીવલેણ હુમલો કર્યો હતો. આ અંગે પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે. પરંતુ આ ઘટનામાં હત્યાના પ્રયાસનો ગુનો દાખલ ન કરાતા ઇજાગ્રસ્તોમાં આક્રોશ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article