Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસી પાસેથી આટલા પૈસા વસુલ્યા, સરકારે આપ્યો જવાબ

વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકચી. આ ત્રણેય જે તે સમયે દેશની વિવિધ બેંકોને હજારો કરોડ રુપિયાનો ચૂનો લગાવીને ફરાર થઇ ગયા હતા. ભાગીને વિદેશ પહોંચેલા ત્રણેય આર્થિક આરોપીઓને કોર્ટે ભાગેડુ જાહેર કર્યા છે. અવાર નવાર એવા સવાલ થાય છે કે આ ત્રણેય ભાગેડુ ઉદ્યોગપતિ પાસેથી સરકારે કેટલા પૈસા વસુલ્યા? સરકાર તેમની પાસેથી બેંકોના પૈસા કઢાવવા માટે શું કરી રહી છે? ત્યારે હવે સરકારે આ સવાલનો જ
04:11 PM Mar 22, 2022 IST | Vipul Pandya
વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકચી. આ ત્રણેય જે તે સમયે દેશની વિવિધ બેંકોને હજારો કરોડ રુપિયાનો ચૂનો લગાવીને ફરાર થઇ ગયા હતા. ભાગીને વિદેશ પહોંચેલા ત્રણેય આર્થિક આરોપીઓને કોર્ટે ભાગેડુ જાહેર કર્યા છે. અવાર નવાર એવા સવાલ થાય છે કે આ ત્રણેય ભાગેડુ ઉદ્યોગપતિ પાસેથી સરકારે કેટલા પૈસા વસુલ્યા? સરકાર તેમની પાસેથી બેંકોના પૈસા કઢાવવા માટે શું કરી રહી છે? ત્યારે હવે સરકારે આ સવાલનો જવાબ આપ્યો છે. મંગળવારે રાજ્યસભામાં સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ત્રણેય પાસેથી તેમણે અત્યાર સુધીમાં કેટલા પૈસા વસુલ્યા છે.
રાજ્યસભામાં જવાબ આપવામાં આવ્યો
સરકારે મંગળવારે જણાવ્યું કે બેંકના લોનની ચૂકવણી કર્યા વિના વિદેશ ભાગી ગયેલા ઉદ્યોગપતિ વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસીની અત્યાર સુધીમાં 19,111.20 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે ત્રણેય ઉદ્યોગપતિઓએ તેમની કંપનીઓ દ્વારા જાહેર ક્ષેત્રની બેંકોમાંથી ખોટી રીતે લોન લઇને છેતરપિંડી કરી હતી. જેના કારણે જાહેર ક્ષેત્રની બેંકોને કુલ 22585.83 કરોડનું નુકસાન થયું છે.
ત્રણેય ઉદ્યોગપતિની 19,111.20 કરોડની સંપત્તિ  જપ્ત
ભાજપના સાંસદ બ્રિજ લાલ દ્વારા આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. રાજ્ય નાણા મંત્રી પંકજ ચૌધરીને પૂછવામાં આવ્યું કે શું સરકારે બેંકોની લોન ચૂકવ્યા વિના વિદેશ ભાગી ગયેલા ઉદ્યોગપતિઓની મિલકતો જપ્ત કરીને બેંકોને નાણાં પરત કરવાની પ્રસ્તાવ આપ્યો છે? કે આવી કોઈ દરખાસ્ત કરી છે? જેના જવાબમાં પંકજ ચૌધરીએ લેખિત જવાબમાં જણાવ્યું હતું કે ‘15 માર્ચ, 2022 સુધીમાં વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સીની 19,111.20 કરોડની સંપત્તિ  મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ જપ્ત કરવામાં આવી છે.’
7,975.27 કરોડ રૂપિયા બેંકોને પરત પાયા
તેમણે કહ્યું કે જપ્ત કરાયેલી કુલ સંપતિમાંથી 15,113.91 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર ક્ષેત્રની બેંકોને પરત કરવામાં આવી છે. સાથે સાથે 335.06 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરીને ભારત સરકારને સોંપવામાં આવી છે. 15 માર્ચ, 2022 સુધીમાં કુલ રકમના 84.61% ટકા વસૂલ કરવામાં આવ્યા છે. બેંકોને થયેલા નુકસાનમાંથી 66.91 ટકા તેમને પરત કરવામાં આવ્યા છે. આ સિવાય સરકારે માહિતી આપી કે 15 માર્ચ, 2022 સુધી એસબીઆઈ બેંકની આગેવાની હેઠળની બેંકોના કન્સોર્ટિયમને 7,975.27 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. 
આરોપીઓ અત્યારે ક્યાં છે?
ઉલ્લેખનીય છે કે ત્રણ મોટા ઉદ્યોગપતિ વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી બેંકોના એક જૂથ સાથે છેતરપિંડી કરીને વિદેશ ભાગી ગયા હતા. વર્તમાન સમયે વિજય માલ્યા લંડનમાં છે જ્યારે મેહુલ ચોક્સી અને નીરવ મોદી એન્ટિગુઆની નાગરિકતા લઈને ત્યાં સ્થાયી થયા છે. ભારત સરકારે આ આરોપીઓ સામે વિદેશી અદાલતોમાં ફોજદારી કેસ પણ નોંધ્યા છે.
Tags :
assetsGujaratFirstMehulChoksiNiravModseizedVijayMallya
Next Article