ભાજપના સદસ્યતા અભિયાન અંગે 2 મંત્રીનો વીડિયો વાયરલ
ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવે તેવા સમાચાર (Breaking News) આવી રહ્યા છે. ભાજપના સદસ્યતા અભિયાન અંગે રાજ્ય સરકારના 2 મંત્રીનો વીડિયો વાયરલ થયો છે જેમાં મંત્રી જગદીશ વિશ્વકર્મા અને રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલની વાતચીત સાંભળવા મળી રહી છે. રવિવારે મળેલી...
Advertisement
ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવે તેવા સમાચાર (Breaking News) આવી રહ્યા છે. ભાજપના સદસ્યતા અભિયાન અંગે રાજ્ય સરકારના 2 મંત્રીનો વીડિયો વાયરલ થયો છે જેમાં મંત્રી જગદીશ વિશ્વકર્મા અને રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલની વાતચીત સાંભળવા મળી રહી છે. રવિવારે મળેલી કેબિનેટ બેઠક બાદ જ્યારે મીડિયા બ્રિફીંગ કરવા માટે જગદીશ વિશ્વકર્મા અને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ આવ્યા ત્યારે મંચ પર બંને એક બીજા સાથે વાતચીત કરી રહ્યા હતા અને તે વખતે મંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું કે પાર્ટી એનાલિસિસ કરતી જાય છે જ્યારે મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું 'કાઢી મેલે તો, કાઢી મેલે'
Advertisement