Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે કર્યો લોકસંપર્ક ,મકરબા વિસ્તારની રહેણાંક સોસાયટીઓના ચેરમેન અને સેક્રેટરીઓ સાથે કરી બેઠક

- ધારાસભ્ય અમિત ઠાકરે લોકસંપર્ક શરૂ કર્યો - મકરબા વિસ્તારની સોસાયટીઓના અગ્રણીઓ સાથે કરી બેઠક - સોસાયટીને લગતી સમસ્યાઓ સાંભળી ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપના ધારાસભ્યો હવે કામે લાગી ગયા છે. વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિત ઠાકરે લોકસપર્ક રાઉન્ડ અંતર્ગત મકરબા વિસ્તારની રહેણાંક સોસાયટીઓના ચેરમેન અને સેક્રેટરીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં સ્થાનિક રહીશોએ આ વિસ્તારમાં પાણી ભરાવાનà«
વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે કર્યો લોકસંપર્ક  મકરબા વિસ્તારની રહેણાંક સોસાયટીઓના ચેરમેન અને સેક્રેટરીઓ સાથે કરી બેઠક
- ધારાસભ્ય અમિત ઠાકરે લોકસંપર્ક શરૂ કર્યો 
- મકરબા વિસ્તારની સોસાયટીઓના અગ્રણીઓ સાથે કરી બેઠક 
- સોસાયટીને લગતી સમસ્યાઓ સાંભળી 
ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપના ધારાસભ્યો હવે કામે લાગી ગયા છે. વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિત ઠાકરે લોકસપર્ક રાઉન્ડ અંતર્ગત મકરબા વિસ્તારની રહેણાંક સોસાયટીઓના ચેરમેન અને સેક્રેટરીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં સ્થાનિક રહીશોએ આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાઓથી માંડીને સલામતી સહિતના મુદ્દે રજૂઆત કરી હતી.
વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે ચૂંટણી પૂર્ણ થયા બાદ તરત જ લોકસંપર્ક શરુ કરી દીધો હતો, જેના ભાગરુપે સતત બીજા  રવિવારે તેમણે મકરબા વિસ્તારના સ્થાનિકો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં મળેલી રજૂઆતો અંગે ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં અમિત ઠાકરે જણાવ્યુ કે, મકરબા વિસ્તાર એ નવો વિકસીત થયેલો વિસ્તાર છે. આ વિસ્તારમાં ઓવરસ્પીડ સાથે દોડતા વાહનો, ચેઈન સ્નેચિંગ જેવી ઘટનાઓ સામે અસલામતીનો અનુભવ, આ પ્રકારની ઘટનાઓ અટકાવવા સીસીટીવી કેમેરા લગાવવાની માગણી પણ ઊઠી છે. 
આ વિસ્તારમાં જે બગીચાઓ બનાવવામાં આવ્યા છે તેમાં લોકો હજુ પણ વધારે સવલતો ઈચ્છી રહ્યા છે અને આ માટે લોકોએ પીપીપી ધોરણે બગીચાઓના વિકાસની તૈયારી પણ દર્શાવી હોવાનું અમિત ઠાકરે જણાવ્યુ હતુ. આ વિસ્તારમાં નોનવેજનુ વેચાણ કરતી કેટલીક દુકાનો અસ્થાયી રીતે ઊભી કરી દેવાઈ હોવાની રજૂઆત પણ મળી છે. ચોમાસામાં મકરબા વિસ્તારમાં નવો રોડ બનાવાના કારણે એક કેચપીટ પાસે પાણી ભરાવાની સમસ્યા અંગે પણ રજૂઆત મળી છે. આ તમામ રજૂઆતો પૈકી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા અંગે સૌપ્રથમ કામ શરુ કરી દેવાશે. આ માટે અધિકારીઓ સાથે બેઠક પણ કરી છે. ચોમાસાને હજુ પાંચ માસનો સમય છે ત્યારે આ અંગે સૌપ્રથમ કામ કરાશે. સ્વચ્છતા અને ટ્રાફીક મુદ્દે આગામી બે વર્ષમાં કામ પૂર્ણ કરી દેવાની ખાતરી પણ અમિત ઠાકરે આપી હતી. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.