નોર્થ કોરિયામાં બે વિદ્યાર્થીઓને સાઉથ કોરિયન મૂવી જોવા બદલ મળી મોતની સજા, જાહેરમાં ગોળીઓથી વિંધી દેવાયા
નોર્થ કોરિયામાં હાઇસ્કૂલના બે વિદ્યાર્થીઓને માત્ર એ કારણોસર મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા કે તેમણે દક્ષિણ કોરિયાઇ મૂવી જોઇ હતી..અને પોતાના દોસ્તોને પણ આ મૂવી બતાવવા માટે તેમણે શેયર કરી હતી. વાત એમ છે કે વર્ષ 2020થી જ નોર્થ કોરિયામાં સાઉથ કોરિયન સંગીત અને ફિલ્મ કે ડ્રામા જોવા પર કે પછી બીજાને જોવા માટે શેયર કરવા પર પ્રતિબંધ લગાવાયો છે. એવામાં જો કોઇ આમ કરતા પકડાઇ જાય છે તો તેને આકરી સ
નોર્થ કોરિયામાં હાઇસ્કૂલના બે વિદ્યાર્થીઓને માત્ર એ કારણોસર મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા કે તેમણે દક્ષિણ કોરિયાઇ મૂવી જોઇ હતી..અને પોતાના દોસ્તોને પણ આ મૂવી બતાવવા માટે તેમણે શેયર કરી હતી. વાત એમ છે કે વર્ષ 2020થી જ નોર્થ કોરિયામાં સાઉથ કોરિયન સંગીત અને ફિલ્મ કે ડ્રામા જોવા પર કે પછી બીજાને જોવા માટે શેયર કરવા પર પ્રતિબંધ લગાવાયો છે. એવામાં જો કોઇ આમ કરતા પકડાઇ જાય છે તો તેને આકરી સજા ફરમાવવામાં આવે છે.
ટોળાની સામે જ બન્ને વિદ્યાર્થીઓને ગોળી મારી દેવાઇ
એક રિપોર્ટ અનુસાર આરોપમાં પકડાયેલા બન્ને વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓના ટોળાની સામેજ ગોળી મારીને તેમની હત્યા કરી દેવાઇ..પ્રશાસનના જણાવ્યા પ્રમાણે આ પ્રકારની સજા આપીને લોકો સુધી એ સંદેશો પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે કડક કાયદાની વિરુદ્ધમાં જઇને કોઇપણ કામ થશે તો તેની આ જ દશા થશે
સજા જોવા માટે સ્થાનિક લોકોને જબરજસ્તી સ્થળ પર બોલાવાયા હતા
નોર્થ કોરિયા અને સાઉથ કોરિયા પાસ પાસે આવેલા છે. પરંતુ બન્ને દેશો વચ્ચે કટ્ટર દુશ્મની છે.અને એટલા માટેજ નોર્થ કોરિયામાં ખાસ કરીને સાઉથ કોરિયાને લઇને કડક નિયમો બનાવવામાં આવેલા છે. આરોપી વિદ્યાર્થીઓને સજા આપવા માટે એયરફિલ્ડમાં લાવવામાં આવ્યા હતા, ત્યાં પહેલેથીજ સ્થાનિક લોકોને જબરજસ્તી બોલાવવામાં આવ્યા હતા, લોકોની સામેજ બન્ને વિદ્યાર્થીઓને ગોળી મારી દેવામાં આવી હતી..આરોપી વિદ્યાર્થીઓ સાઉથ કોરિયન મૂવી તેમના મિત્રોને શેયર કરી રહ્યો હતા તે સમયે પકડાઇ ગયા હતા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement