Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હરામીનાળા નજીક વધુ ચાર બોટ સાથે બે પાકિસ્તાની માછીમારોને ઝડપાયા

કચ્છના સરહદી વિસ્તાર હરામીનાળા પાસેથી વધુ 4 બોટ સાથે બે પાકિસ્તાની માછીમાર ઝડપાયા છે. બંનેની પ્રાથમિક પુછપરછ બાદ જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં લઇ જવાશે.  હરામીનાળામાંથી બિનવારસી પાકિસ્તાની બોટ કબ્જે કર્યાનાં બીજા દિવસે બોર્ડર સિક્યોરીટી ફોર્સે આ જ નાળામાંથી વધુ ચાર બોટ સાથે બે પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડ્યાં હતા. આજે સવારે સાડા આઠના અરસામાં BSFની ટૂકડી ક્રીક વિસ્તારમાં પ
01:20 PM May 26, 2022 IST | Vipul Pandya
કચ્છના સરહદી વિસ્તાર હરામીનાળા પાસેથી વધુ 4 બોટ સાથે બે પાકિસ્તાની માછીમાર ઝડપાયા છે. બંનેની પ્રાથમિક પુછપરછ બાદ જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં લઇ જવાશે.  
હરામીનાળામાંથી બિનવારસી પાકિસ્તાની બોટ કબ્જે કર્યાનાં બીજા દિવસે બોર્ડર સિક્યોરીટી ફોર્સે આ જ નાળામાંથી વધુ ચાર બોટ સાથે બે પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડ્યાં હતા. 
આજે સવારે સાડા આઠના અરસામાં BSFની ટૂકડી ક્રીક વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે પાકિસ્તાની બોટની મૂવમેન્ટ ધ્યાને આવી હતી. જપ્ત બોટમાંથી માછલીઓ અને તેને પકડવાની જાળી મળી આવી છે.હજુ સુધી કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુઓ મળવા પામી નથી. હાલમાં ઝડપાયેલા બે પાકિસ્તાનીઓ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 
પ્રાથમિક પૂછપરછ બાદ બંને માછીમારોને પોલીસને સોપાશે. ત્યારબાદ ભુજના જોઈન્ટ ઇન્ટરોગેશન સેન્ટરમાં મોકલવામાં આવશે.
Tags :
boatsBSFfishermenGujaratFirstHaramiNalaPakistani
Next Article