Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજસ્થાનમાં ભાજપને ઝટકો, 3 ધારાસભ્યે કર્યું ક્રોસ વોટીંગ

રાજસ્થાનમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. આ સાથે જ ત્રણ મતોની ગેરસમજનો મામલો સામે આવ્યો છે. વાસ્તવમાં ધોલપુરના ભાજપના ધારાસભ્ય શોભરાણી કુશવાહાએ ભૂલથી પોતાનો વોટ ભાજપના ઘનશ્યામ તિવારીને બદલે કોંગ્રેસના પ્રમોદ તિવારીને આપી દીધો છે. આવી સ્થિતિમાં ભાજપનો આ વોટ ફગાવી શકાય છે. સાથે જ ભાજપ એવું પણ કહી રહ્યું છે કે શોભા રાનીના વોટમાં ગરબડ થઈ છે. ઉલ્લેખનીય છે કે શોભા ર
રાજસ્થાનમાં ભાજપને ઝટકો  3 ધારાસભ્યે કર્યું ક્રોસ વોટીંગ
રાજસ્થાનમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. આ સાથે જ ત્રણ મતોની ગેરસમજનો મામલો સામે આવ્યો છે. વાસ્તવમાં ધોલપુરના ભાજપના ધારાસભ્ય શોભરાણી કુશવાહાએ ભૂલથી પોતાનો વોટ ભાજપના ઘનશ્યામ તિવારીને બદલે કોંગ્રેસના પ્રમોદ તિવારીને આપી દીધો છે. આવી સ્થિતિમાં ભાજપનો આ વોટ ફગાવી શકાય છે. સાથે જ ભાજપ એવું પણ કહી રહ્યું છે કે શોભા રાનીના વોટમાં ગરબડ થઈ છે. ઉલ્લેખનીય છે કે શોભા રાનીના પતિ બીએલ કુશવાહા હાલમાં જેલમાં છે.
આ ઉપરાંત ભાજપના ધારાસભ્ય સિદ્ધિ કુમારીનો વોટ પણ ખોટો પડ્યો છે. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ તેમણે અપક્ષ સુભાષ ચંદ્રાને વોટ આપવાનો હતો પરંતુ તેમણે પોતાનો વોટ ઘનશ્યામ તિવારીને આપ્યો છે.સાથે સાથે બાંસવાડાના ગઢીના બીજેપી ધારાસભ્ય કૈલાશ ચંદ મીણાએ પણ પોતાનો વોટ નાખવામાં ભૂલ કરી છે. તેમનો મત પણ નકારવામાં આવી શકે છે. કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોતસારાએ દાવો કર્યો છે કે કૈલાશચંદ મીણાએ પોલિંગ એજન્ટને બતાવીને પોતાનો મત આપ્યો છે. આ મામલે હવે સીસીટીવી અને ચૂંટણી પંચના વીડિયો રેકોર્ડિંગ જોયા બાદ જ નિર્ણય લેવામાં આવશે.
રાજસ્થાનની 4 રાજ્યસભા સીટોના ​​ઉમેદવારો માટે આજે સવારે 9 વાગ્યાથી વિધાનસભામાં મતદાન શરૂ થઈ ગયું છે, જે સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. મતદાન પ્રક્રિયા શરૂ થતાંની સાથે જ પ્રથમ વોટ સીએમ અશોક ગેહલોતે આપ્યો હતો. સીએમ બાદ બસપામાંથી કોંગ્રેસમાં આવેલા ધારાસભ્ય અને મંત્રી રાજેન્દ્ર ગુડાએ મતદાન કર્યું. બંને પક્ષોના વરિષ્ઠ નેતાઓએ ધારાસભ્યોને ભૂલ મુક્ત મતદાન માટે સૂચનાઓ આપી છે. 
આ વખતે સીએમ અશોક ગેહલોત પોતે પોલિંગ એજન્ટ બની ગયા છે, તેથી કોંગ્રેસના દરેક ધારાસભ્ય મતદાન કર્યા પછી સીએમને બેલેટ બતાવશે. કોંગ્રેસના 108 ધારાસભ્યો સીએમ ગેહલોતને વોટ બતાવશે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોતાસરા પણ પોલિંગ એજન્ટ બન્યા છે, રાજ્યસભાના સમગ્ર મતદાન અને મતગણતરી દરમિયાન સીએમ અશોક ગેહલોત પોતે હાજર રહેશે.
Advertisement
Tags :
Advertisement

.