ટ્યૂશન ક્લાસ શિક્ષકે વિદ્યાર્થીની સાથે કર્યા અડપલા, પોલીસે કરી શિક્ષકની ધરપકડ
અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં કિશોરી સાથે છેડતીની ઘટના બની છે. ટ્યુશનમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે ટ્યુશનમાં ભણાવતા શિક્ષકે જ છેડતી કરી હતી. આ મામલે પરિવારજનોએ પોલીસને ફરિયાદ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.ટ્યુશન કલાસ ગઇ હતી વિદ્યાર્થીની અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા પરિવારની દીકરી ધોરણ 12માં અભ્યાસ કરે છે. ગત 9 જાન્યુઆરી 2022ના રોજ વિદ્યાર્થીની ટ
01:20 PM Jan 17, 2023 IST
|
Vipul Pandya
અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં કિશોરી સાથે છેડતીની ઘટના બની છે. ટ્યુશનમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે ટ્યુશનમાં ભણાવતા શિક્ષકે જ છેડતી કરી હતી. આ મામલે પરિવારજનોએ પોલીસને ફરિયાદ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
ટ્યુશન કલાસ ગઇ હતી વિદ્યાર્થીની
અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા પરિવારની દીકરી ધોરણ 12માં અભ્યાસ કરે છે. ગત 9 જાન્યુઆરી 2022ના રોજ વિદ્યાર્થીની ટ્યુશન ક્લાસ ગઈ હતી અને ત્યાં હાજર ટ્યુશન શિક્ષક અજય સોલંકીએ અન્ય વિદ્યાર્થીઓની ગેરહાજરીનો લાભ લઈને તેની સાથે અડપલાં કર્યા હતા. જોકે કિશોરી ડરી જતા તે ઘરે આવી ગઈ હતી અને સતત ગુમસૂમ રહેતી હતી.
કિશોરીનો વ્યવહાર બદલાતા માતા-પિતાને શંકા ગઇ હતી
કિશોરીનો વ્યવહાર બદલાઈ જતા માતા પિતાને શંકા જતા તેમણે દીકરી સાથે ટ્યુશનમાં અભ્યાસ કરતા અન્ય બાળકો અને પરીવારના જ એક ભાણીયાને પૂછતાં સમગ્ર બનાવનો ભાંડો ફૂટ્યો હતો. પરિવારને જાણ થઈ હતી કે અજય સોલંકીએ અન્ય વિદ્યાર્થીઓની ગેરહાજરીમાં એકલતાનો લાભ લઈને તેમની દીકરી સાથે અડપલાં કર્યાં હતાં. જેના કારણે દીકરી હેતબાઈ ગઈ હતી...
ફરીયાદ બાદ આરોપી શિક્ષકની ધરપકડ
આ સમગ્ર બનાવ અંગે પરિવારે શહેર કોટડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી ટ્યુશન શિક્ષક અજય સોલંકીની ધરપકડ કરી છે. આ મામલે ઝડપાયેલા ટ્યુશન શિક્ષકને ઝડપીને તેની તપાસ કરતા તે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને ભણાવતો હોવાનું સામે આવ્યું હતું. જોકે તેણે અન્ય કોઈ કિશોરી સાથે આ પ્રકારનું કૃત્ય કર્યું છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં તે છેલ્લા ઘણા સમયથી ટ્યુશન ચલાવતો હોવાનું સામે આવ્યું છે. તેણે અન્ય કોઈ દીકરી સાથે આ પ્રકારનું કૃત્ય કર્યું છે કે કેમ તે દિશામાં તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article