ભરુચ - અંક્લેશ્વરને જોડતો અંગ્રેજોના સમયનો 'ગોલ્ડન બ્રિજ' આજે ૧૪૧ વર્ષનો થયો
ગોલ્ડન બ્રિજ, ગુજરાતના મોટાભાગના લોકો આ નામથી પરિચિત હશે. નર્મદા નદી પર ભરુચ અને અંકલેશ્વરને જોડતો આ બ્રિજ ભરુચની ઐતિહાસિક ધરોહર સમાન છે. ત્યારે આજના દિવસે આ ઐતિહાસિક ગોલ્ડન બ્રિજને 141 વર્ષ પુરા થયા છે. ભરૂચમાં અનેક એવી ઐતિહાસિક ધરોહર છે, જે લુપ્ત થઈ ચૂકી છે. જો કે અંગ્રેજો દ્વારા નિર્માણ પામેલો અને હજારો લોકોના રોજિંદા જીવનનો એક ભાગ એવો ગોલ્ડન બ્રિજ આજે પણ અડિખમ છે. એક સમયે ભરુચ અન
ગોલ્ડન બ્રિજ, ગુજરાતના મોટાભાગના લોકો આ નામથી પરિચિત હશે. નર્મદા નદી પર ભરુચ અને અંકલેશ્વરને જોડતો આ બ્રિજ ભરુચની ઐતિહાસિક ધરોહર સમાન છે. ત્યારે આજના દિવસે આ ઐતિહાસિક ગોલ્ડન બ્રિજને 141 વર્ષ પુરા થયા છે. ભરૂચમાં અનેક એવી ઐતિહાસિક ધરોહર છે, જે લુપ્ત થઈ ચૂકી છે. જો કે અંગ્રેજો દ્વારા નિર્માણ પામેલો અને હજારો લોકોના રોજિંદા જીવનનો એક ભાગ એવો ગોલ્ડન બ્રિજ આજે પણ અડિખમ છે. એક સમયે ભરુચ અને અંકલેશ્વરને જોડતો આ એકમાત્ર બ્રિજ હતો. ત્યારબાદ સમયાંતરે બીજા બ્રિજ નિર્માણ પામ્યા. જેથી હજારો વાહનોનું ભારણ વેઠનારો ગોલ્ડન બ્રિજ આજે સુનો પડયો છે. તેવામાં આ ગોલ્ડન બ્રિજ હજુ અડીખમ રહે અને ઐતિહાસિક ધરોહરની જાળવણી થાય તે માટે તંત્ર મરામત કરાવે તેવી માંગ ઉઠી છે.
ભરૂચ - અંકલેશ્વર ને જોડતા અને સોનાના લગડી સમાન ગોલ્ડન બ્રિજનો પ્રથમ પાયો અંગ્રેજોએ ૭ ડિસેમ્બર ૧૮૭૭ ના રોજ નાંખ્યો હતો. અંદાજિત દોઢ કિલોમીટર લાંબો આ ગોલ્ડન બ્રિજ ચાર વર્ષમાં એટલે કે 16 મે 1881માં બનીને તૈયાર થયો હતો. ત્યારથી લઇને આજદિન સુધી ગોલ્ડન બ્રિજ અડીખમ રહ્યો છે. આ બ્રિજ સતત વાહનોથી ભરચક રહેતા ટ્રાફિકજામની સમસ્યાનો અંત લાવવા સરકાર દ્વારા ગોલ્ડન બ્રિજની બાજુમાં સમયાંતરે નર્મદા મૈયા બ્રિજ કાર્યરત કરાયો છે. જેના પગલે હવે ટ્રાફિક ત્યાં ડાયવર્ટ થયો છે.
નર્મદા મૈયા બ્રિજ વાહન વ્યવહાર અર્થે કાર્યરત થતા ગોલ્ડન બ્રિજ ઉપરનું ભારણ નહિવત થયું છે. જે તે સમયે ગોલ્ડન બ્રિજની મરામત માટે વાહન વ્યવહાર ડાયવર્ટ કરવા માટે કોઈ વિકલ્પ ન હતો. જો કે બાજુમાં નર્મદા મૈયા બ્રિજ વાહન વ્યવહાર માટે કાર્યરત છે. ત્યારે અંગેજોના સમયના અને ૧૪૧ વર્ષ થી હજારો વાહનનો ભારણ વેઠનાર ગોલ્ડન બ્રિજની મરામત, સાફ સફાઈ અને રંગરોગાણનું કામ તંત્ર દ્વારા થવું જોઈએ. તંત્રએ આ ગોલ્ડન બ્રિજને ધરોહર તરીકે વિકસિત કરવો જોઇએ તેની માગ પણ ઉઠી છે. ઉલ્લેખનીય છે કે ભરૂચની ઐતિહાસિક ધરોહર ગણાતો ટાવર ભરૂચવાસીઓએ ગુમાવ્યો છે. ત્યારે તંત્રની લાપરવાહી અને અણઆવડતના કારણે સોનાની લગડી સમાન ગોલ્ડન બ્રિજ પણ ના ગુમાવવો પડે.
Advertisement