Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારત-પાકિસ્તાન મેચની આ ટીવી એડ મૌકા-મૌકા રહી હતી ખુબ સુપરહીટ, જુઓ

ભારત અને પાકિસ્તાન (INSvsPAK) વચ્ચે ક્રિકેટ મેચ આપણાં દેશમા કોઈ તહેવારની જેમ ઉજવવામાં આવે છે. છેલ્લા કેટલાક અમુક વર્ષોથી આવા મોકા ઘણાં ઓછા આવ્યા છે જેમાં ભારત અને પાકિસ્તાન ક્રિકેટના મેદાન પર આમને સામને આવી હોય.  આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2022ની ટી20 ઈન્ટરનેશનલ મેચ રમાશે ત્યારે ટીવીની તે એડ જે ભારત પાકિસ્તનની મેચ સાથે જોડાયેલી છે જે ખુબ લોકપ્રિય થઈ હતી.મૌકા-મૌકાક્રિકેટ વર્લ્àª
ભારત પાકિસ્તાન મેચની આ ટીવી એડ મૌકા મૌકા રહી હતી ખુબ સુપરહીટ  જુઓ
ભારત અને પાકિસ્તાન (INSvsPAK) વચ્ચે ક્રિકેટ મેચ આપણાં દેશમા કોઈ તહેવારની જેમ ઉજવવામાં આવે છે. છેલ્લા કેટલાક અમુક વર્ષોથી આવા મોકા ઘણાં ઓછા આવ્યા છે જેમાં ભારત અને પાકિસ્તાન ક્રિકેટના મેદાન પર આમને સામને આવી હોય.  આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2022ની ટી20 ઈન્ટરનેશનલ મેચ રમાશે ત્યારે ટીવીની તે એડ જે ભારત પાકિસ્તનની મેચ સાથે જોડાયેલી છે જે ખુબ લોકપ્રિય થઈ હતી.

મૌકા-મૌકા

ક્રિકેટ વર્લ્ડ કપ 2015 દરમિયાન મૌકા-મૌકા એડ બની હતી. આ ટીવી વિજ્ઞાપન ભારત અને પાકિસ્તાન (INSvsPAK) વચ્ચે ક્રિકેટના મેદાન પર ચાલી આવતી પ્રતિસ્પર્ધાને દેખાડે છે. આ એડમાં મૌકા-મૌકા વાળી ધૂન ઘણી જ પ્રચલિત થઈ હતી અને આજે પણ ઈન્ડિયા અને પાકિસ્તાનની મેચ દરમિયાન આ એડ લોકોના મનમાં આવી જાય છે. આ એડનો સાર એ છે કે પાકિસ્તાન ભારત સામે વર્લ્ડ કપમાં ક્યારેય નથી જીતી શક્યું.
મોહ ના છૂટે
ICC ક્રિકેટ ચેમ્પિયનશિપ 2017 દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને એક ટીવી એડ સામે આવી હતી. આ એડમાં એક અમીર શખ્સ સંસાર ત્યાગીને સંન્યાસી બનવાનું વિચારે છે પરંતુ જેવી ભારત અને પાકિસ્તાનની મેચના સમાચાર આવે એટલે તે સંન્યાસી બનવાનો વિચાર મુકી દે છે. આ એડને #SabseBadaMoh હેઠળ જાહેર કરાઈ હતી.
વિવાદ
વર્ષ 2019માં ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન ભારત અને પાકિસ્તાનની (Pakistan) મેચને લઈને એક ટીવી એડ પ્રસારિત થઈ હતી. આ એડમાં ભારતને પાકિસ્તાનના પિતા ગણાવવાનો ઉદ્દેશ્ય દેખાડવામાં આવ્યો હતો. કારણ કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ ફાધર્સ ડેના દિવસે રમાવાની હતી. જેનાથી આ એડ પર સોશિયલ મીડિયા પર ભારે વિવાદ થયો હતો.
Advertisement

Advertisement
Tags :
Advertisement

.