Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહેસાણામાં પોલીસ કર્મીઓનો સ્ટ્રેસ ઘટાડવા માટે કરાયું આ આયોજન

પોલીસ જવાનોની ડ્યુટી સતત સ્ટ્રેસવાળા વાતાવરણ માં વિતતી હોય છે. સતત સ્ટ્રેસ ભર્યા વાતાવરણમાં અનેક પ્રકારની બીમારીઓનો ભોગ પણ પોલીસ જવાનો બનતા હોય છે. ત્યારે મહેસાણા જિલ્લા રેન્જ આઈજી અભય ચુડાસમા તેમજ મહેસાણા જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ રમતોત્સવ 2023નું પોલીસ હેડક્વાટરમાં આયોજન કરવામાં આવ્યું. આ રમતોત્સવમાં 200 જેટલા મહિલા પોલીસ તેમજ પુરુષ પોલીસ જવાનો એ ભાગ લીધો. પોલીસ કર્મીઓનો à
મહેસાણામાં પોલીસ કર્મીઓનો સ્ટ્રેસ ઘટાડવા માટે કરાયું આ આયોજન
પોલીસ જવાનોની ડ્યુટી સતત સ્ટ્રેસવાળા વાતાવરણ માં વિતતી હોય છે. સતત સ્ટ્રેસ ભર્યા વાતાવરણમાં અનેક પ્રકારની બીમારીઓનો ભોગ પણ પોલીસ જવાનો બનતા હોય છે. ત્યારે મહેસાણા જિલ્લા રેન્જ આઈજી અભય ચુડાસમા તેમજ મહેસાણા જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ રમતોત્સવ 2023નું પોલીસ હેડક્વાટરમાં આયોજન કરવામાં આવ્યું. આ રમતોત્સવમાં 200 જેટલા મહિલા પોલીસ તેમજ પુરુષ પોલીસ જવાનો એ ભાગ લીધો. 
પોલીસ કર્મીઓનો સ્ટ્રેસ હળવો કરવાનો હેતું 
પોલીસ હેડકવાટરમાં યોજાયેલા રમતોત્સવમાં  વોલીબોલ, રસ્સાખેંચ, બેડ મિન્ટન, તીરંદાજી, દોડ, ગોળા ફેંક અને બરછી ફેંક વિગેરે રમતોનું  આયોજન કરવામાં આવ્યું. આ આયોજન પાછળનો મુખ્ય હેતુ સતત સ્ટ્રેસમાં કામ કરતા પોલીસ કર્મીઓને થોડુ હળવુ વાતાવરણ પુરુ પાડવાનો હતો.સાથે સાથે પોલીસ જવાનોમાં સંઘ ભાવના વધે, એક બીજા કર્મચારીઓની નજીક આવે તેમજ અધિકારીઓ સાથે સુમેળભર્યા સંબંધો વધે તે હેતુ પણ આ આયોજનનો એક મુખ્ય ભાગ હતો. 
રમતોત્સવને લઇને પોલીસ બેડામાં ઉત્સાહ 
મહેસાણા જિલ્લામાં પોલીસ જવાનો માટે કરાયેલા આ ખાસ આયોજનથી પોલીસ બેડામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. વહેલી સવારથી શરૂ થયેલા આ આયોજનમાં મહેસાણા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો પોલીસ હેડકવાટરમાં જોવા મળ્યા. અહીં 200 પોલીસ જવાનોએ આ રમતોત્સવ ભાગ લીધો હતો. રેન્જ આઈજી દ્વારા 50 વર્ષ થી ઉપરની વયના અને સારી ફિટનેસ ધરાવતા પોલીસ જવાનોનું એક સર્વે કરી તેમનું વિશિષ્ટ સન્માન પણ કરવામાં આવ્યું. 
મહેસાણા જિલ્લા પોલીસ વડા તેમજ રેન્જ આઈજી દ્વારા કરાયેલા આયોજનને પોલીસ જવાનો બિરદાવી રહ્યા છે. સતત કામના ભારણ વચ્ચે  આવા આયોજનથી માનસિક તણાવ ઘટશે તેવું પણ તેઓ માની રહ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.