પરિવારથી વિખુટી પડેલી અસ્થિર મગજની મહિલાનું પોલીસે આ રીતે કરાવ્યું પરિવાર સાથે મિલન
ગોધરા તાલુકાના ભમૈયા ગામેથી પરિવારથી વિખુટી પડી ગયેલી એક અસ્થિર મગજની મહિલાને ઓલપાડ પોલીસે શોધી કાઢી હતી અને ત્યારબાદ તપાસ કરી મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. મહિલા મગજની અસ્થિરતાના કારણે છેલ્લા પંદર દિવસથી ઘરના સભ્યોની જાણ બહાર તેમના ધરેથી નિકળી ગયી હતી જે ફરતા ફરતા ઓલપાડ તાલુકાના તેના ગામે આવી પહોચી હતી. આ મહિલાની તેના પતિ તથા પરીવારજનો છેલ્લા પંદર દિવસથી શોધખોળ
Advertisement
ગોધરા તાલુકાના ભમૈયા ગામેથી પરિવારથી વિખુટી પડી ગયેલી એક અસ્થિર મગજની મહિલાને ઓલપાડ પોલીસે શોધી કાઢી હતી અને ત્યારબાદ તપાસ કરી મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. મહિલા મગજની અસ્થિરતાના કારણે છેલ્લા પંદર દિવસથી ઘરના સભ્યોની જાણ બહાર તેમના ધરેથી નિકળી ગયી હતી જે ફરતા ફરતા ઓલપાડ તાલુકાના તેના ગામે આવી પહોચી હતી. આ મહિલાની તેના પતિ તથા પરીવારજનો છેલ્લા પંદર દિવસથી શોધખોળ કરી રહ્યા હતા
આધારકાર્ડ થકી થઇ ઓળખ
ઓલપાડ પોલીસે જણાવ્યું હતું કે ઓલપાડ પોલીસના સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ૨૫ ફેબ્રુઆરી ના સાંજના આશરે છએક વાગ્યે ઓલપાડ તાલુકાના તેના ગામ શનેશ્વર મહાદેવ મંદિર પાસે એક અસ્થિર મગજની મહિલા મળી આવી હતી જે મહિલાનું નામ તથા સરનામુ જાણવા માટે કોશીશ કરી હતી પરંતુ તે મહિલાએ પોતાના નામ તેમજ સરનામાની કોઇ વિગત જણાવી શકી ન હતી. આ મહિલા પાસે એક આધારકાર્ડ મળી આવ્યું હતું જેમાં જોતા નામ સમરતબેન દલપતભાઇ બારિઆ લખેલુ હતુ તથા સરનામુ-ભમૈયાપૂર્વ તા-ગોધરા જી-પંચમહાલ લખેલ હતું. તેમજ એક મોબાઇલ નંબર લખેલો મળી આવ્યો હતો જે મોબાઇલ નંબર સંપર્ક કરી સોશ્યલ મીડીયાના માધ્યમથી ઓલપાડ પોલીસ દ્વારા મહિલાનો ફોટો મોકલી તેમના વાલી વારસોની માહિતી મેળવવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા પોલીસ તપાસમાં અસ્થિર મગજની મહિલાની ઓળખ થઇ હતી અને તે મહિલા સમરતબેન દલપતભાઇ બારીયા રહે.ભમૈયાગામ ડાયરા ફળિયુ તા-ગોધરા જી-પંચમહાલની હોવાનું જાણવા મળ્યું હતું.
છેલ્લા 15 દિવસથી પરિવારથી વિખુટી પડી ગઇ હતી મહિલા
વધુમાં ઓલપાડ પોલીસે જણાવ્યું હતું કે મહિલા મગજની અસ્થિરતાના કારણે છેલ્લા પંદર દિવસથી ઘરના સભ્યોની જાણ બહાર તેમના ધરેથી નિકળી ગયી હતી જે ફરતા ફરતા ઓલપાડ તાલુકાના તેના ગામે આવી પહોચી હતી. આ મહિલાની તેના પતિ દલપતભાઇ કાનજીભાઇ બારીયા તથા પરીવારજનો છેલ્લા પંદર દિવસથી શોધખોળ કરી રહ્યા હતા પરંતુ તેમને આ મહિલાની કોઇ ભાળ મળી ન હતી. આ અસ્થિર મગજની મહિલાને ઓલપાડ પોલીસ દ્વારા તેમના પતિ દલપતભાઇ કાનજીભાઇ બારીયા તથા તેમના પરીવાર સાથે સુખદ મિલન કરાવી સરાહનીય કામગીરી કરી હતી તેમજ મહિલાને તેમના પતિ તથા તેમના ભાઇ જયંતીભાઇ મોહનભાઇ બારીયા સાથે સુખદ મિલન કરાવ્યું હતું.
આ પણ વાંચોઃ દેવગઢ બારીયાના પ્રા.શાળાના બાળકોને કેમ જીવનું જોખમ ? તંત્રની કઇ બેદરકારી પડી શકે છે ભારે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.