ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Adult સ્ટાર બની રાજનેતા, જીતી મેયરની ચૂંટણી

મનોરંજન જગતથી ઘણા લોકો રાજનીતિમાં જોડાતા હોય છે. પરંતુ હવે સમાચાર સામે આવી રહ્યા છે જે મુજબ એક એડલ્ટ સ્ટારે રાજનીતિમાં જંપ લાવ્યો છે. દક્ષિણ અમેરિકાના એક્વાડોર દેશમાં એક એડલ્ટ સ્ટાર (Adult Star) એ મેયરની ચૂંટણી (Mayor's Election) જીતી સમગ્ર દુનિયાને ચોંકાવી દીધા છે. મોડલમાંથી રાજકારણી બનેલી આ એડલ્ટ સ્ટારનું નામ મારિયા ફર્નાન્ડા વર્ગાસ (María Fernanda Vargas) છે, જે તેના ચાહકોમાં મેફર તરીકે પણ લોકપ્રિય છે. અહી à
11:47 AM Feb 09, 2023 IST | Vipul Pandya
મનોરંજન જગતથી ઘણા લોકો રાજનીતિમાં જોડાતા હોય છે. પરંતુ હવે સમાચાર સામે આવી રહ્યા છે જે મુજબ એક એડલ્ટ સ્ટારે રાજનીતિમાં જંપ લાવ્યો છે. દક્ષિણ અમેરિકાના એક્વાડોર દેશમાં એક એડલ્ટ સ્ટાર (Adult Star) એ મેયરની ચૂંટણી (Mayor's Election) જીતી સમગ્ર દુનિયાને ચોંકાવી દીધા છે. મોડલમાંથી રાજકારણી બનેલી આ એડલ્ટ સ્ટારનું નામ મારિયા ફર્નાન્ડા વર્ગાસ (María Fernanda Vargas) છે, જે તેના ચાહકોમાં મેફર તરીકે પણ લોકપ્રિય છે. અહી સૌથી મોટી આશ્ચર્યની વાત એ છે કે જ્યારે આ એડલ્ટ સ્ટાર ચૂંટણી જીતી ત્યારે ઘણા લોકોને તેના વિશે ખબર પડી. ચૂંટણી દરમિયાન પણ તેના હરીફો તેને ગંભીરતાથી લેતા ન હોતા. પ્રચાર દરમિયાન હરીફો કહેતા હતા કે તે જીતી શકે નહી.
એડલ્ટ વેબસાઈટ OnlyFans પર 'Maffer' તરીકે વધુ જાણીતી
મારિયા ફર્નાન્ડા વર્ગાસ એક એડલ્ટ સ્ટાર રહી ચુકી છે. તેણે એડલ્ટ વેબસાઈટ માટે ફોટોશૂટ કરાવ્યું હતું. ભૂતપૂર્વ મોડલે ઈક્વાડોરમાં આ અનોખો કારનામો કરી સૌ કોઇને અને ખાસ કરીને તેના હરીફોને આશ્ચર્યચકિત થઇ ગયા છે. આ મોડલે એક શહેરના મેયરની ચૂંટણી જીતી છે. એવું માનવામાં આવે છે કે રાજકીય ચૂંટણી જીતવા માટે એડલ્ટ મોડલ માટે આ પ્રકારનું આ પ્રથમ કાર્ય છે. આ મોડલનું નામ મારિયા ફર્નાન્ડા વર્ગાસ છે, જે એડલ્ટ વેબસાઈટ OnlyFans પર 'Maffer' તરીકે વધુ જાણીતી છે. મારિયા હવે ઈક્વાડોરના ગુયાયાજ પ્રોવિન્સના શહેર સિમોન બોલિવર કેન્ટનના નવા મેયર બન્યા છે.
મારિયાએ પત્રકારત્વની ડિગ્રી પણ લીધી છે
ડેઈલી સ્ટારના સમાચાર અનુસાર, OnlyFans વેબસાઈટ પર સફળ મોડલ બનતા પહેલા મારિયા પોતાનું એક લોકપ્રિય બ્યુટી સલૂન ચલાવતી હતી. એટલું જ નહીં તેણે મિલાગ્રો સ્ટેટ યુનિવર્સિટીમાંથી પત્રકારત્વની ડિગ્રી પણ લીધી છે. ચૂંટણી પ્રચારની શરૂઆતમાં, મારિયાના વિરોધી ઉમેદવારે દાવો કર્યો હતો કે ભૂતપૂર્વ એડલ્ટ એન્ટરટેઈનર હોવાને કારણે મતદારો મારિયાને બહુ ગંભીરતાથી લેશે નહીં, પરંતુ અંતિમ પરિણામ તેનાથી વિપરીત આવ્યું. એડલ્ટ કન્ટેન્ટ પ્લેટફોર્મ પર તેને ફોલો કરનારા લોકોની સંખ્યા દ્વારા તેણીની જીતમાં કેટલો ફાળો હતો તે સ્પષ્ટ નથી, પરંતુ મારિયાએ મેયરની ચૂંટણીમાં 50% થી વધુ મત જીતીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે.
સ્ટારે ગ્લેમરસ તસવીરો વેચીને પૈસા ભેગા કર્યા
જ્યારે આપણા મગજમાં કોઈ નેતા કે નેતાની વાત આવે છે ત્યારે એવું લાગે છે કે નેતા બનવા માટે કોઈ ખાસ માપદંડ હોવા જોઈએ. પરંતુ એક્વાડોરની એક એડલ્ટ મોડલે એવું પરાક્રમ કર્યું કે તે મેયરની ચૂંટણી જીતીને મેયર બની ગઈ. ચૂંટણી જીત્યા બાદ આ એડલ્ટ સ્ટારની ઘણી તસવીરો સામે આવી અને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. મારિયાએ એક્વાડોરમાં મેયરની ચૂંટણી જીતી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, મારિયાની જીતની સૌથી ખાસ વાત એ હતી કે તેને અડધાથી વધુ વોટ મળ્યા હતા. આ સિવાય બીજી એક ચર્ચા સામે આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે મોડલે પોતાની ગ્લેમરસ તસવીરો વેચીને પૈસા ભેગા કર્યા હતા અને ચૂંટણી પ્રચારમાં ખર્ચો કર્યો હતો.
આ પણ વાંચો - નમ્રતા મલ્લાની Boldness એ સોશિયલ મીડિયાનું વધાર્યું Temperature, ફેન્સે કહ્યું- આ તો અપ્સરા જેવી લાગે છે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
AdultModelAdultMoviesAdultStarAdultStarTurnedPoliticianAdultસ્ટારEcuadorElectionfernandaGujaratFirstmafervargasmafervargasalcaldesamaríafernandavargasmariafernandamariafernandavargasMayorMayorElectionModelMODELWINSMAYORELECTIONONLYFANSSTARMAYORPoliticianvargas
Next Article