Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ પાકિસ્તાન વાળાને કાશ્મીર સિવાય કઈ દેખાતું જ નથી, શાહબાઝ શરીફે ફરી એક વખત આપ્યું નિવેદન, PM મોદીને પણ આપ્યો સંદેશ

કાશ્મીરનું નામ જો કોઈ પાકિસ્તાની નેતા ન લે તો તો એ લોકોને કંઈ હજમ ન થાય. પોતાના રાજકીય રોટલા શેકવા માટે જ્યારે ને ત્યારે કાશ્મીરને લઈને આવે છે. ત્યારે પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનનાર શાહબાઝ શરીફે ફરી એકવખત કાશ્મીરનો રાગ આલાપ્યો છે. શાહબાઝ શરીફે પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનતાની સાથે જ ભારતને લઈને મોટું નિવેદન આપ્યું છે. કાશ્મીર મુદ્દે તેમની તરફથી નિવેદન આપવામાં આવ્યું છે. વડા
02:33 PM Apr 11, 2022 IST | Vipul Pandya

કાશ્મીરનું નામ જો કોઈ પાકિસ્તાની નેતા ન લે તો તો એ લોકોને કંઈ
હજમ ન થાય. પોતાના રાજકીય રોટલા શેકવા માટે જ્યારે ને ત્યારે કાશ્મીરને લઈને આવે
છે. ત્યારે પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનનાર શાહબાઝ શરીફે ફરી એકવખત કાશ્મીરનો રાગ
આલાપ્યો છે. શાહબાઝ શરીફે પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનતાની સાથે જ ભારતને લઈને
મોટું નિવેદન આપ્યું છે. કાશ્મીર મુદ્દે તેમની તરફથી નિવેદન આપવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંદેશો આપતાં તેમણે કહ્યું છે કે કાશ્મીર સમસ્યાનો ઉકેલ
કાશ્મીરી લોકોની ઈચ્છા મુજબ થવો જોઈએ. શહેબાઝ શરીફે કહ્યું કે અમે ભારત સાથે વધુ
સારા સંબંધો ઈચ્છીએ છીએ.
પરંતુ જ્યાં સુધી કાશ્મીર મુદ્દા પર શાંતિપૂર્ણ ઉકેલ ન આવે
ત્યાં સુધી તે શક્ય નથી. અમે કાશ્મીરી લોકોને તેમના હાથમાં છોડી શકતા નથી.
રાજદ્વારી રીતે અમે કાશ્મીરી લોકોને અમારું સમર્થન ચાલુ રાખીશું.

javascript:nicTemp();

પાક પીએમએ વડાપ્રધાન મોદીને પણ સંદેશ આપ્યો છે. તેમના મતે કાશ્મીર
સમસ્યાનો ઉકેલ માત્ર અને માત્ર કાશ્મીરી લોકોની ઈચ્છા મુજબ જ થવો જોઈએ. સાથે મળીને
તેમની પીડા ઓછી કરવી જોઈએ
, ત્યાં ગરીબી દૂર કરવી જોઈએ. જો કે નિવેદનમાં શાહબાઝ
શરીફ દ્વારા કલમ
370ને લઈને એક મોટું નિવેદન પણ આપવામાં આવ્યું છે. તે મુદ્દે તેમણે
ભારત વિશે કોઈ ટિપ્પણી કરી ન હતી
પરંતુ પાકિસ્તાનની અગાઉની સરકાર પર જ નિશાન સાધ્યું હતું. તેમણે
કહ્યું કે કલમ
370 હટાવવા પર અગાઉની સરકાર કોઈ પગલાં લઈ શકી ન હતી. ગરીબી અને બેરોજગારીનો મુદ્દો ઉઠાવતા શાહબાઝ શરીફે પીએમ મોદી
માટે મોટું નિવેદન આપ્યું છે. તેમની નજરમાં બંને બાજુ ગરીબી છે
, બેરોજગારી છે, લોકો પાસે દવા નથી.
આવી સ્થિતિમાં આપણે આપણી જાતને કેમ આવું નુકસાન આપવા માંગીએ છીએ.
આવનારી પેઢીઓને શા
માટે બરબાદ કરવા માંગીએ છીએ.

javascript:nicTemp();

પાકિસ્તાનના નવા વડાપ્રધાન બન્યા બાદ શાહબાઝ શરીફે ત્યાંના લોકો
માટે પહેલી મોટી જાહેરાત કરી છે. તેણે નક્કી કર્યું કે હવે પાકિસ્તાનમાં લઘુત્તમ
આવક
25 હજાર કરવામાં આવશે.
શાહબાઝ શરીફ પાકિસ્તાનના નવા પીએમ બન્યા છે કારણ કે ઈમરાન ખાન વિપક્ષ દ્વારા
લાવવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવ હારી ગયા હતા. તેમણે એ પ્રસ્તાવથી ભાગવાનો ઘણો
પ્રયાસ કર્યો
, વિદેશી એંગલનો
મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો
, પરંતુ અંતે તેમની સરકાર પણ પડી અને તેમને પણ તેમનું પદ છોડવું
પડ્યું. હવે નવા પીએમ બન્યા બાદ શાહબાઝ શરીફ મોટા મોટા વાયદાઓ કરી રહ્યા છે
, જનતાને મોટા સપના
દેખાડી રહ્યા છે
, તેમાં તેઓ કેટલા સફળ થાય છે તે તો સમય જ કહેશે.

Tags :
GujaratFirstKashmirPakistanPMModiShahbazSharif
Next Article