Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાકિસ્તાને ભારતને પાંચ વિકેટે આપ્યો પરાજય

ભારતના  182 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ 10 ઓવરના અંતે 72/2નો સ્કોર કર્યો હતો. જ્યારે 10 ઓવરના અંતે ભારતનો સ્કોર 93/3 હતો. પાકિસ્તાન તરફથી મહમદ રિઝવાન 41 રન પર અને મહમદ નવાઝ 11 રન પર રમી રહ્યાં છે. જ્યારે બાબર આઝમ 14 અને ફખર ઝમામ 15 રન બનાવી આઉટ થયા હતા.દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં એશિયા કપ 2022ના (Asia Cup 2022)  સુપર-4 મુકાબલામાં ભારત પાકિસ્તાનની આજની મેચમાં ટોસ જીતીને પાકિસ્તાને સૌપ્રથમ àª
પાકિસ્તાને ભારતને પાંચ વિકેટે આપ્યો પરાજય
ભારતના  182 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ 10 ઓવરના અંતે 72/2નો સ્કોર કર્યો હતો. જ્યારે 10 ઓવરના અંતે ભારતનો સ્કોર 93/3 હતો. પાકિસ્તાન તરફથી મહમદ રિઝવાન 41 રન પર અને મહમદ નવાઝ 11 રન પર રમી રહ્યાં છે. જ્યારે બાબર આઝમ 14 અને ફખર ઝમામ 15 રન બનાવી આઉટ થયા હતા.
દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં એશિયા કપ 2022ના (Asia Cup 2022)  સુપર-4 મુકાબલામાં ભારત પાકિસ્તાનની આજની મેચમાં ટોસ જીતીને પાકિસ્તાને સૌપ્રથમ બોલિંગ પસંદ કરી હતી. જેમાં ભારતીય ટીમે 20 ઓવરમાં 181 રન બનાવ્યા છે. જેમાં સૌથી વધારે વિરાટ કોહલીએ 60 રન બનાવ્યા છે. જ્યારે પાકિસ્તાન તરફથી સૌથી વધારે શાદાબ ખાને 2, નસીમ શાહ, મહમ્મદ હુસૈન, હરીસ રઉફ અને મહમ્મદ નવાઝે 1-1 વિકેટ ઝડપી હતી.
એશિયા કપના (Asia Cup 2022) સુપર-4 મુકાબલામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની આજની મેચમાં ટીમ ઈન્ડિયા તરફથી ઉતરેલી રોહિત શર્મા (Rohit Sharma) અને કે.એલ.રાહુલની (K.L.Rahul) તોફાની બેટિંગે તરખાટ મચાવ્યો, શરૂઆતના પાંચ ઓવરમાં જ ભારતની ટીમનો સ્કોરને 50 પાર કરી દીધો. બંન્નેએ 5.1 ઓવરમાં 54 રનની ભાગીદારી નોંધાવી. જ્યારે પાંચમી ઓવરના પહેલાં બોલમાં રોહિત શર્મા 16 બોલમાં 28 રન બનાવીને આઉટ થયો હતો. જે પછી કેએલ રાહુલ 28 રન અને સુર્યકુમાર યાદવ (Suryakumar Yadav) 13 રન બનાવીને આઉટ થયો. 10 ઓવરના અંતે ભારતનો સ્કોર 93/3 રહ્યો, હાલ વિરાટ કોહલી (Virat Kohli) અને રિષભ પંત (Rishabh Pant) મેદાનમાં રમી રહ્યાં છે.
એશિય કપ 2022 (Asia Cup 2022) સીઝનમાં આજે ફરી એક વખત હાઈવોલ્ટેજ મુકાબલો થવાનો છે. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં (Dubai International Stadium) ભારતીય ટીમ અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થવાની છે. આ મેચ ભારતીય સમય પ્રમાણે 7.30 વાગ્યે રમાશે. એશિયા કપ 2022ની આ સિઝનમાં ભારત પાકિસ્તાનની આ બીજી મેચ છે.
ભારત અને પાકિસ્તાન (INDvsPAK) વચ્ચે એશિયા કપમાં (Asia Cup 2022) ફરી એકવાર મહામુકાબલો થવાનો છે. છેલ્લા એક અઠવાડિયામાં બીજીવખત આવું છે. જ્યારે બંન્ને ટીમો આમને-સામને છે. ભારતે 28 ઓગસ્ટના રોજ રમાયેલી મેચમાં પાકિસ્તાનને પાંચ વિકેટથી આપ્યો હતો પરંતુ આ મુકાબલામાં બંન્ને ટીમોમાં મોટા ફેરફાર થયાં છે. 
રવિન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત
હોંગકોંગ વિરૂદ્ધ મેચ બાદ ભારતને એક મોટો ઝટકો લાગ્યો કારણ કે, ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને (Ravindra Jadeja) ઘુંટણમાં ઈજા થવાથી આ ટૂર્નામેન્ટમાંથી બહાર થયાં છે. રવિન્દ્ર જાડેજાની ઈજા ઘણી જ ગંભીર જણાવવામાં આવી રહી છે. એવામાં તેમનું ટી-20 વર્લ્ડકપમાં સામેલ થવું પણ મુશ્કેસ છે. એશિયાકપમાં ભારતે અત્યાર સુધીમાં બે મેચો રમી છે. બંન્નેમાં રવિન્દ્ર જાડેજા પ્લેઈંગ ઈલેવનમાં હતા. એવામાં અક્ષર પટેલને (Akshar Patel) ટીમમાં સામેલ કરવામાં આવ્યાં છે. હવે જોવાનું રહેશે કે તે પ્લેઈંગ ઈલેવનમાં તક મળે છે કે નહી તે જોવું રહ્યું. તેમજ પાકિસ્તાનની ટીમના શાહનવાઝ દહાની સાઈડ સ્ટ્રેનના કારણે એશિયા કપમાંથી બહાર થયાં છે. અત્યાર સુધી રમાયેલી પાકિસ્તાનની બંન્ને મેચોમાં તેઓ પ્લેઈંગ ઈલેવનનો હિસ્સો હતા.
એશિયા કપના (Asia Cup) ઈતિહાસમાં ભારત-પાકિસ્તાન મેચોના પરિણામો
1984 :- શારજાહમાં ભારત 84 રનથી જીત્યું
1988:-ભારત 4 વિકેટે જીત્યું, ઢાકા
1995:-પાકિસ્તાન 97 રનથી જીત્યું, શારજાહ
1997:-કોઈ પરિણામ નથી, કોલંબો
2000:-પાકિસ્તાન 44 રનથી જીત્યું, ઢાકા
2004:-પાકિસ્તાન 59 રનથી જીત્યું, કોલંબો
2008:-ભારત 6 વિકેટે જીત્યું, કરાચી
2008:-પાકિસ્તાન 8 વિકેટે જીત્યું, કરાચી
2010:-ટીમ ઈન્ડિયા 3 વિકેટે જીતી, દામ્બુલા
2012:-ભારત 6 વિકેટે જીત્યું, મીરપુર
2014:-પાકિસ્તાન 1 વિકેટે જીત્યું, મીરપુર
2016:-ભારત 5 વિકેટે જીત્યું, મીરપુર
2018:-ભારત 8 વિકેટે જીત્યું, દુબઈ
2018:-ભારત 9 વિકેટે જીત્યું, દુબઈ
2022:-ભારતની 5 વિકેટથી જીત, દુબઈ
Advertisement
Tags :
Advertisement

.