આ વર્ષે નીકળનારી રથયાત્રા માટે નવા રથ બનાવવાની કામગીરી શરૂ, નવા રથને 100 વર્ષ સુધી કંઇજ નહીં થાય
આ વખતની રથયાત્રામાં ભગવાન નવા રથમાં બીરાજમાન થઈને નગરચર્યાએ નીકળશે. 146મી રથયાત્રામાં ભગવાન રંગેચંગે નવા રથોમાં બીરાજમાન થઈને ભક્તોને દર્શન આપશે.નવા રથ બનાવવાની કામગીરી શરૂ થઇ ગઇ છે ભગવાન જગન્નાથ, તેમના બહેન સુભદ્રા અને ભાઈ બલરામ તેમના નવા રથમાં બીરાજમાન થઈને રથયાત્રામાં નગરયાત્રાએ નીકળશે.... તેને લઈને રથ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.... સૌથી પહેલા રથના પિલર બનાવવાની કામà
08:30 AM Jan 04, 2023 IST
|
Vipul Pandya
..
આ વખતની રથયાત્રામાં ભગવાન નવા રથમાં બીરાજમાન થઈને નગરચર્યાએ નીકળશે. 146મી રથયાત્રામાં ભગવાન રંગેચંગે નવા રથોમાં બીરાજમાન થઈને ભક્તોને દર્શન આપશે.નવા રથ બનાવવાની કામગીરી શરૂ થઇ ગઇ છે
ભગવાન જગન્નાથ, તેમના બહેન સુભદ્રા અને ભાઈ બલરામ તેમના નવા રથમાં બીરાજમાન થઈને રથયાત્રામાં નગરયાત્રાએ નીકળશે.... તેને લઈને રથ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.... સૌથી પહેલા રથના પિલર બનાવવાની કામગીરી પૂર્ણ થશે. .. રાજસ્થાનના સ્પેશિયલ કારીગરો દ્વારા રથનું જીણવટ ભર્યુ કામ કરીને અદભુત રથ તૈયાર કરવામાં આવશે.... નવા રથમાં કારીગરી અને કોતરણીમાં ઘણા બદલા જોવા મળશે.
નવો રથ જૂના રથ કરતા કેટલો અલગ હશે ?
જેમાં પહેલાના રથ 11 થી 12 ફુટના હતા જે હવે 14 થી 15 ફુટના નવા બનશે....નવા રથ સાગ અને સિસમના લાકડામાંથી બનશે.. જે લાકડાની ઉંમર લગભગ 100 વર્ષની છે... એટલે કે હવે બનશે તે રથના લાકડાને 100 વર્ષ સુધી કાંઈ પણ નહી થાય..
રથ તૈયાર કરવા જગન્નાથપુરીથી સલાહ લેવાઇ
મંદીરના મહંત દીલીપદાસજી દ્વારા કહેવામાં આવ્યુ કે પુરીથી પણ નવા રથ માટે સલાહ લેવામાં આવી છે. .. કેવા પ્રકારના ફેરફારો કરી શકીએ અને શું ખાસ નવા રથ માટે કામગીરી કરી શકીએ તે. ... સાથે જુના રથને અત્યારે તો મંદિરના પટાંગણ ખાતે જ રાખવામાં આવ્યા છે જેને હાલના નિર્ણય પ્રમાણે મંદિર ખાતે જ દર્શન અર્થે મુકવામાં આવશે.
રથ તૈયાર કરતા લાગશે 4 મહિના
4 મહિના જેટલો સમય ભગવાનના ત્રણેય રથ બનવામાં લાગશે અને રથ તૈયાર થયા બાદ તેમના રંગ રોગાણની કામગીરી 2 મહિના સુધી ચાલશે... એટલે કે 6 મહિના સુધીમાં નવા રથ તૈયાર થઈ જશે... આ વખતની આવનારી રથયાત્રા પહેલા ભગવાનના રથ તૈયાર થઈ જશે અને ભગવાનની 146મી રથયાત્રા રંગેચંગે નવા રથ પર નીકળશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article