Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

UPI સર્વર ડાઉન થયું, PhonePe, Google Pay અને Paytmના ટ્રાંઝેક્શન અટકતા લોકોને હેરાનગતિ

રવિવારે મોડી સાંજે UPI (યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ)નું સર્વર ડાઉન થતા કરોડો લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. રવિવારે લગભગ એક કલાક કરતા પમ વધારે સમય માટે સર્વર ખોરવાઇ ગયું હતું. જેના કારણે PhonePe, Google Pay અને Paytm જેવી UPI એપ્સ દ્વારા ટ્રાન્ઝેક્શન કરવામાં ગ્રાહકોને સમસ્યા ઉભી થઈ હતી.  UPI નેશનલ પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની માલિકીનું છે અને તેમના દ્વારા જ સંચાલિત છે. છેલ્લા થોડા વરà
upi સર્વર ડાઉન થયું  phonepe  google pay અને paytmના ટ્રાંઝેક્શન અટકતા લોકોને હેરાનગતિ
રવિવારે મોડી સાંજે UPI (યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ)નું સર્વર ડાઉન થતા કરોડો લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. રવિવારે લગભગ એક કલાક કરતા પમ વધારે સમય માટે સર્વર ખોરવાઇ ગયું હતું. જેના કારણે PhonePe, Google Pay અને Paytm જેવી UPI એપ્સ દ્વારા ટ્રાન્ઝેક્શન કરવામાં ગ્રાહકોને સમસ્યા ઉભી થઈ હતી.  UPI નેશનલ પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની માલિકીનું છે અને તેમના દ્વારા જ સંચાલિત છે. 
છેલ્લા થોડા વર્ષોમાં દેશમાં જે રીતે કેશલેસ નાણાંકીય વ્યવહારમાં વધારો થયો છે તેને જોતા અમુક મિનિટ માટે પણ જો UPI સર્વિસ બહંધ રહે તો લોકો મુશકેલીમાં મુકાઇ જાય. તેનામાં આજે તો એક કલાક કરતા પણ વધારે સમયથી આ સર્વરક ડાઉન રહ્યું હતું. જેના કારણે લોકોના ટ્રાંઝેક્શન અટક્યા હતા. UPI સરાવર ડાઉન હોવાની ફરિયાદ લોકોએ ટ્વિટર પર કરી હતી. આ વર્ષમાં બીજી વખત આવી સમસ્યા સામે આવી છે કે જ્યારે બીજી વખત UPI સર્વર ડાઉન થયું છે. અગાઉ 9 જાન્યુઆરીએ પણ ગ્રાહકોએ સર્વર ડાઉનની ફરિયાદ કરી હતી. જો કે NPCIએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર નથી કર્યું. 
Advertisement

ઉલ્લેખનીય છે કે UPI એ રિયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ છે. ભારતના 60 ટકાથી વધુ છૂટક નાણાંકીય વ્યવહારો આ સેવા પર નિર્ભર છે. આ સેવાની મદદથી નાનામાં નાની ચૂકવણી પણ ઝડપથી કરવામાં આવે છે. UPIની મદદથી માત્ર માર્ચ મહિનામાં જ દેશમાં 540 કરોડ ટ્રાન્ઝેક્શન થયા છે. જેમાં લગભગ 9.60 લાખ કરોડ રૂપિયાના વ્યવહારો થયા હતા. હાલમાં યુપીઆઈ દ્વારા મોટાભાગની ચુકવણીઓ માત્ર ઓછા મૂલ્યની છે. દેશમાં 75 ટકા UPI પેમેન્ટ ટ્રાન્ઝેક્શન રૂ. 100થી ઓછી કિંમતમાં થાય છે.
Tags :
Advertisement

.