Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પુરીમાં પણ પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ

ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા શરૂ થઈ ગઈ છે. આ માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કોરોના સમયગાળા બાદ આ રથયાત્રામાં પ્રથમ વખત ભક્તોને જવાની મંજૂરી આપવામાં આવી છે. 1 જુલાઈથી 12 જુલાઈ સુધી ચાલનારી આ રથયાત્રામાં લાખો શ્રદ્ધાળુઓ ભાગ લે તેવી શક્યતા છે.  દરમીયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં મંગળા આરતી કરી હતી.અમિત શાહે ભગવાન જગન્નાથ યાત્રાની શરૂઆતને લ
પુરીમાં પણ પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ
ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા શરૂ થઈ ગઈ છે. આ માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કોરોના સમયગાળા બાદ આ રથયાત્રામાં પ્રથમ વખત ભક્તોને જવાની મંજૂરી આપવામાં આવી છે. 1 જુલાઈથી 12 જુલાઈ સુધી ચાલનારી આ રથયાત્રામાં લાખો શ્રદ્ધાળુઓ ભાગ લે તેવી શક્યતા છે.  દરમીયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં મંગળા આરતી કરી હતી.
અમિત શાહે ભગવાન જગન્નાથ યાત્રાની શરૂઆતને લઈને હિન્દી અને ઓડિયા ભાષામાં ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું કે આસ્થા અને ભક્તિનો અનોખો સંગમ શ્રી જગન્નાથ રથયાત્રાના પવિત્ર અવસર પર તમામ દેશવાસીઓને શુભકામનાઓ. હું મહાપ્રભુ જગન્નાથજીને બધા માટે સુખી અને સ્વસ્થ જીવન, સમૃદ્ધિ અને ખુશીઓ માટે પ્રાર્થના કરું છું. જય જગન્નાથ!
Advertisement

 પૌરાણીક માન્યતા મુજબ ભગવાન જગન્નાથની બહેને એક વાર નગર જોવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે ભગવાન જગન્નાથ ભાઇ બલભદ્ર અને બહેન સુભદ્રાને રથમાં બેસાડીને નગરચર્યાએ નિકળ્યા હતા. આ દરમીયાન તેઓ માસીના ઘેર ગુંડીચા પણ ગયા હતા. ત્યારથી અહી રથયાત્રા યોજવાની પરંપરા શરુ થઇ છે. આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, ભાઇ બલભદ્ર અને બહેન સુભદ્રાની સાથે ભવ્ય રથમાં બેસીને નગરચર્યા કરે છે. તેમાં પહેલો રથ ભગવાન જગન્નાથનો, બીજો રથ ભાઇ બલભદ્રનો અને ત્રીજો રથ બહેન સુભદ્રાનો હોય છે. 
1 જુલાઈ 2022એ રથયાત્રા શરૂ થશે.5 જુલાઈએ હેરા પંચમી છે અને પ્રથમ પાંચ દિવસ ગુંડીચા મંદિરમાં રોકાણ થશે. ત્યારબાદ 8 જુલાઈએ સાંજના દર્શનનો લ્હાવો મળે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન જગન્નાથના દર્શન કરવાથી 10 વર્ષ સુધી શ્રી હરિની પૂજા કરવા જેવું જ પુણ્ય મળે છે. 9 જુલાઈએ બહુદા યાત્રા યોજાય છે. 10 જુલાઈએ  ભગવાન જગન્નાથ જગન્નાથ મંદિરમાં પાછા ફર્યા પછી તેમના ભાઈ-બહેનો સાથે શાહી સ્વરૂપ ધારણ કરે છે. 11 જુલાઇ, અષાઢ શુક્લ દ્વાદશીના દિવસે દિવ્ય રથ પર આધાર પના નામનું વિશેષ પીણું ચઢાવવામાં આવે છે. તેને પના કહેવાય છે. 12 જુલાઇએ નીલાદ્રિ બીજે જગન્નાથ યાત્રાની ખાસ વિધી યોજાય છે. 
જગન્નાથપુરીની જેમ અમદાવાદમાં પણ ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા યોજાશે. જેમાં ભગવાન જગન્નાથ, ભાઇ બલભદ્ર અને બહેન સુભદ્રા નગરચર્યાએ નિકળશે. જુના અમદાવાદ શહેરમાં આ રથયાત્રા યોજાય છે અને તે 19 કિમી લાંબી હોય છે. તેમાં 17 હાથી અને 101 ટ્રકમાં ભગવાનની અલગ અલગ ઝાંખી પણ જોવા મળે છે. 
Tags :
Advertisement

.