Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાજ્યની પરિસ્થિતિ ખરાબ, ટૂ વ્હીલરને 200 તો ફોર વ્હીલરને 1000 રૂપિયાનું જ પેટ્રોલ મળશે

આસામમાં પૂરનો કહેર યથાવત છે. ઘણા વિસ્તારોમાં જીવ બચાવવો મુશ્કેલ બની રહ્યો છે. લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. જનજીવન સંપૂર્ણપણે ઠપ થઇ ગયું છે. અહીં આવેલા પૂરના કારણે પડોશી રાજ્ય પણ ખૂબ જ હેરાન-પરેશાન થઇ રહ્યું છે. અહીં પરિસ્થિતિ એવી બની છે કે પેટ્રોલ અને ડીઝલ લોકોને અમુક માત્રામાં જ આપવામાં આવી રહ્યું છે. જીહા, તમને જાણીને નવાઇ લાગશે પરંતુ આ બિલકુલ સાચા સમાચાર છે. આસામ અને મેઘાલય બં
આ રાજ્યની પરિસ્થિતિ ખરાબ  ટૂ વ્હીલરને 200 તો ફોર વ્હીલરને 1000 રૂપિયાનું જ પેટ્રોલ મળશે
આસામમાં પૂરનો કહેર યથાવત છે. ઘણા વિસ્તારોમાં જીવ બચાવવો મુશ્કેલ બની રહ્યો છે. લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. જનજીવન સંપૂર્ણપણે ઠપ થઇ ગયું છે. અહીં આવેલા પૂરના કારણે પડોશી રાજ્ય પણ ખૂબ જ હેરાન-પરેશાન થઇ રહ્યું છે. અહીં પરિસ્થિતિ એવી બની છે કે પેટ્રોલ અને ડીઝલ લોકોને અમુક માત્રામાં જ આપવામાં આવી રહ્યું છે. 
જીહા, તમને જાણીને નવાઇ લાગશે પરંતુ આ બિલકુલ સાચા સમાચાર છે. આસામ અને મેઘાલય બંનેમાં ભારે પૂર અને ભૂસ્ખલનના કારણે રેલ્વે અને રોડ કનેક્ટિવિટી પ્રભાવિત થઇ છે. જેના કારણે બે પડોશી રાજ્યોને ભારે નુકસાન થઇ રહ્યું છે. રેલ્વે અને રોડ કનેક્ટિવિટી પ્રભાવિત થતા પડોશી રાજ્યો ત્રિપુરા અને મિઝોરમે પેટ્રોલિયમ ઉત્પાદનોનું રેશનિંગ શરૂ કરી દીધું છે. ભારે વરસાદના કારણે થયેલા ભૂસ્ખલનને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ દ્વારા માર્ગ જોડાણને ભારે નુકસાન થયું છે, આસામની બ્રહ્મપુત્રા ખીણમાં બરાક અને પડોશી રાજ્યો વચ્ચેનો રેલ્વે સંપર્ક સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. ત્રિપુરામાં NS 44 પર લાંબો જામ થઇ ગયો છે, જેના કારણે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની અછત જોવા મળી રહી છે અને દરેક વાહન માટે જથ્થો નક્કી કરી દેવામાં આવ્યો છે. જો કોઇ વ્યક્તિ ટૂ વ્હીલર લઇને નીકળે છે તો તેને 200 રૂપિયાનું પેટ્રોલ મળશે, થ્રી વ્હીલર લઇને નીકળી રહેલા લોકોને 300 રૂપિયાનું પેટ્રોલ અથવા ડીઝલ અને ફોર વ્હીલરને લઇને નીકળી રહેલા લોકોને માત્ર 1000 રૂપિયાનું પેટ્રોલ અથવા ડીઝલ મળશે. ત્રિપુરા ફૂડ એન્ડ સિવિલ સપ્લાય ડાયરેક્ટર ટીકે દાસે બુધવારે જણાવ્યું હતું કે, અત્યારે અમારી પાસે એવો સ્ટોક છે જે પરિસ્થિતિ પર કાબુ મેળવી શકે છે. બાકી રહેલા ઇંધણના સ્ટોકના આધારે, રિટેલર્સને પેટ્રોલ અને ડીઝલના વેચાણનું નિયમન કરવા માટે કહેવામાં આવ્યું છે. 
ઉલ્લેખનીય છે કે, આસામમાં પૂરની સ્થિતિ ગંભીર બની હતી કારણ કે પૂરના પાણી નવા વિસ્તારોમાં પ્રવેશ્યા હતા, કુલ 29 જિલ્લાઓને અસર થઈ હતી. પૂરના કારણે અત્યાર સુધીમાં કુલ 7,11,905 લોકો પ્રભાવિત થયા છે. રાજ્ય સરકારે એક બુલેટિનમાં આ માહિતી આપી છે. બુલેટિન મુજબ, પૂરને કારણે વધુ ચાર લોકોના મોત થયા છે જે પછી, મૃત્યુઆંક 14 પર પહોંચી ગયા છે. જેમાંથી પાંચ લોકો ભૂસ્ખલનને કારણે મૃત્યુ પામ્યા છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) અનુસાર, પૂરથી પ્રભાવિત વસ્તીની સંખ્યા 7,17,500 હતી અને કુલ 27 જિલ્લાઓ આના કારણે પ્રભાવિત થયા હતા. ASDMA અનુસાર, કુલ 86,772 લોકોએ 343 રાહત શિબિરોમાં આશ્રય લીધો છે, જ્યારે 411 અન્ય રાહત વિતરણ કેન્દ્રો પણ કાર્યરત છે. ASDMAએ એક બુલેટિનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF), રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF) અને સ્વયંસેવકોની મદદથી કુલ 21,884 ફસાયેલા લોકોને બચાવવામાં આવ્યા છે.
Advertisement
Tags :
Advertisement

.