Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભરૂચ જિલ્લામાં મહાશિવરાત્રીએ શરૂ થયેલી પૂજા બીજા દિવસે સવારે સંપન્ન..આખી રાત ચાલી પૂજા..

ભરૂચના (Bharuch) શકિતનાથ મહાદેવના ગ્રાઉન્ડમાં મહા શિવરાત્રીના પાવન અવસરે શિવ ભકતો માટે મહાદેવની ચાર પ્રહરની પૂજાનું ભવ્ય  આયોજન બાહુબલી ગ્રુપ ટુ દ્વારા ભૂદેવ રાજુભાઈના  સહકારથી કરવામાં આવ્યુ  હતું. જેનો  મોટી સંખ્યામાં શિવભકતો એ લાભ લઈ 22 વિદ્વાન બ્રાહ્મણોના મંત્રોચ્ચાર  સાથે પૂજન કરી ધન્યતા અનુભવી હતી મહાશિવરાત્રીએ શરૂ થયેલી પૂજા બીજા દિવસે સવારે સમાપન થઈ હતીમહાશિવરાત્રી પર્વ à
12:07 PM Feb 19, 2023 IST | Vipul Pandya
ભરૂચના (Bharuch) શકિતનાથ મહાદેવના ગ્રાઉન્ડમાં મહા શિવરાત્રીના પાવન અવસરે શિવ ભકતો માટે મહાદેવની ચાર પ્રહરની પૂજાનું ભવ્ય  આયોજન બાહુબલી ગ્રુપ ટુ દ્વારા ભૂદેવ રાજુભાઈના  સહકારથી કરવામાં આવ્યુ  હતું. જેનો  મોટી સંખ્યામાં શિવભકતો એ લાભ લઈ 22 વિદ્વાન બ્રાહ્મણોના મંત્રોચ્ચાર  સાથે પૂજન કરી ધન્યતા અનુભવી હતી મહાશિવરાત્રીએ શરૂ થયેલી પૂજા બીજા દિવસે સવારે સમાપન થઈ હતી
મહાશિવરાત્રી પર્વ એ ચાર પ્રહરની પૂજા કરવી મહત્વની માનવામાં આવે છે અને આ પૂજા કરવા માટે ૧૨ થી ૧૫ કલાકનો સમયગાળો લાગતો હોય છે પરંતુ આ પૂજા કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતાઓ રહી છે જેના કારણે ભરૂચ જિલ્લામાં સૌપ્રથમ વખત આખા ગુજરાતમાં જાહેર મંચ ઉપર ચાર પ્રહરની પૂજા રાખવામાં આવી હતી અને આ પૂજામાં માત્ર ભરૂચ જિલ્લાના જ નહીં પરંતુ અન્ય મોટા જિલ્લાના લોકો પણ જોડાયા હતા અને મહાશિવરાત્રીની સંધ્યાકાળે પૂજાનો પ્રારંભ થતાં મહાશિવરાત્રીના બીજા દિવસ એટલે કે રવિવારે પૂજાનું સમાપન થયું હતું આ પૂજામાં ૨૨ જેટલા ભૂદેવો એ વિશેષ પૂજા મંત્રોચ્ચાર સાથે કરાવી હતી અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ પણ સમગ્ર રાત્રી દરમિયાન ચાર ની પૂજાનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી
શક્તિનાથના ગ્રાઉન્ડ ખાતે ભરૂચ જિલ્લામાં કાર્યરત બાહુબલી ટુ ગ્રુપ દ્વારા મહાશિવરાત્રીમાં ભક્તોને આકર્ષવા માટે ૨૫ ફૂટ ઊંચું શિવલિંગ તેમજ ૐ માં નર્મદાના ઉદભવ સ્થાન અમરકંટકથી દરિયાદેવમાં સંગમની ઝલક તેમજ ભરૂચમાં આવેલ પ્રાચિન નવનાથ મહાદેવ ને પણ બિરાજમાન કરવામાં  આવ્યા હતા ચાર પ્રહરની પૂજા સાથે નવનાથ મહાદેવ પણ સ્થાપિત કરવામાં આવ્યા હતા અને તે અંગેનું માર્ગદર્શન પણ ભક્તોએ મેળવ્યું હતું સમગ્ર રાત્રી દરમિયાન ચાલેલી પૂજા સાથે ભક્તોએ પણ 25 ફૂટ ઊંચા શિવલિંગમાંથી પસાર થઈ રાત્રિ દરમિયાન મહાશિવરાત્રી પર્વની ઉજવણીમાં  ન બન્યા હતા જેના દર્શન માટે પણ મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટ્યા હતા...
ભરૂચના કશક વિસ્તારમાં પણ બરફનું શિવલિંગ તેમજ ભાંગની પ્રસાદીનું વિતરણ કરવામાં આવતા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા અને હર હર મહાદેવ ના નાદ સાથે ભાંગની પ્રસાદીનો લાહવો પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લીધો હતો મોડી રાત સુધી ભરૂચ શહેરના વિવિધ શિવ મંદિરો હર હર શંભુ ના નાદથી ગુંજી ઉઠ્યા હતા અને ભાગ તો એ પણ ભાંગની પ્રસાદી સાથે મહાપ્રસાદીનો લાભ પણ લીધો હતો ભરૂચ શહેર જિલ્લામાં મહાશિવરાત્રી પર્વની ધૂમધામ પૂર્વક ઉજવણી કરાય હતી
ચાર પ્રહરની પૂજા આખી રાત ચાલી
લાંબા સમયગાળા દરમિયાન જો પૂજામાં બેસવાનું હોય તો લોકો ટાળતા હોય છે પરંતુ ભરૂચના શક્તિનાથ ખાતે સૌપ્રથમ વખત ચાર પ્રહરની પૂજા જે 10 થી 12 કલાક ચાલે છે આ પૂજા શક્તિનાથમાં મહાશિવરાત્રીની સંધ્યાકાળે છ વાગ્યાથી શરૂ થઈ હતી જે સવારના સાત વાગ્યા સુધીમાં સંપન્ન થઈ હતી અને આખી રાતની પૂજા માં 80 થી વધુ ભક્તોએ લાભ લીધો હતો.
આ પણ વાંચો - ક્ચ્છમાં 6 ખાણ વિકસાવવાની જાહેરાતથી ટ્રાન્સપોર્ટ ઉધોગને થશે ફાયદોઃ વાસણભાઇ આહીર
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BharuchGujaratGujaratFirstGujaratiNewsMahashivratri2023MahashivratriPoojaShivratri
Next Article