NIA એજન્સીના હેડકમાન્ડન્ટ હોવાની ખોટી ઓળખ આપનારો આખરે છેતરપિંડીનો આરોપી નીકળ્યો.
ગઈકાલે અમદાવાદ એરપોર્ટ પર દિલ્હીથી અમદાવાદ આવેલા એક વ્યક્તિએ એવું તરકટ રચ્યું કે જેને લઈને એરપોર્ટ પોલીસ દોડતી થઈ ગઈ હતી મહત્વનું છે કે આ શખસે પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કર્યો હતો કે NIA એજન્સીમાં પોતે હેડકમાન્ડન્ટ છે અને G-20 સમિટમાં દુભાષીયા તરીકે હાલ નિયુક્તિ થયેલી છે એરપોર્ટ થી ટેક્સીમાં બેઠા બાદ અજાણ્યા કેટલાક શખ્સોએ તેની સાથે લૂંટ ચલાવી છે આ મેસેજ ના આધારે એરપોર્ટ પોલીસે આ શખà«
ગઈકાલે અમદાવાદ એરપોર્ટ પર દિલ્હીથી અમદાવાદ આવેલા એક વ્યક્તિએ એવું તરકટ રચ્યું કે જેને લઈને એરપોર્ટ પોલીસ દોડતી થઈ ગઈ હતી મહત્વનું છે કે આ શખસે પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કર્યો હતો કે NIA એજન્સીમાં પોતે હેડકમાન્ડન્ટ છે અને G-20 સમિટમાં દુભાષીયા તરીકે હાલ નિયુક્તિ થયેલી છે એરપોર્ટ થી ટેક્સીમાં બેઠા બાદ અજાણ્યા કેટલાક શખ્સોએ તેની સાથે લૂંટ ચલાવી છે આ મેસેજ ના આધારે એરપોર્ટ પોલીસે આ શખ્સને પોલીસ સ્ટેશન લાવી અને પૂછપરછ શરૂ કરી હતી બીજી તરફ પોલીસે એરપોર્ટના સીસીટીવી ફૂટેજ તથા જ્યાં લૂંટ થઈ છે તે ઘટના સ્થળના અન્ય સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી હતી, પરંતુ પોલીસને ફરિયાદીના જણાવ્યા અનુસારના એક પણ આધાર કે પુરાવાઓ મળી આવ્યા નહોતા જેના આધારે પોલીસને શરૂઆતથી જ ફરિયાદી ઉપર શંકા હતી કે તે પોલીસ સમક્ષ જે હકીકત જણાવી રહ્યો છે તે ખોટી છે અને બાદમાં એ વાત પુરવાર થઈ જતા પોલીસે આ આંધ્રપ્રદેશ આ વ્યક્તિ સુધીર બોરડાની ઉલટ તપાસ શરૂ કરી હતી જેમાં આ વ્યક્તિ ભાંગી પડ્યો હતો અને તેણે આ તરકટ રચ્યું છે તેવી કેફીયત પોલીસ સમક્ષ વર્ણવી દીધી હતી હાલ આરોપીએ આ તરકટ શેના માટે રચ્યું હતું અને કેમ આવું કર્યું તે દિશામાં એરપોર્ટ પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.
NIA માં વર્ષ 2013 થી 2017 સુધી ફરજ બજાવતો હોવાની સૂફીયાણી વાતો
પોલીસ કંટ્રોલ રૂમમાં ખોટો મેસેજ કરનાર તથા NIA એજન્સીનો કર્મી હોવાની ખોટી ઓળખ આપનાર સુધીર બોરડાની હાલ ધરપકડ કરી લીધી છે ઉપરાંત આ શખસે શા માટે આ પ્રકારનું કૃત્ય આચર્યું અને પોલીસને શા માટે આ રીતે હેરાન કરવાનો ઇરાદો રાખ્યો હતો તે મુદ્દાને લઈને હાલ પોલીસે તપાસ શરૂ કરી છે. બીજી તરફ આરોપીએ જે રીતની હકીકત શરૂઆતમાં દર્શાવી હતી કે પોતે NIA માં વર્ષ 2013 થી વર્ષ 2017 સુધી હેડ કમાન્ડન્ટ તરીકે ફરજ બજાવતો હતો તેને લઈને પણ સ્થાનિક પોલીસ એટલે કે એરપોર્ટ પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે, પરંતુ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હાલ આરોપી પાસે એવા કોઈપણ પ્રકારના આધાર પુરાવાઓ નથી જેના આધારે એ બાબત સ્પષ્ટ થાય કે તે કોઈ પણ એજન્સીનો સરકારી કર્મચારી હોઈ શકે.
પોકેટ કોપ એપલિકેશન અને MCR મારફતે હકીકત સામે આવી
પોલીસ તપાસમાં ભાંગી પડ્યા બાદ સુધીર બોરડાની કુંડળી જાણવા માટે એરપોર્ટ પોલીસે પોકેટ કોપ એપ્લિકેશન તથા MCR DATA એટલેકે માસ્ટર ક્રાઇમ રેકોર્ડ ડેટા બેન્ક મારફતે જાણી લીધું કે સુધીર બોરડા અગાઉ તામિલનાડુ જિલ્લામાં આવેલા પેરુગુડી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુનામાં અગાઉ પકડાઈ ચુક્યો છે...ત્યારે હાલ એરપોર્ટ પોલીસે તામિલનાડુ પોલીસ સાથે સંપર્ક કરીને આરોપી વિરુદ્ધ અગાઉ કેટલા ગુના ક્યાં ક્યાં નોંધાયા છે તેની વિગતો મેળવવાની કવાયત હાથ ધરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement