Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પોરબંદરના પાદરે ધામા નાખેલો સિંહ પોતાના મુળ સ્થાને ચાલ્યો ગયો

પોરબંદરના (Porbandar)પાદરે ધામા નાખી ૨૦-૨૦ દિવસ સુધી છાંયાના વાડી (Chaya Wadi)વિસ્તારના રહેવાસીઓમાં ભય સર્જનાર સાવજ જનલાગણી સમજીને હવે ફરી પાછો તેના મૂળ નિવાસ એવા માંગરોળના (Mangrol)કોસ્ટલ એરિયાના જંગલ વિસ્તારમાં ચાલ્યો ગયો હોવાનું જંગલ ખાતાના સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે. હવે આ સાવજ ફરી પાછો આવે તેવી શક્યતાને વન વિભાગ નકારી (Forest Department)રહ્યો છે, પરંતુ આમ છતાં તેઓ આ બાબતે સતત એલર્ટ હોવાનું પણ જણાવી
પોરબંદરના પાદરે ધામા નાખેલો સિંહ પોતાના મુળ સ્થાને ચાલ્યો ગયો
પોરબંદરના (Porbandar)પાદરે ધામા નાખી ૨૦-૨૦ દિવસ સુધી છાંયાના વાડી (Chaya Wadi)વિસ્તારના રહેવાસીઓમાં ભય સર્જનાર સાવજ જનલાગણી સમજીને હવે ફરી પાછો તેના મૂળ નિવાસ એવા માંગરોળના (Mangrol)કોસ્ટલ એરિયાના જંગલ વિસ્તારમાં ચાલ્યો ગયો હોવાનું જંગલ ખાતાના સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે. હવે આ સાવજ ફરી પાછો આવે તેવી શક્યતાને વન વિભાગ નકારી (Forest Department)રહ્યો છે, પરંતુ આમ છતાં તેઓ આ બાબતે સતત એલર્ટ હોવાનું પણ જણાવી રહ્યા છે. બીજી તરફ આ વિસ્તારમાં સિહની સાથે જ ધામા નાંખનારો એક દીપડો પણ જંગલમાં ઊંડે ઉતરી ગયો હોવાનું જાણવા મળે છે. જોકે, ભય કરતાં લાગણી વધુ જન્માવી ગયેલા સાવજનો કાયમી વસવાટ પોરબંદર પંથકની જનતા ઈચ્છી રહી છે.
પોરબંદરના ઈનચાર્જ ડીસીએફ વ્યાસના જણાવ્યા મુજબ છાંયાના વાડી વિસ્તાર સમીપ ધામા નાંખનાર ડાલામથ્થાને જે રેડિયો કોલર બાંધવામાં આવ્યું છે, તેના પરથી તેનું લોકેશન છેલ્લાં પાંચેક દિવસથી માંગરોળના કોસ્ટલ વિસ્તાર આસપાસ જ હોવાનું જોવા મળી રહ્યું છે. અહીં દરિયાકાંઠા નજીક જ વિશાળ જંગલ વિસ્તાર છે અને અહીં આ ડાલામથ્થાંના સાથી સાવજોનું પણ મોટું જૂથ વસવાટ કરી રહ્યું છે, ત્યારે આ સિહ ફરી પાછો તેના સાથીઓ પાસે ચાલ્યો ગયો હોવાનું જણાઈ રહ્યું છે. ડીસીએફ વ્યાસે વધુમાં ઉમેર્યું હતું કે, છાંયાના વાડી વિસ્તાર નજીક વસવાટ દરમિયાન પણ આ સિહનું બિહેવિયર લગભગ નોર્મલ જ રહ્યું હતું. આ સાવજે ફક્ત રાત્રીના સમયે રખડતાં પશુઓ તથા ભૂંડ જેવા પ્રાણીઓનો જ શિકાર કર્યો હતો. પરંતુ હવે આ સહ છેલ્લાં પાંચેક દિવસથી જ આ વિસ્તારને છોડીને ફરી પાછા ચાલ્યો ગયો છે અને તેના પરત અહીં આવવાની શક્યતા બહુ ઓછી લાગી રહી છે. છતાં અમે આ બાબતે એલર્ટ છીએ.
ઉલ્લેખનીય છે કે, પોરબંદર પંથકમાં સદી પૂર્વે ડાલામથ્થાંઓનો વસવાટ હતો જ, ત્યારે છાંયાના વાડી વિસ્તારમાં વીસેક દિવસ રહેલો આ સાવજ અહીંના રહેવાસીઓમાં ભય ઓછો અને લાગણી વધુ જન્માવી ગયો છે. છાંયા તથા પોરબંદર પંથકની જનતા પોરબંદર પંથકમાં સાવજાનો કાયમી ધોરણે ફરી વસાવવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી રહી છે, ત્યારે હવે વન વિભાગ અને સરકારી તંત્ર આ જનલાગણીને ક્યારે અને કેવી રીતે વાચા આપશે તે તો સમય જ કહેશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.