Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગીરથી આવેલા ડાલામથ્થાંનું કિલેશ્વરથી રાણાવાવ વચ્ચે સામ્રાજ્ય

પોરબંદર શહેરની ભાગોળે બબ્બે મહિના સુધી ડણક દઈને હવે બરડાને પોતાનો કાયમી નિવાસ બનાવનારા સાવજ સમ્રાટ' હવે બરડા ડુંગરમાં કિલેશ્વરથી રાણાવાવ સુધી મુક્તપણે વિહરી રહ્યો છે.અહીં સમ્રાટ માટે પીવાના પાણીની પૂરતી સુવિધાઓ જંગલ ખાતા દ્વારા ઊભી કરવામાં આવી છે.અહીં સાવજ માટે શિકાર પણ પૂરતાં પ્રમાણમાં છે.સમ્રાટ પણ તેના નામને જાણે કે સાર્થક કરતો હોય તેમ કિલેશ્વરથી રાણાવાવ સુધીના વિસ્તારમàª
ગીરથી આવેલા ડાલામથ્થાંનું કિલેશ્વરથી રાણાવાવ વચ્ચે સામ્રાજ્ય
પોરબંદર શહેરની ભાગોળે બબ્બે મહિના સુધી ડણક દઈને હવે બરડાને પોતાનો કાયમી નિવાસ બનાવનારા સાવજ સમ્રાટ' હવે બરડા ડુંગરમાં કિલેશ્વરથી રાણાવાવ સુધી મુક્તપણે વિહરી રહ્યો છે.અહીં સમ્રાટ માટે પીવાના પાણીની પૂરતી સુવિધાઓ જંગલ ખાતા દ્વારા ઊભી કરવામાં આવી છે.અહીં સાવજ માટે શિકાર પણ પૂરતાં પ્રમાણમાં છે.સમ્રાટ પણ તેના નામને જાણે કે સાર્થક કરતો હોય તેમ કિલેશ્વરથી રાણાવાવ સુધીના વિસ્તારમાં પોતાનું સામ્રાજ્ય જમાવી ચૂક્યો છે. આમ,ગીરથી પહેલાં માધવપુરની દરિયાઈ પટ્ટી અને ત્યાંથી બરડા સુધીની સફર ખેડનારા સાવજ સમ્રાટના પગલે અન્ય વનરાજો પણ બરડા તરફ આવી શકે તેવું જંગલ ખાતાના સૂત્રો જણાવી રહ્યા છે.
સ્થાનિક લોકોના પશુઓના મારણ પણ કર્યા હતા
પોરબંદરના ઓડદર-રતનપર વિસ્તારમાં દિવાળીના તહેવારો દરમિયાન એક સાવજ માધવપુરની દરિયાઈ પટ્ટીથી આવી પહોંચ્યો હતો અને તેણે લગભગ બે માસથી પણ વધુ સમય સુધી ઓડદર-રતનપર તથા છાંયા વિસ્તારમાં ધામા નાંખ્યા હતા. આ સાવજે કેટલાંક સ્થાનિક લોકોના પશુઓના મારણ પણ કર્યા હતા, જેથી પ્રજામાં પણ ભય ફેલાયો હતો. જોકે, આ સાવજ કાયમી ધોરણે વસી જાય તેવી બહોળી લાગણી પણ પ્રજાએ વ્યક્ત કરી હતી. આ લાગણીને જાણે કે વધાવી લેતો હોય તેમ આ સાવજ ફરતો-ફરતો આખરે તેના સદી પુરાણા નિવાસસ્થાન બરડા પંથકમાં પહોંચી ગયો હતો અને હવે તેણે આ વિસ્તારને પોતાનું કાયમી નિવાસસ્થાન બનાવી લીધું છે.
રાણાવાવ સુધી વિહરી રહ્યો છે
જંગલ ખાતાના સૂત્રોના જણાવ્યા મુજબ સાવજ સમ્રાટ હાલ બરડા ડુંગરમાં કિલેશ્વરથી લઈને છેક રાણાવાવ સુધી વિહરી રહ્યો છે. લગભગ 20 કિલોમીટર જેટલા વિસ્તારમાં સમ્રાટના મુક્તપણે વિહાર સાથે જંગલ ખાતા દ્વારા તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાં પાણીના કુદરતી તથા ઊભા કરાયેલા પોઈન્ટને પાણીથી ભરી દેવામાં આવ્યા છે. વળી આ વિસ્તારમાં નીલગાય,સાબર,ચીત્તલ,જંગલીસૂવર,સહિતના પશુઓનો પુષ્કળ ખોરાક પણ સમ્રાટ માટે ઉપલબ્ધ છે.
ઉલ્લેખનીય છે કે બરડા ડુંગરમાં અગાઉથી જ એક જીન પૂલ તૈયાર કરવામાં આવ્યું છે.જ્યાં એક નરસિંહ ઉપરાંત  સિંહણ પણ છે.જોકે,સમ્રાટ હજુ સુધી આ જીન પૂલ સુધી પહોંચ્યો ન હોવાનું જંગલ ખાતાના સૂત્રો જણાવી રહ્યા છે. સમ્રાટના બરડામાં મુક્ત વિહારથી પોરબંદરના વન્યજીવ સૃષ્ટિના પ્રેમીઓમાં ભારે આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે.
જો સિંહણને લાવવામાં આવે તો સમ્રાટનો વંશવેલો આગળ વધે
ગીરથી છેક બરડા સુધી પહોંચી ગયેલા વનરાજ સમ્રાટને બરડો માફક આવી ગયો છે અને છેલ્લાં એક માસથી પણ વધુ સમયથી આ સાવજ અહીં મુક્તપણે વિહરી રહ્યો છે. હાલ આ સહ એકલો જ વિહરી રહ્યો છે, ત્યારે જો એક સિંહણને પણ અહીં લાવીને આ જ પ્રમાણે ભયમુક્ત રીતે વસાવવામાં આવે તો `સમ્રાટ'નો વંશવેલો આગળ વધે તેવું પોરબંદર શહેર અને જિલ્લાની જનતા ઈચ્છી રહી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.