ન જાણ્યુ જાનકીનાથે કાલે શું થવાનું, એક તરફ દિકરાના લગ્ન બીજી બાજુ દિકરીના અંતિમસંસ્કાર
ભાવનગરના (Bhavnagar) સુભાષનગરમાં (Subhashnagar) એક સાથે બે બે દીકરીના અને એક દીકરાના લગ્ન હતા. ઘરે લગ્નના ગીતો સંગીતના સૂરો સાથે ગવાઇ રહ્યાં હતા ત્યારે જે દિકરીના લગ્ન હતા તેનું હાર્ટ એટેકથી (Heart Attack) એકાએક મોત થતા સૌ કોઇ શોક સાથે સ્તબ્ધ થઇ ગયા હતા પણ આ અત્યંત ગમગીન માહોલમાં પણ દીકરીના પરિવારે સ્વસ્થતા જાળવીને માંડવે આવેલી જાન પાછી ન જાય તે હેતુથી મૃતકની નાની બહેનને પરણાવી લગ્નની વિધિ પૂર્ણ કરી હતી
ભાવનગરના (Bhavnagar) સુભાષનગરમાં (Subhashnagar) એક સાથે બે બે દીકરીના અને એક દીકરાના લગ્ન હતા. ઘરે લગ્નના ગીતો સંગીતના સૂરો સાથે ગવાઇ રહ્યાં હતા ત્યારે જે દિકરીના લગ્ન હતા તેનું હાર્ટ એટેકથી (Heart Attack) એકાએક મોત થતા સૌ કોઇ શોક સાથે સ્તબ્ધ થઇ ગયા હતા પણ આ અત્યંત ગમગીન માહોલમાં પણ દીકરીના પરિવારે સ્વસ્થતા જાળવીને માંડવે આવેલી જાન પાછી ન જાય તે હેતુથી મૃતકની નાની બહેનને પરણાવી લગ્નની વિધિ પૂર્ણ કરી હતી.
લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાયો
ભાવનગર ખાતે સુભાષનગર વિસ્તારમાં ભગવાનેશ્વર મહાદેવ મંદિર સામેના ખાંચામાં 50 વારિયા વિસ્તારમાં રહેતા ભરવાડ પરિવારના જીણાભાઈ ભકાભાઈ રાઠોડના ઘરે લગ્ન પ્રસંગ હોય ભારે ઉત્સાહભર્યો માહોલ હતો અને લગ્નગીતોથી વાતાવરણ ગુંજતું હતુ પણ આ કરૂણ ઘટનાથી ઘરે માતમનો માહોલ તો બીજી તરફ આવતીકાલે આ જ પરિવારના પુત્રની જાન જવાની છે. કુદરત પણ ક્યારેક ઘરના સભ્યોની કેવી પરીક્ષા લેતી હોય છે તે આ ઘટનાથી જોવા મળે છે. આ ઘટનામાં નારીથી આવેલી જાનના વરરાજાની જે સાળી થવાની હતી તેને પરણેતર થવાના યોગ સર્જાયો હતો.
કન્યાનું મોત
એક દીકરી હેતલના લગ્નની જાન નારીના આલગોતર રાણાભાઈ બુટાભાઈ આલગોતરના દીકરા વિશાલની આવી હતી. પરંતુ કુદરતને કંઇક અલગ જ મંજૂર હતું. જીણાભાઈની દીકરીને ચક્કર આવ્યા અને બેભાન થયા બાદ 108માં સારવાર માટે લઇ જવાઇ પણ તબીબે જણાવ્યું હતુ કે આ દીકરીનું એકાએક એટક આવતા નિધન થયું હતુ. જેથી જ્યાં લગ્નની શરણાઇઓ ગુંજતી હતી. ત્યાં મરશીયા ગાવા પડે તેવી સ્થિતિ સર્જાઇ હતી.
માલધારી સમાજનો પ્રેરણાદાયી નિર્ણય
આ સંજોગોમાં જાન પરત ના જાય તે માટે પરિવાર અને સમાજે પ્રેરણાદાયી નિર્ણય લઈ મૃતક કન્યાની નાની બહેનને પરણાવવાનો નિર્ણય લીધો હતો. કપરા સંજોગોમાં પણ દીકરીના ઘરના રાઠોડ પરિવારે નિર્ણય યોગ્ય લઈને જીણાભાઈએ તેમની દીકરી હેતલનો નશ્વર દેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખી બે દીકરીઓનું કન્યા દાન કર્યું હતું. જ્યારે અન્ય એક દીકીરની જાન મોણપુરથી આવી હતી અને તેના લગ્ન થયા હતા. આ નિર્ણય ગભાભાઈ રાઠોડ, ગગજીભાઈ રાઠોડ, લક્ષ્મણભાઈ રાઠોડ( કોર્પોરેટર), દાનાભાઈ રાઠોડ, ભકાભાઈ રાઠોડ. જીણા ભાઈ વશરામ ભાઈ રાઠોડ તથા રાઠોડ પરિવાર તથા પરિવારજનો સાથે રહ્યાં હતા.
ભાઈના લગ્ન બાદ બહેનના અંતિમ સંસ્કાર
જાણવા મળી રહેલી વિગતો પ્રમાણે મૃતક દીકરીના નશ્વર દેહને કોલ્ડસ્ટોરેજમાં રખાયો હતો અને આજે મૃતક બહેનના ભાઇના લગ્ન સિહોર ખાતે સાદાઈથી સંપન્ન કર્યાં બાદ બહેનના અંતિમસંસ્કાર કરાયા છે.
આ પણ વાંચો - ગુજરાતના અસમાન વિકાસની તસવીર બતાવતા બે કિસ્સાઓ, દરિયોચીરીને સગર્ભા સુધી પહોંચેલી 108 દેખાઈ પણ......
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement