CA કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે ધ ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયાએ લીધો સૌથી મોટો નિર્ણય
- હવે ધોરણ 10 બાદ થઇ શકશે CA - CAના કોર્સનો સમયગાળો 5 વર્ષથી ઘટાડીને 4 વર્ષ કરાયો - હવે માત્ર 2 વર્ષ આર્ટીકલશીપ કરવી પડશે - નવો નિયમ વર્ષ 2023થી લાગુ થશે CA કરવા માંગતા હોય તે વિદ્યાર્થો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે.CA વાંચ્છુકો હવે હવે ધોરણ 10 બાદ સીએ માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે. નવા અભ્યાસક્રમ મુજબ CAનો કોર્સ 5 વર્ષને બદલે હવે 4 વર્ષમાં પૂર્ણ થશે. 3 વર્ષની આર્ટિકલશિપના સમયગાળામાં એક વર્ષનો ઘટà
- હવે ધોરણ 10 બાદ થઇ શકશે CA
- CAના કોર્સનો સમયગાળો 5 વર્ષથી ઘટાડીને 4 વર્ષ કરાયો
- હવે માત્ર 2 વર્ષ આર્ટીકલશીપ કરવી પડશે
- નવો નિયમ વર્ષ 2023થી લાગુ થશે
CA કરવા માંગતા હોય તે વિદ્યાર્થો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે.CA વાંચ્છુકો હવે હવે ધોરણ 10 બાદ સીએ માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે. નવા અભ્યાસક્રમ મુજબ CAનો કોર્સ 5 વર્ષને બદલે હવે 4 વર્ષમાં પૂર્ણ થશે. 3 વર્ષની આર્ટિકલશિપના સમયગાળામાં એક વર્ષનો ઘટાડો કરી,આર્ટિકલશિપનો સમય બે વર્ષનો કરવાનો નિર્ણય લેવાયો છે ..ધોરણ 10ની પરીક્ષા બાદ અનેક વિદ્યાર્થીઓ, વાલીઓને આગળ વધુ અભ્યાસ માટે અનેક પ્રકારની ચિંતા સતાવતી હોય છે.
CA નો કોર્સ 5 વર્ષને બદલે હવે 4 વર્ષમાં પૂર્ણ થશે
વિદ્યાર્થીઓ ધોરણ 10 બાદ ડિપ્લોમા, સાયન્સ, કોમર્સ, આર્ટસ વિષય સાથે અભ્યાસ કરવા માટે નિર્ણય લેવો પડે છે. પંરતુ હવે CA કરવું હોય તો તેનો નિર્ણય પણ ધોરણ 10 બાદ લઈ શકાશે. ધોરણ 10 બાદ CA નાં અભ્યાસ માટે વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ સાથે જ CA નો કોર્સ 5 વર્ષને બદલે હવે 4 વર્ષમાં પૂર્ણ થશે.
ધ ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયાએ CA નાં અભ્યાસ માટે કેટલાક નિયમોમાં બદલાવ કર્યા છે. અગાઉ CA નાં અભ્યાસ માટે ધોરણ 12 બાદ રજીસ્ટ્રેશન થતું હતું. પંરતુ હવે રજીસ્ટ્રેશન ધોરણ 10 બાદ કરાવી શકાશે. ધોરણ 12 કોમર્સનો વિદ્યાર્થી પરિણામ આવ્યા બાદ ફાઉન્ડેશનની પરીક્ષા આપી શકશે. ICAI નાં વાઈસ પ્રેસિડેન્ટ અનિકેત તલાટીએ જણાવ્યું હતું કે, CA નાં કોર્સ માટે 5 વર્ષ કરતા વધુ સમય હાલ થાય છે. પરંતુ હવે 4 વર્ષમાં કોર્સ પૂર્ણ થઈ શકે એ મુજબ અભ્યાસક્રમ તૈયાર કરાયો છે. નવો અભ્યાસક્રમ વર્ષ 2023થી લાગુ થશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement