Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સીએ ઇન્ટરમીડિયેટનું પરિણામ જાહેર, ટોપ 50માં અમદાવાદના ચાર વિદ્યાર્થી

સીએ ઇન્ટરમીડિયેટનું  પરિણામ જાહેર થયું છે .જેમાં અમદાવાદના ચાર વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા ટોપ 50માં સ્થાન મેળવ્યું છે. મેં માસમાં લેવાય સીએ ઇન્ટરમિડીયેટની પરીક્ષા લેવાઈ હતી. જેમાં અમદાવાદ ચેપ્ટરનું પરિણામ ફક્ત 4.2% આવ્યું છે જ્યારે ઓલ ઇન્ડિયા લેવલનું પરિણામ 5.46% આવ્યું છે. અમદાવાદમાંથી 622 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં ફક્ત 25 વિદ્યાર્થીઓ પાસ થયા છે અમદાવાદના પાર્થ શાહે ઓલ ઇન્ડિàª
સીએ ઇન્ટરમીડિયેટનું પરિણામ જાહેર  ટોપ 50માં અમદાવાદના ચાર  વિદ્યાર્થી
સીએ ઇન્ટરમીડિયેટનું  પરિણામ જાહેર થયું છે .જેમાં અમદાવાદના ચાર વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા ટોપ 50માં સ્થાન મેળવ્યું છે. મેં માસમાં લેવાય સીએ ઇન્ટરમિડીયેટની પરીક્ષા લેવાઈ હતી.
 જેમાં અમદાવાદ ચેપ્ટરનું પરિણામ ફક્ત 4.2% આવ્યું છે જ્યારે ઓલ ઇન્ડિયા લેવલનું પરિણામ 5.46% આવ્યું છે. અમદાવાદમાંથી 622 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં ફક્ત 25 વિદ્યાર્થીઓ પાસ થયા છે અમદાવાદના પાર્થ શાહે ઓલ ઇન્ડિયા લેવલે 15 મો ક્રમાંક મેળવ્યો છે.
પાર્થ શાહે ફક્ત ઓનલાઇન અભ્યાસ કરીને ક્રમાંક મેળવ્યો છે. પાર્થનું કહેવું છે કે સતત મહેનત અને પ્લાનિંગથી અભ્યાસ કરવામાં આવે તો ચોક્કસથી સફળતા મેળવી શકાય છે. તો બીજી તરફ પ્રિયલ જૈનએ 41મો જ્યારે દેવ ભંડારીએ 47 મો ક્રમાંક અને સાગર દેસાઈએ 50 મો ક્રમાંક મેળવ્યો  છે .તમામ વિદ્યાર્થીઓ જણાવ્યું હતું કે કોઈ ચોક્કસ સમય સુધી ભણવું છે એ પ્રકારનું વાંચન ન કરીને સ્માર્ટ વર્ક અને યોગ્ય પ્લાનિંગથી વાંચન કર્યું છે અને તેને જ કારણે તેઓને સફળતા હાથ લાગી છે.
Advertisement
Tags :
Advertisement

.