Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કડીના ઘુમાસણ ગામની સરકારી હોસ્પિટલ ખુદ બિમાર, જર્જરીત એટલી કે ભયના ઓથાર હેઠળ કામ કરે છે સ્ટાફ

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઘુમાસણ ગામની હોસ્પિટલ ખુદ બીમાર પડી હોય તેવી સ્થિતિ છે. ઘુમાસણ ગામનું સરકારી દવાખાનું એટલી હદે બિસ્માર બન્યું છે કે અહીં આવતા દર્દીઓ જીવના જોખમે આ દવાખાનામાં સારવાર કરાવી રહ્યા છે. છ હજારની વસ્તી માટે આ એકમાત્ર સરકારી હોસ્પિટલ ઘુમાસણ ગામમાં અંદાજે 6 હજાર ની વસ્તી છે એટલે સહજ રીતે સમજી શકાય કે મેડિકલ સેવાની પણ વિષેશ જરૂરિયાત અને સુવિધા પણ યોગ્ય હોàª
03:38 PM Jan 27, 2023 IST | Vipul Pandya
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઘુમાસણ ગામની હોસ્પિટલ ખુદ બીમાર પડી હોય તેવી સ્થિતિ છે. ઘુમાસણ ગામનું સરકારી દવાખાનું એટલી હદે બિસ્માર બન્યું છે કે અહીં આવતા દર્દીઓ જીવના જોખમે આ દવાખાનામાં સારવાર કરાવી રહ્યા છે. 

છ હજારની વસ્તી માટે આ એકમાત્ર સરકારી હોસ્પિટલ 
ઘુમાસણ ગામમાં અંદાજે 6 હજાર ની વસ્તી છે એટલે સહજ રીતે સમજી શકાય કે મેડિકલ સેવાની પણ વિષેશ જરૂરિયાત અને સુવિધા પણ યોગ્ય હોવી જોઈએ. પરંતુ અહીં છેલ્લા 15 વર્ષ થી હોસ્પિટલ ભય જનક બની ગઈ છે. ચોમાસામાં તો છત તૂટેલી હોવાથી આખા હોસ્પિટલમાં પાણી ભરાઈ જાય છે અને ઉપરથી મોટા મોટા પથ્થર નીચે પડવાની ઘટના બને છે એટલે સ્ટાફ પણ એવું ઈચ્છી રહ્યો છે કે અમારી પણ અહીં સેફટી નહીં હોવાથી ઝડપથી કોઈ નક્કર પગલાં ભરી નવું દવાખાનું બનાવવામાં આવે.
ગમે તે સમયે છતના પોપડા નીચે પડે છે 
ઘુમાસણ ગામમાં માત્ર આ એક જ સરકારી દવાખાનું હોવાથી મોટી સંખ્યામાં દર્દીઓ અહીં મેડિકલ સેવા માટે આવતા હોય છે પરંતુ ખુદ દવાખાનું જ બીમાર હાલતમાં હોવાથી દર્દીઓ પણ જાણે જીવ ના જોખમે અહીં સારવાર લેવા માટે મજબૂર બન્યા છે. અહીં ગમે ત્યારે છત માંથી મોટા પોપડા નીચે પડે છે.અને અગાઉ પણ પોપડા નીચે પડવાની ઘટના બની ચુકી છે. જેમાં દવાખાનનો સ્ટાફ અને દર્દીઓ પણ ભોગ બની ચુક્યા છે. અહીંના સ્થાનિક લોકોનું એવું કહેવું છે કે અનેક વાર અમે રજુઆત કરી છે પણ કોઈ નક્કર પરિણામ મળ્યું નથી જેથી અમે અહીં નાના બાળકો માટે રસીકરણ તેમજ અન્ય મેડિકલ સેવા માટે અહીં જીવના જોખમે સારવાર માટે આવવા મજુબુર બન્યા છે. 
નેતાઓ કોઇ ડોકાતા નથી 
ગામ લોકોનું એવું કહેવું છે કે ચૂંટણી આવે એટલે અમારા ગામમાં નેતાઓ આવે છે અને નવા દવાખાનું બનાવી આપવાની વાત કરે છે અને પછી કોઈ ડોકાતું પણ નથી છેલ્લા 15 વર્ષ થી આ દવાખાનાની જેમ સમય જાય તેમ સ્થિતિ વધુ જર્જરિત થતી જઈ રહી છે પણ કોઈ પરિણામ મળ્યું નથી આથી લોકોની એવી માંગ છે કે લોકોની મેડિકલ સુવિધા માટે નવું દવાખાનું ઝડપથી બનાવવામાં આવે
આ પણ વાંચોઃ ભરૂચમાં હિટ એન્ડ રનની ઘટના, ઇકો કારે -એક્ટિવાને લીધું અડફેટે, વિદ્યાર્થીનીનું કરુણ મોત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
dilapidatedfearGhumasanvillagegovernmenthospitalGujaratFirstHospitalKadiMehsanastaffworking
Next Article