Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મદદ માટે બોલાવતી રહી છોકરી અને લોકો મોબાઈલથી વિડીયો ઉતારતા રહ્યા, જુઓ Video

આજના સમયમાં લોકો મુસિબતમાં ફસાયેલી વ્યક્તિની મદદ કરવાની જગ્યાએ તેનો ફોટો પાડવો અથવા તેનો વિડીયો બનાવવો વધુ જરૂરી સમજે છે. આવું જ કઇંક તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં જોવા મળ્યું છે, જ્યા એક છોકરી (13 વર્ષ) રોડની બાજુમાં પડેલી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. લોકો તેની મદદ કરવાને બદલે વિડીયો બનાવતા રહ્યા. છોકરી મદદ માટે હાથ હલાવતી રહી. પરંતુ કોઇ તેની મદદ કરવાની જગ્યાએ તેનો વિડીયો બનાવતા રહ્યા.મદદ
મદદ માટે બોલાવતી રહી છોકરી અને લોકો મોબાઈલથી વિડીયો ઉતારતા રહ્યા  જુઓ video
આજના સમયમાં લોકો મુસિબતમાં ફસાયેલી વ્યક્તિની મદદ કરવાની જગ્યાએ તેનો ફોટો પાડવો અથવા તેનો વિડીયો બનાવવો વધુ જરૂરી સમજે છે. આવું જ કઇંક તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં જોવા મળ્યું છે, જ્યા એક છોકરી (13 વર્ષ) રોડની બાજુમાં પડેલી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. લોકો તેની મદદ કરવાને બદલે વિડીયો બનાવતા રહ્યા. છોકરી મદદ માટે હાથ હલાવતી રહી. પરંતુ કોઇ તેની મદદ કરવાની જગ્યાએ તેનો વિડીયો બનાવતા રહ્યા.
મદદ નહીં પણ વિડીયો બનાવતા જોવા મળ્યા લોકો
માનવતાને શરમાવે તેવી ઘટના ઉત્તર પ્રદેશના કન્નૌજ (Kannauj) જિલ્લામાંથી સામે આવી છે. મહત્વનું છે કે, અહીં લોહીથી લથપથ 12 વર્ષની બાળકી પીડાથી ચીખો પાડતી રહી, પરંતુ બાળકીને બચાવવાને બદલે લોકો તેનો વિડીયો બનાવતા રહ્યા. જોકે, આ દરમિયાન યુપી પોલીસનો માનવીય ચહેરો પણ જોવા મળ્યો હતો. ઘટનાની માહિતી મળતાં જ ઘટનાસ્થળે પહોંચેલા ચોકીના ઈન્ચાર્જ મનોજ કુમાર પાંડેએ બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી છે. યુવતીની હાલત જોઈને ઉત્તર પ્રદેશ પોલીસના આ અધિકારી પહેલા તો દંગ રહી ગયા. તે બાળકીને હાથમાં લઈને રસ્તા તરફ દોડ્યા. તે તેને ઓટોમાં લઈને હોસ્પિટલ પહોંચ્યા. લોકોએ તેનો પણ વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. જિલ્લાના એસપીનું કહેવું છે કે બાળકીની હાલત હજુ પણ નાજુક છે. તેની સારવાર ચાલી રહી છે.
યુપી પોલીસનો નવો ચહેરો જોવા મળ્યો
વિડીયોમાં જોવા મળ્યું કે, ચોકીના ઈન્ચાર્જ મનોજ કુમાર પાંડે બાળકીને ખોળામાં લઈને દોડી રહ્યા છે. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વળી આ ઘટનાને 16 કલાક વીતી ગયા છતાં માસૂમ બાળકીની હાલત જેમની તેમ જ બની રહી છે. તે તેના પરિવારના સભ્યો સાથે ન તો બોલી શકે છે કે ન તો કંઈ કહી શકે છે. પરિવારજનોએ ચોક્કસપણે કહ્યું છે કે તેમની બાળકીનું ખોટું કામ કરવા માટે અપહરણ કરવામાં આવ્યું હતું.
શું છે સમગ્ર ઘટના?
12 વર્ષની બાળકી કન્નૌજ જિલ્લાના ગુરસાહાઈગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 23 ઓક્ટોબરે માસૂમ બાળકી માટીની પિગી બેંક ખરીદવા માટે બપોરે 12 વાગ્યે ઘરેથી બજારમાં ગઈ હતી. આ દરમિયાન કોઈએ તેને લાલચ આપીને તેનું અપહરણ કર્યું હતું. ઘણા કલાકો સુધી બાળકી તેના ઘરે ન પહોંચી ત્યારે તેના પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી. સાંજે 5:30 વાગ્યાની આસપાસ ડાક બંગલા ગેસ્ટ હાઉસની પાછળ એક ખાડામાં લોહીના ખાબોચિયામાં પડેલી બાળકી મળી આવી હતી. પોલીસે બાળકીને ગુરસાહાઈગંજની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી. ત્યાંથી તેને સરકારી મેડિકલ કોલેજ, તિરવામાં મોકલવામાં આવી હતી. ત્યાંથી ડોક્ટરોએ તેને કાનપુર રિફર કરી દીધી. રાત્રે લગભગ 10 વાગ્યે બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં આખી રાત તેની સારવાર ચાલુ રહી હતી. વળી, હવે આ મામલામાં કોતવાલી પ્રભારી રાજકુમાર સિંહે જણાવ્યું કે તેમણે બાલિકા ગૃહથી બજાર અને ડાક બંગલા ગેસ્ટ હાઉસ સુધીના રસ્તાના CCTV ફૂટેજ સ્કેન કર્યા છે. આ દરમિયાન એક CCTVમા પીડિત યુવતી એક યુવક સાથે વાત કરતી જોવા મળે છે. ફૂટેજના આધારે પોલીસ યુવકની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.
Advertisement
Tags :
Advertisement

.