Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પોરબંદરના જંગલ વિસ્તારમાં લાગેલી આગ 8 કલાકે કાબુમાં આવી

પોરબંદર ઓડદર-રતનપર નજીક વારંવાર બનતી આગની ઘટનાઓથી ફાયર વિભાગ પણ આશ્ચર્ય ચકિત થયું છે. છેલ્લા એક અઠવાડિયામાં ઓડદર-રતનપર વિસ્તારમાં પાંચથી વધુ વખત આગની ઘટના બની છે. જુરીના જંગલ વિસ્તાર તેમજ અન્ય જંગલ વિસ્તારમાં આગની ઘટનાઓ સામે આવી હતી. બુધવારે બપોરના સમયે લાગેલી આગ મોડી સાંજે 8વાગ્યે કાબુમાં આવી હતી. જંગલ વિસ્તારમાં આગની ઘટનામાં બે લાખ કરતા વધુ લીટર પાણીનો મારો ચલાવ્યો હતો અને રા
પોરબંદરના જંગલ વિસ્તારમાં લાગેલી આગ 8 કલાકે કાબુમાં આવી
પોરબંદર ઓડદર-રતનપર નજીક વારંવાર બનતી આગની ઘટનાઓથી ફાયર વિભાગ પણ આશ્ચર્ય ચકિત થયું છે. છેલ્લા એક અઠવાડિયામાં ઓડદર-રતનપર વિસ્તારમાં પાંચથી વધુ વખત આગની ઘટના બની છે. જુરીના જંગલ વિસ્તાર તેમજ અન્ય જંગલ વિસ્તારમાં આગની ઘટનાઓ સામે આવી હતી. બુધવારે બપોરના સમયે લાગેલી આગ મોડી સાંજે 8વાગ્યે કાબુમાં આવી હતી. જંગલ વિસ્તારમાં આગની ઘટનામાં બે લાખ કરતા વધુ લીટર પાણીનો મારો ચલાવ્યો હતો અને રાત્રીના પણ ફાયરનો સ્ટાફ ખડેપગે રખાયો હતો.
ઓડદર-રતનપર નજીક જંગલ વિસ્તાર ખૂબ મોટા પ્રમાણમાં આવેલો છે. વનવિભાગ હસ્તકના જંગલ વિસ્તારમાં આગની ઘટનાઓથી અધિકારીઓથી માંડી સ્થાનીકો પણ આશ્ચર્ય ચકિત થયા છે. જુરીના જંગલ વિસ્તારમાં આગની ઘટનાઓ બનતા ફાયર વિભાગની ટીમ પણ દોડધામ કરી રહી છે.
બુધવારે બપોરના 12વાગ્યાના સમયે ઇન્દિરાનગર પાછળના જંગલ વિસ્તારમાં આગની ઘટના બની હતી. જેના પગલે ફાયર વિભાગની 4 ગાડીઓ દોડી ગઇ હતી અને આગ કાબુમાં આવવાને બદલે સાંજના સમયે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર કુલ 30 પાણીના ટેન્કરો સહિત ફાયરની ગાડીઓ દોડાવવામાં આવી હતી. કુલ બે લાખ કરતા વધુ લીટર પાણીનો મારો ચલાવી ઇન્દિરાનગર પાછળ આવેલ જંગલ વિસ્તારની આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર બે કીલોમીટર જંગલ વિસ્તારમાં આ આગ પ્રસરી હતી. બુધવારે પવનનું જોર વધુ હોવાથી આ આગ કાબુને બદલે વધુ પ્રસરતી હતી. પરંતુ ફાયરની ટીમે આગ પર કાબુ મેળવવા સતત દોડધામ કરી હતી. મોડી સાંજે ૮ કલાકે આ આગ કાબુમાં આવી હતી. જંગલ વિસ્તારમાં બે કિ.મી.માં આગ પ્રસરી જતા પર્યાવરણને વ્યાપક નુકશાન થયું હતું. પશુ-પક્ષીઓના માળા બળીને ખાખ થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ઇન્દિરનગર નજીક રતનપર-ઓડદરના જુરીના જંગલમાં આગ લાગી હતી. સ્થાનીકોમાં એવી પણ ચર્ચાઓ જોવા મળી રહી છે કે વારંવાર બનતી આગની ઘટના કોઇ વ્યક્તિ જાણીજોઇને લગાવી રહ્યું છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.