Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અબુધાબીના BAPS મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠાની તિથી જાહેર કરાઇ

વિશ્વભરના સનતાનીઓ જેની આતુરતા પૂર્વક રાહ જોતા હતા એ અબુધાબીના BAPS મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાની તિથી જાહેર કરાઇ. On February 15, Indian community members in the country will be able to join the celebrations through a public dedication assembly in the...
01:08 PM Aug 18, 2023 IST | Kanu Jani

વિશ્વભરના સનતાનીઓ જેની આતુરતા પૂર્વક રાહ જોતા હતા એ અબુધાબીના BAPS મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાની તિથી જાહેર કરાઇ.

On February 15, Indian community members in the country will be able to join the celebrations through a public dedication assembly in the presence of Swami Maharaj. Participation for this ceremony requires prior registration.

15 ફેબ્રુઆરી 2024 ના રોજ, અબુ ધાબીમાં ઐતિહાસિક BAPS હિંદુ મંદિરમાં મૂર્તિઓની વૈદિક વિધિવિધાન સાથે પ્રાણપ્રતિષ્ઠા કરી ઉદ્ઘાટન કરવામાં આવશે,હરિભક્તો અને સંતોની વર્ષોની પ્રાર્થના અને નિઃસ્વાર્થ સ્વયંસેવકોની પરાકાષ્ઠાને મૂર્ત સ્વરૂપ મળશે. 2 ઓગસ્ટ 2023 ના રોજ, પરમ પવિત્ર મહંત સ્વામી મહારાજે તેમના સવારના પ્રવચનના ભાગરૂપે આ મંદિર અંગે આ જાહેરાત કરી.
BAPS હિન્દુ મંદિર સંસ્થાના વરિષ્ઠ સંત બ્રહ્મવિહારીદાસ સ્વામીની દેખરેખ હેઠળ બનાવવામાં આવી રહ્યું છે. એમની વહીવટી સૂઝ,નેતૃત્વ,ગુરુનિષ્ઠા અને અહોરનિષ્ટ મહેનતથી સાકાર થયેલું વિશ્વની શ્રેષ્ઠ ઇમારતો પૈકીની એક એવા આ મંદિરને ફેબ્રુઆરી, 2024 ના રોજ સામાન્ય લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે.


27 એકર વિસ્તારમાં અબુ મુરેકિઆહ ખાતે બંધાયેલ આ ભવ્ય મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ "સંવાદિતાનો તહેવાર" સૌથી મોટો મહોત્સવ હશે.
“BAPS હિન્દુ મંદિર વૈશ્વિક સંવાદિતા માટે આધ્યાત્મિક કર્મભૂમિનું દ્યોતક બનશે. બાપ્સની પરંપરા મુજબ આ ઉત્સવ એક એવી ભવ્ય ઉજવણી હશે જે ભારતની કલા, મૂલ્યો અને સંસ્કૃતિથી UAE રંગશે.
ચૌદમી ફેબ્રુઆરીએ વિશ્વમાં શ્રેષ્ઠ પૈકીનું એક ભવ્યાતિભવ્ય મંદિર બની ભક્તોના દર્શન માટે ખૂલશે.
ઓગસ્ટ 2015માં UAE સરકારે અબુ ધાબીમાં મંદિર બનાવવા માટે જમીન ફાળવી હતી. UAE ના પ્રમુખ, હિઝ હાઇનેસ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને, ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની UAE મુલાકાત દરમિયાન જમીન ભેટમાં આપી હતી. ફેબ્રુઆરી 2018માં શિલાન્યાસનો કાર્યક્રમ યોજાયો હતો.


અબુ ધાબીનું આ મંદિર 60 million Dirhams ($16 million) ના ખર્ચે તૈયાર થયું છે. આ અધધધ રકમ ખરચતાં ય રણમાં અને એ ય કટ્ટર ઈસ્લામિક દેશમાં શિલ્પ સ્થાપત્યના ઉત્તમ નમૂનારૂપ મંદિર બનાવવું એ માત્ર ઐશ્વર્યથી જ શક્ય બને.સ્થાનિક પ્રશાસન દ્વારા મંદિર નિર્માણમાં જે સહયોગ મળ્યો છે એની તો નોંધ ઇતિહાસ લેશે.
અબુ ધાબીમાં મંદિર બનશે અને એ પણ ભવ્ય-આ સંકલ્પ પૂ. પ્રમુખસ્વામીએ પાંચમી એપ્રિલ 1997ના રોજ મિડલ ઈસ્ટ દેશોના વિચરણ સમયે કરેલો. એ સમયે ત્યાં આંગળીના વેઢે ગણાય એટલા હરિભક્તો ત્યાં રહે.કોઈને સ્વામીના આ સંકલ્પની નવાઈ નહોતી લાગેલી.લંડન મંદિર હોય કે અક્ષરધામોનો સંકલ્પ. એ દરેક સમયે સંસ્થાના દેશકાળ વિષમ જ હતાં છતાં નિયત સમયે આયોજન મુજબ જ ભવ્ય મંદિરો જાણે જમીનમાંથી સ્વયંભૂ પ્રગટ થયાં હોય એમ સાકાર થયેલાં.


અબુધાબીના મંદિરનું આ લગભગ અશક્ય લાગતું કામ સ્વામી એમના કોડીલા લાલ સાધુ બ્રહમવિહારીદાસને જ સોંપ્યું. આમેય BAPSના સંતો સુશિક્ષિત અને સાત સમેલિયા જ હોય.
માનો યા ન માનો પણ માત્ર અબુધાબીનું આ મંદિર જ નહીં વિશ્વવિક્રમી સંખ્યામાં નિર્માણ પામેલ દરેક મંદિર પ્રતિકૂળ સંજોગોમાં જ બંધાયેલ છે.એ માત્ર ઐશ્વર્ય અને ઇષ્ટ દેવ પરની અખૂટ શ્રધ્ધાને કારણે જ.

Tags :
Abu DhabiBAPSbrahmvihariswamiPramukhSwamiPrime Minister Narendra Moditemple
Next Article